Home /News /lifestyle /

Health: તહેવારની સિઝનમાં ફૂડ પોઇઝનિંગનું વધી જશે જોખમ, જાણો શું કરવું શું ન કરવું?

Health: તહેવારની સિઝનમાં ફૂડ પોઇઝનિંગનું વધી જશે જોખમ, જાણો શું કરવું શું ન કરવું?

તહેવારની સિઝનમાં ફૂડ પોઇઝનિંગનું વધી જશે જોખમ, જાણો શું કરવું શું ન કરવું?

food poisoning: જ્યારે શરીરમાં ગંદો અને ઝેરીલો ખોરાક અંદર જાય છે ત્યારે તે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, એ જાણવું અત્યંત જરૂરી બની જાય છે કે ફૂડ પોઈઝનિંગના લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

    પવિત્ર શ્રાવણ માસ એ તહેવારો (Janmashtami 2022) નો મહિનો છે. આ તહેવારની સિઝનમાં લોકોને બહારનું ખાવાનું વધી જતું હોય છે આ સિઝનમાં બહારની મીઠાઈઓ ખાવાથી લોકોને લૂઝ મોશન અથવા ડાયેરિયાની સમસ્યાનો સામનો કરવો પડે છે. હકીકતમાં, દર વર્ષે લાખો લોકો બહારની સંક્રમિત મીઠાઈઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગ (food poisoning) નો શિકાર બને છે. પ્રારંભિક તબક્કે તેને ઓળખવું મુશ્કેલ છે. જ્યારે આવું થાય છે, ત્યારે વધુ પડતા પેટમાં દુખાવો, ખેંચાણ, ઉલટી, ઝાડા જેવી (food poisoning symptoms) સમસ્યા થાય છે,

    જેના કારણે શરીરમાં પાણી અને મિનરલ્સની ઉણપ થાય છે. હેલ્થલાઈન અનુસાર, જ્યારે ચેપ લાગે છે, ત્યારે ઝેરી ખોરાક શરીરમાં પ્રવેશે છે, તે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે (Reasons for food poisoning) . આવી સ્થિતિમાં આપણા માટે એ જાણવું જરૂરી છે કે ફૂડ પોઈઝનિંગના લક્ષણો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

    આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે આલ્કોહોલ? શું તમે પણ આ ગેરસમજનો શિકાર થયા છો? જાણો હકીકત

    ફૂડ પોઈઝનિંગ (food poisoning symptoms)


    ફૂડ પોઈઝનિંગના પ્રથમ ત્રણ લક્ષણો પેટમાં દુખાવો, ઉબકા અને કપાળ પર વધુ પડતો પરસેવો છે. આ ત્રણ લક્ષણો એકસાથે દેખાય છે. આ પછી લૂઝ મોશન અને ઉલ્ટીની સમસ્યા શરૂ થાય છે. સામાન્ય ફ્લૂ અને ફૂડ પોઈઝનિંગ વચ્ચેનો તફાવત એ છે કે શરૂઆતમાં જ ખૂબ પરસેવો થાય છે. બીજું લક્ષણ ઝાડા અને અતિશય ગેસ છે. તમને જણાવી દઈએ કે ફ્લૂમાં ઝાડા થાય તો ગતિ પાણી જેવી હોય છે, જ્યારે ફૂડ પોઈઝનિંગમાં ગતિ ભારે હોય છે અને લોહી આવવાની સમસ્યા થઈ શકે છે.

    આટલું કરો



    •  પુષ્કળ પાણી પીવો. આમ કરવાથી તમે હાઇડ્રેટેડ રહેશો. આ માટે તમે નારિયેળ પાણી, જ્યુસ, ઈલેક્ટ્રોલાઈટ વગેરે પીતા રહો.

    • બહારના ખોરાક ખાવાનું ટાળો

    • ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી. આ બાબતમાં તમારી જાતને ક્યારેય ડોક્ટર ન સમજો.


    આ પણ વાંચો: Weight loss drink: રાત્રે સૂતા પહેલા પીવો આ ડ્રિંક, માખણની જેમ ઓગળવા લાગશે ચરબી


    • જો દુખાવામાં રાહત ન મળી રહી હોય, તો ડૉક્ટર એન્ટીટોક્સિન પણ આપી શકે છે.

    • પુષ્કળ આરામ લો, જેથી શરીર આરામ કરી શકે અને વધુ શક્તિ ગુમાવે નહીં.
      તમે હોસ્પિટલમાં એંટ્રાવેનસ ફ્લૂડ ચડાવવાની વાત પણ કરી શકો છો.

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन