Platelet Count: પ્લેટલેટ્સ ઓછા થવા પર કરો આ વસ્તુઓનું સેવન, તમને થશે જલ્દી ફાયદો
Platelet Count: પ્લેટલેટ્સ ઓછા થવા પર કરો આ વસ્તુઓનું સેવન, તમને થશે જલ્દી ફાયદો
પ્લેટલેટ્સ ઓછા થવા પર કરો આ વસ્તુઓનું સેવન
તાવ સહિત અનેક રોગોને કારણે પ્લેટલેટ્સ (Platelet) ઓછા થઈ જાય છે. પ્લેટલેટ્સ વધારવા માટે વિટામિન્સ અને મિનરલ્સ ધરાવતાં ખોરાકનું સેવન કરવું જોઈએ. જાણો તેનાથી સંબંધિત મહત્વની બાબતો.
How to increase Platelet Count: પ્લેટલેટ્સ એ શરીરમાં હાજર રક્ત કોશિકાઓ (Blood Cells) છે, જે લોહીને યોગ્ય રીતે ગંઠાઈ જવા માટે મદદ કરે છે. શરીરમાં પ્લેટલેટ્સની યોગ્ય સંખ્યા હોવી ખૂબ જ જરૂરી છે. પ્લેટલેટ્સ ઘણા કારણોસર ઓછા થઈ શકે છે, જેમ કે વિવિધ પ્રકારના ચેપ, કેન્સરની સારવાર, વધુ પડતા દારૂનું સેવન અને તાવ. ઘણીવાર, ડેન્ગ્યુ તાવ દરમિયાન પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. ડોકટરોના મતે, તમારા શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા લગભગ 1.5 લાખથી 4.5 લાખ હોવી જોઈએ. બ્લડ ટેસ્ટ દ્વારા, તમે સરળતાથી તમારા બ્લડ સેલ્સની તપાસ કરી શકો છો.
આ ખોરાક પ્લેટલેટ્સ માટે છે જરૂરી
ઓછી પ્લેટલેટ્સના શરૂઆતના લક્ષણોમાં થાક અને શરીરમાં નબળાઈ આવે છે. પ્લેટલેટની સંખ્યા ઓછી હોય તો ગભરાશો નહીં. તમે તમારા આહારમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરીને તેને સરળતાથી વધારી શકો છો.
શરીરમાં બ્લડ પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે વિટામિન્સ અને મિનરલ્સ ધરાવતો ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે ડેન્ગ્યુ અને અન્ય રોગોમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે કઈ વસ્તુઓનું સેવન કરી શકાય છે.
વિટામિન બી 12 -
હેલ્થલાઈન અનુસાર, વિટામિન બી12નું સેવન કરવાથી પ્લેટલેટ્સની સંખ્યા વધે છે. ઈંડા, માંસ, પ્રાણીનું યકૃત વિટામિન B12 ના સારા સ્ત્રોત માનવામાં આવે છે. ગાયનું દૂધ અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનો પણ પ્લેટલેટ વધારવામાં અસરકારક છે.
વ્હીટ ગ્રાસ (Wheat Grass)
ઘઉંના ઘાસમાં ક્લોરોફિલ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરમાં લાલ રક્તકણો (RBC) અને શ્વેત રક્તકણો (WBC) બનાવવામાં મદદ કરે છે. વ્હીટગ્રાસના સૂકા પાવડરને રસ અથવા પાણીમાં ભેળવીને ઘઉંના ઘાસનું સેવન કરી શકાય છે.
ફોલેટ (folate)
યોગ્ય માત્રામાં ફોલેટનું સેવન પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. શરીરમાં ફોલેટની માત્રા વધારવા માટે મગફળી, કાળા વટાણા, રાજમા, સંતરા, લીંબુ, દ્રાક્ષનો આહારમાં સમાવેશ કરી શકાય છે.
વિટામિન સી માત્ર પ્લેટલેટ્સ જ નથી વધારતું પણ તેને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે. કેરી, અનાનસ, બ્રોકોલી, લીલા અને લાલ મરી, ટામેટાં અને કોબી વિટામિન સીના સારા સ્ત્રોત છે. પ્લેટલેટ્સ વધારવા માટે તેનું સેવન કરવું ફાયદાકારક રહેશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર