Diwali2019: પ્રવાસે જતા પહેલા અને દરમિયાન શું રાખશો ધ્યાન?

News18 Gujarati
Updated: October 28, 2019, 3:31 PM IST
Diwali2019: પ્રવાસે જતા પહેલા અને દરમિયાન શું રાખશો ધ્યાન?
પ્રવાસન સ્થળની ફાઇલ તસવીર

અમે તમને જણાવીશું કે પ્રવાસ જતા પહેલા અને પ્રવાસ (Tour) દરમિયાન કંઇ બાબતોનું ધ્યાન રાખવું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળીનું વેકેશન (Diwali vacation 2019) શરું થયું છે. ત્યારે લોકો વેકેશન દરમિયાન ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. સમય મર્યાદાને ધ્યાનમાં  રાખીને પ્રવાસે જતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે પ્રવાસ જતા પહેલા અને પ્રવાસ (Tour) દરમિયાન કંઇ બાબતોનું ધ્યાન રાખવું. જેનાથી તમારા પ્રવાસ આરામ દાયક અને આનંદમય બની રહે. તો ચાલો જાણીએ કે કંઇ અગત્યની બાબતોનું (Important things) ધ્યાન રાખવું જોઇએ.

ખાવા પીવાની બાબતોમાં શું ધ્યાન રાખશો?

પ્રવાસમાં જો કોઇ સૌથી મહત્વની વાત હોય તો એ છે જમવાનું. પ્રવાસના સ્થળ પસંદગી સમયેજ વિચારી લેવું જોઇએ કે જે સ્થળે આપણે જવાના છીએ ત્યાં ખરેખર ખાવા પીવાની વસ્તુઓ સળતાથી ઉપલબ્ધ છે કે નહીં. ઘણીવાર આપણે સ્થળ ઉપર પહોંચીએ અને પછી ખબર પડે કે ત્યાં તો નજીકમાં જમવાની કોઇ સુવિધાજ નથી. પછી તમારે પ્રવાસ ભૂખ્યા પેટે કરવો પડશે. આવું થવાની શક્યતા નિવારવા માટે પ્રવાસના સ્થળની પહેલેથી પૂરી માહિતી એકત્ર કરો.

આ પણ વાંચોઃ-બૉન્ડેઝ પ્લે અથવા wild sex વિશે જાણો બધું જ

પ્રવાસની સમય સીમા કેવી રીતે નક્કી કરશો
પ્રવાસની સમયસીમા નક્કી કરવી ખુબ જ આવશ્યક છે. વધારે પડતો લાંબો કે ટૂંકો પ્રવાસ તેની મજા ખરાબ કરી શકે છે. ઘણીવાર સમયના અભાવે પ્રવાસ ટૂંકાવી નાખવો પડે છે. અને ઘણા જોવા લાયક સ્થળો રહી જતા હોય છે. તેનાથી ઉલટું લાંબો  પ્રવાસ ખુબ જ થકવી નાખતો હોય છે. અને  સારા સ્થળે પહોંચીને પણ તેનો આનંદ લઇ શકતો હોતો નથી.આ પણ વાંચોઃ-દિવાળીના તહેવારોમાં નિરોગી રહેવાનો આ છે રામબાણ ઉપાય

વાહનની પસંદગી કેવી રીતે કરશો?
ટૂંકાગાળાના સમય માટે આપણે મોટેભાગે આપણું પોતાનું વાહન ઉપયોગ કરતા હોઇએ છીએ તો લાંબા ગાળાના પ્રવાસમાં  આપણે વાહન ભાડે કરીને જતા હોઇએ છીએ. મુસાફરની સંખ્યા અને પ્રવાસના દિવસોના આધાર ઉપર વાહનની પસંદગી કરવી જોઇએ. વાહનમાં બેસનારને અગવડના પડે એ પ્રમાણે નાનું મોટું વાહન પસંદ કરવું.

આ પણ વાંચોઃ-દિવાળીમાં ફટાકડા ફોટતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ?

કોની સાથે પ્રવાસ જશો?
પ્રવાસનું આયોજન આપણે આપણા પરિવારના સભ્યો અથવા મિત્રો અથવા તો ઓફિસના સહકર્મીઓ સાથે જતા હોઇએ છીએ. આ બધાજ લોકો સાથે પ્રવાસમાં  જતા આપણે આપણા વર્તન-વ્યવહારમાં જરૂરી ફેરફાર કરવા પડતા હોય છે.

સ્થળની પસંદગીમાં શું ધ્યાન રાખશો?
પ્રવાસના સ્થળની પસંદગી કરતા  પહેલા આપણે ઋતુ, મોસમ, હવામાન, આબોહવા વગેરે ધ્યાનમાં રાખવું પડતું હોય છે. જેમકે રાત્રે સુતી વખતે પહેરવા માટેના હલકા કપડા, ન્હાવા અથવા સ્વિમિંગ કરવા માટેના કપડા, ઋતુ અનુસાર સ્વેટર, જેકેટ, જીન્સ, ટોપી, બેલ્ટ વગેરે..

બાળકો માટે જરૂરી
નાની ઉંમરના બાળકો જ્યારે તમારી સાથે પ્રવાસમાં હોય ત્યારે તેમની વિશેષ કાળજી રાખવી પડતી હોય છે. તેમાં કપડાથી લઇને દરેક નાની વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે.

નકશોઃ જ્યારે મોટા પ્રવાસમાં અજાણ્યા સ્થળે પ્રવાસમાં જઇ રહ્યા હોવ ત્યારે એ જગ્યાનો નકસો પાસે હોવો અત્યંત જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં  મોબાઇલ ઉપર ગૂગલ મેપ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકાય.

હોટલની પસંદગી કરવી
લાંબા પ્રવાસમાં રાત્રી રોકાણ કરવું જરૂરી હોય છે. અને રાત્રી રોકાણ માટે  યોગ્ય હોટલની પસંદગી પણ એટલી જ જરૂરી હોય છે. હોટલની પસંદગી તેમની સુવિધાઓ અને રૂમની ઉપલબ્ધતા તથા તેના ભાડના આધારે કરવી પડતી હોય છે.

પૈસાની સગવડ કરવી
પ્રવાસમાં જતા પહેલા અને  પ્રવાસ દરમિયાન કોઇ અતિ મહત્વની વસ્તુ હોય તો એ પૈસા, રોકડ છે. પ્રવાસમાં જતા એક ચોક્કસ રોકડ સાથે  રાખવી જરૂરી છે. તદુઉપરાંત સાથે એટીએમ કાર્ડ પણ રાખવું એટલું જ મહત્વનું છે.

કપડાની પસંદગી કરવી
પ્રવાસમાં લોકો મોટી મોટી બેગ ભરીને કપડા સાથે લઇ જતા હોયચ છે. પરંતુ ઘણીવાર જરૂરી કપડા ભૂલી જતા હોય છે. જેમકે રાત્રે સુતી વખતે પહેરવા માટે ના હલકા કપડા. ન્હાવા અથવા સ્વિમિંગ કરવા માટેના કપડા. ઋતુ અનુસાર સ્વેટર, જેકેટ, જીન્સ, બેલ્ટ વગેરે.
First published: October 28, 2019, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading