Home /News /lifestyle /Holi Tips: ધુળેટી ઉજવણી કરતી વખતે જાણી લો શુ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ
Holi Tips: ધુળેટી ઉજવણી કરતી વખતે જાણી લો શુ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ
પ્રતિકાત્મક તસવીર
Holi Dhuleti Care Tips: ધુળેટીની ઉજવણી (dhuleti celebration) પરિવાર અને મિત્રો સાથે કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. જો કે કેટલાક કલબમાં ધુળેટી ઉજવણી થવાની નથી.
રંગનો ઉત્સવ (Festival of Colors) એટલે કે ધુળેટીનો પર્વ.જો કે કોરોના કારણે છેલ્લા બે વર્ષથી ઉજવી શક્યા નથી પરંતુ હવે કોરોના કેસ (corona case) ઘટી ગયા છે.અને પરિસ્થિતિ સામાન્ય બની છે. સરકારે પણ ધાર્મિક કાર્યક્રમો (Religious programs) અને લગ્નપ્રસંગે અને તહેવારોની ઉજવણી છુટછાટ આપી છે. એટલે ચાલુ વર્ષની ધુળેટીની ઉજવણી કરવા માટે લોકો ઉત્સુક છે.
ધુળેટીની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. જો કે કેટલાક કલબમાં ધુળેટી ઉજવણી થવાની નથી. પરંતુ સોસાયટીમાં ઉજવણી કરવા માટે આયોજન કરી રહ્યા છે.
તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે મજા સજા ન બને તે માટે પણ વિશેષ કાળજી રાખવી પણ જરૂરી છે. કારણ કે તહેવારોમાં 108 સેવાને ઇમરજન્સી કોલમાં વધારો થતો હોય છે.લોકોની અવર જવર રોડ પર વધુ હોય છે.તેમજ મસ્તીમાં નાની બેદરકારી સજા રૂપ બનતી હોય છે ત્યારે તકેદારી પણ વધુ રાખવી જોઈએ.ખાસ કરીને બાળકોની.ત્યારે ધુળેટીની ઉજવણીમાં પણ બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.ત્યારે જાણી લો શું કરવું જઈએ અને શું ન કરવું જોઈએ
શુ કરવુ જોઈએ?
-નુકસાન કારક કેમિકલ્સના રંગોથી આંખોને સલામત રાખવા માટે સનગ્લાસ પહેરવા -કોઈ ઈમરજન્સી બને તો 108ને કોલ કરી મેડિકલ,ફાયર અને પોલીસની મદદ લઈ શકાય -ચોખુ પાણી અને સારી ગુણવત્તાના કલરનો ઉપયોગ કરવો -વડીલોની દેખરેખ નીચે બાળકોએ હોળી રમવી જોઈએ -વાહન પર જતી વખતે સજાગ અને સલામત રહેવુ -પાણીના ફુગ્ગા અન્ય કોઈ વસ્તુના અચોક્કસ આક્રમણથી ચેતવુ
-પાણીના ફુગ્ગાને આંખ,કાન તેમજ ચેહરા પર સીધા ફેકવા નહી -બાળકને ઈંડા,કાદવ અને ગટરના દુષિત પાણી સાથે હોળી રમતા અટકાવો -ભાંગ કે નશાયુક્ત પીણુ પીધા બાદ ડ્રાઈવિંગ ના કરો -ભીની સપાટી પર દોડશો નહી -ભીના શરીરે ઈલેક્ટ્રોનિ વસ્તુનો ઉપયોગ કરવો નહી -બહારનો અને ખુલો પડેલો ખોરાક ખાવાનુ ટાળો
ઉલ્લેખનીય છે કે વાસ્તવમાં હોળીના રંગો જેટલા ખુશીમાં યાદગાર હોય છે તેટલા જ આ રંગો આંખો માટે એટલા જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યાં રંગોને કારણે આંખોમાં બળતરા, ખંજવાળ અને ઈન્ફેક્શનનો ખતરો રહે છે. તે જ સમયે, સિન્થેટિક રંગો પણ આંખોની રોશની ગુમાવવાનું કારણ બની શકે છે. તેથી જ અમે તમારી સાથે હોળી પર આંખોની સંભાળ રાખવાની કેટલીક સરળ રીતો શેર કરવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે તમારી આંખોને સુરક્ષિત રાખીને હોળીનો ભરપૂર આનંદ માણી શકો છો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર