Home /News /lifestyle /

Monsoon Child Care: વરસાદ શરૂ થતાં જ બાળકને આવે છે તાવ, તો આ 6 બાબતોનું રાખો ખાસ ધ્યાન

Monsoon Child Care: વરસાદ શરૂ થતાં જ બાળકને આવે છે તાવ, તો આ 6 બાબતોનું રાખો ખાસ ધ્યાન

વરસાદ શરૂ થતાં જ બાળકને આવે છે તાવ? તો બાબતનું ખાસ રાખો ધ્યાન

Child fever reason: જ્યારે શરીર પર બહારના બેક્ટેરિયાનો હુમલો થાય છે, ત્યારે હાયપોથેલેમસ શરીરનું તાપમાન વધારી દે છે, જે ચેપનો સંકેત આપે છે. તેથી, જો બાળક બીમાર હોય અથવા તેને તાવ હોય તો ચિંતા કરવાને બદલે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

વધુ જુઓ ...
  Tips to deal with fever in child: બદલાતી સિઝનમાં બાળકોને તાવ આવવો એ સામાન્ય બાબત છે. જો તમે નવા નવા જ પેરેંટ બન્યા છો, તો તમારું બાળક બીમાર પડે ત્યારે તમે પરેશાન થઈ જાઓ છો. કિડ્સ હેલ્થ અનુસાર, ક્યારેક તાવ આવવો બાળકો માટે ફાયદાકારક હોય છે (Monsoon Child Care) . તે બાળકને કોઈપણ પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરે છે. ખરેખર, મગજમાં હાજર હાયપોથેલેમસ શરીરનું તાપમાન વધારવા અને ઘટાડવાનું કામ કરે છે.

  એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે શરીર પર બહારના બેક્ટેરિયાનો હુમલો થાય છે, ત્યારે હાયપોથેલેમસ શરીરનું તાપમાન વધારી દે છે, જે ચેપનો સંકેત આપે છે. તેથી, જો બાળક બીમાર હોય અથવા તેને તાવ હોય તો ચિંતા કરવાને બદલે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો અને તેનું ધ્યાન રાખો. ચાલો જાણીએ કે ચોમાસામાં બાળકને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય છે.

  આ પણ વાંચો: શા માટે સૂકામેવા 6-8 કલાક સુધી પલાળેલા ખાવા જોઈએ? આયુર્વેદમાં આપ્યું આ કારણ

  તાપમાન રેકોર્ડ કરો

  જો તમારા બાળકનું શરીર ગરમ લાગે છે, તો તેના શરીરનું તાપમાન થર્મોમીટરથી માપો. તેનાથી તાપમાન વધ્યું છે કે નહીં તે જાણવામાં મદદ મળશે. આ માટે તમે મેન્યુઅલ અથવા ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ કરી શકો છો. હવે જે પણ ટેમ્પરેચર આવે છે, તેને આખા દિવસ દરમિયાન નોંધો, જેથી જો તમારે ડોક્ટરની સલાહ લેવી હોય, તો તમે બધી માહિતી આપી શકો.

  ડૉક્ટરનો સંપર્ક કરો

  જો બાળકનું તાપમાન સતત વધી રહ્યું છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ. જો તમે ઈચ્છો તો નજીકના દવાખાના પર જાઓ અને ચેકઅપ કરાવો. પરંતુ જો ત્યાં કોરોના પ્રભાવિત વિસ્તાર છે, તો તમારે ફોનથી જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

  પહેલા તમારી રીતે કરી લો તપાસ

  ક્યારેક ગરમી કે કપડાંને કારણે તાપમાન સામાન્ય કરતા વધારે લાગે છે. આવી સ્થિતિમાં, તમારા હાથ-પગ ધોઈ લો અને બાળકને નરમ અને હળવા કપડાં પહેરાવો. તેને આરામ કરવા દો અને થોડીવાર પછી ફરીથી બોડી ટેમ્પરચર જુઓ.

  ખોરાકની લો કાળજી

  જો બાળકને હળવો તાવ હોય, તો તેને પરાણે ખવડાવશો નહીં. જો તમે તેને માત્ર સૂપ, જ્યુસ, દાળનું પાણી આપો તો સારું રહેશે. આનાથી તેઓ વધુ સારું અનુભવશે અને આરામ કરી શકશે.

  સ્પોન્જ બાથ આપો

  જો દવા આપ્યા પછી પણ બાળકનું શરીર ગરમ હોય અને તાપમાન વધી રહ્યું હોય, તો તમારે તેને ઠંડા સ્પોન્જથી સ્નાન કરાવવું જોઈએ. આ માટે સામાન્ય પાણી લો અને તેમાં ટુવાલ બોળીને નિચોવી લો. આ કપડાથી બાળકના શરીરને સારી રીતે લૂછી લો. રેફ્રિજરેટરના પાણીનો ઉપયોગ કરશો નહીં.

  આ પણ વાંચો: Regular workout benefits: નિયમિત 40 મિનિટ સુધી વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી, વજન અને તણાવમાં થશે ઘટાડો

  આરામની કાળજી લો

  ઘણા માતા-પિતા પંખો, એસી બંધ કરી દે છે અને બાળકનો તાવ મટાડવા માટે તેને ઘણા કપડાં પહેરાવે છે. એવું ન કરો. જો તમે તેના આરામની કાળજી લો તો તે વધુ સારું રહેશે. આ માટે પંખો બંધ કરવાને બદલે તેને ઓછો કરો જેથી બાળક આરામથી સૂઈ શકે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Child care, Lifestyle

  આગામી સમાચાર