દાઝ્યાના ફોલ્‍લા ઉપર તરત જ કરો આટલું, નહિં પડે ડાઘાં

News18 Gujarati
Updated: August 17, 2018, 7:35 PM IST
દાઝ્યાના ફોલ્‍લા ઉપર તરત જ કરો આટલું, નહિં પડે ડાઘાં

 • Share this:

 • દાઝ્યાના ફોલ્‍લા ઉપર પ્રથમ છાશ રેડવી અથવા ઠંડું પણી રેડવું.

 • દાઝેલા ઘા ઉપર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે.


 • જખમ, ઘા, ગૂમડાં, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ-પાઉડરની જેમ ચાંદા પર લગાડવાથી દાહ, બળતરા મટે છે.

 • દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટો કાપી ઘસવાથી ફોલ્‍લો થશે નહિ.

 • ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે.
 • દાઝેલા ઘા પર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.

 • દાઝેલા ઘા ઉપર પાકા કેળાંને બરાબર મસળી, ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ રાહત અને આરામ થાય છે.

 • દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે તથા ફોલ્‍લા જખમ ઝડપથી રુઝાઈ જાય.

 • દાઝ્યા ઉપર ફોલ્‍લા પડ્યા પહેલાં કાચા બટાટા લઈ પથ્‍થર પર લસોટી તેનો લેપ લગાવી દેવો. આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સમી જાય છે અને ફોલ્‍લા થતા નથી ને ડાઘ પડતા નથી. દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો.

 • કુંવારપઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા ઉપર લગાડતા રહેવો. આનાથી બળતરા ઓછી થાય છે અને જલદી રૂઝ આવે છે.

 • દાઝેલા ઘા પર છૂંદેલો કાંદો તરત જ લગાડવાથી ઝડપથી રાહત થાય છે.

 • ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝ્યા ઉપર સારું કામ કરે છે.

 • વડનાં પાનને ગાયના ઘીમાં વાટીને બળેલા ભાગ ઉપર તેનો લેપ કરવાથી તરત બળતરા મટે છે.

 • દાઝ્યા ઉપર કેરોસીન લગાડવાથી ઘણી રાહત થાય છે તથા જલદી રૂઝ આવે છે.

First published: August 17, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading