Home /News /lifestyle /પ્રેગનન્સીમાં યુરિન ઇન્ફેક્શન થાય તો જલદી કરો આ કામ, જાણી લો લક્ષણો અને સારવાર

પ્રેગનન્સીમાં યુરિન ઇન્ફેક્શન થાય તો જલદી કરો આ કામ, જાણી લો લક્ષણો અને સારવાર

યુરિન ઇન્ફેક્શન થાય તો જલદી કરો આ કામ

urine infection during pregnancy: પ્રેગનન્સીમાં મહિલાઓને અનેક ઘણી તકલીફ થતી હોય છે. મહિલાઓને ખાસ કરીને યુરીન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ બહુ વધારે હોય છે. યુરિન ઇન્ફેક્શન થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તો જાણો આ વિશે વધુમાં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: યુ.ટી.આઇ એક સામાન્ય સમસ્યા છે. આ તકલીફ થાય ત્યારે અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. ગરમીના વાતાવરણમાં આ સમસ્યા ઘણી વધી જાય છે. મહિલાઓ એમના સંપૂર્ણ જીવનમાં ક્યારેને ક્યારે આ સમસ્યાનો શિકાર બનતી હોય છે. જો કે પુરુષ અને બાળકો પણ યુટીઆઇનો શિકાર થઇ શકે છે. યુટીઆઇ એટલે યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનથી યુરીનરી સિસ્ટમમાં ઇન્ફેક્શન થાય છે. આ ઇન્ફેક્શનથી બ્લેડર સુઝી પહોંચી જાય છે અને પછી આ શરૂ થાય છે. તો જાણો તમે પણ આ પ્રોબ્લેમ થાય ત્યારે કયા લક્ષણો શરીરમાં દેખાય છે.

    આ છે લક્ષણો


    યુરિન પાસ કરતી વખતે બળતરા

    વારંવાર પ્રાઇવેટ પાર્ટની આસપાસ બળતરા અને ખંજવાળ થાય

    પેટ અને પીઠની નીચેના ભાગમાં દુખાવો થવો

    આ પણ વાંચો: નવરાત્રીમાં ઉપવાસ કરો છો તો આ રીતે રહો હેલ્ધી

    યુરિનમાંથી વાસ આવવી

    યુરિનમાંથી લોહી આવવું

    ભૂખ ઓછી લાગવી

    તાવ આવવો

    ઠંડી તેમજ ઉલટી થવી

    જાણો શું થાય છે તકલીફ


    જો આ સમસ્યાનો સમયસર ઇલાજ ના થાય તો કિડની બ્લેડર અને એનાથી થતી તકલીફો થાય છે જે કિડની પર ઇફેક્ટ કરી શકે છે. ઇ-કોલાઇ બેક્ટેરીયાથી થતો આ રોગ ગરમીના વાતાવરણમાં વધારે થાય છે. આ સાથે જ જો તમે પ્રાઇવેટ પાર્ટની સફાઇ સરખી રીતે કરતા નથી તો પણ આ સમસ્યા થઇ શકે છે. આ સાથે જ તમે પાણી ઓછુ પીવો છો તો પણ આ પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

    સેક્સુઅલી એક્ટિવ મહિલાઓને આ ઇન્ફેક્શન વધુ પ્રમાણમાં થતુ હોય છે. ઇન્ટરકોર્સ અથવા પિરીયડ્સના દિવસોમાં ખાસ કરીને સાફ-સફાઇ કરવી ખૂબ જરૂરી છે. યુરિનને રોકી રાખવાથી તેમજ કિડની સ્ટોનની સમસ્યા થવા પર પણ આ ઇન્ફેક્શન થઇ શકે છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓને યુટીઆઇનો ખતરો વધારે રહે છે. ડાયાબિટીસના કારણે ઇમ્યુનિટી નબળી થાય છે અને હાઇ બ્લડ શુગર યુરિનમાં ફેલાઇને બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: આ ડાયટ વઘારે છે તમારું આયુષ્ય

    નજર કરી લો સારવાર પર


    ઇલાજની વાત કરીએ તો યુટીઆઇનું ઇન્ફેક્શન વધારે વધી ગયુ હોય તો એન્ટી બાયોટિક દવાથી એનો ઇલાજ કરી શકાય છે. આ માટે જ્યારે પણ આ ઇન્ફેક્શન થાય ત્યારે ડોક્ટર વધુમાં પાણી પીવાની સલાહ આપે છે. પ્રવાહી વધારે પીવાથી બ્લેડરથી બેક્ટેરિયા બહાર નિકળી જાય છે. આ સિવાય લિક્વિડ ડાયટ જેવા જ્યૂસથી અને નારિયેળ પાણી વધારે પીવાથી આ તકલીફમાંથી રાહત મેળવી શકાય છે. તમને જ્યારે પણ આ તકલીફ થાય ત્યારે તરત જ સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन