Home /News /lifestyle /

Health: સાવધાન! ભૂલથી પણ ત્રણ વસ્તુઓનું સેવન દહીંની સાથે ન કરશો, નહીં તો ખરાબ તબિયતનો કરવો પડશે સામનો

Health: સાવધાન! ભૂલથી પણ ત્રણ વસ્તુઓનું સેવન દહીંની સાથે ન કરશો, નહીં તો ખરાબ તબિયતનો કરવો પડશે સામનો

સાવધાન! ભૂલથી પણ ત્રણ વસ્તુઓનું સેવન દહીંની સાથે ન કરશો, નહીં તો ખરાબ તબિયતનો કરવો પડશે સામનો

Avoid these 3 foods with Curd: દહીંનું સેવન ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ વિટામિન, કેલ્શિયમ અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમામ વસ્તુઓથી સ્વાસ્થયને ઘણો જ ફાયદો થાય છે સાથે સાથે પાચનતંત્ર પણ સુધરે છે.પરંતુ અમુક વસ્તુઓ સાથે દહીં નું સેવન કરવું સ્વાસ્થય માટે ઘણું હાનિકારક સાબિત થઈ શકે છે.

વધુ જુઓ ...
    foods to avoid with curd: આ ગરમ મૌસમમાં દહીંનું સેવન કરવું સ્વાસ્થય માટે ઘણું જ ફાયદાકારક હોય છે. દહીંનું સેવન ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ વિટામિન, કેલ્શિયમ અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમામ વસ્તુઓથી સ્વાસ્થયને ઘણો જ ફાયદો થાય છે સાથે સાથે પાચનતંત્ર પણ સુધરે છે. દહીંનો ઉપયોગ ન માત્ર ખાવામાં કરવામાં આવ છે. તેને સ્કીન કેર (Skin Care) અને વાળની સંભાળ (Hair Care) માટે પણ ઉપયોગમાં લેવાય છે. બ્યુટી કેરમાં પણ લોકો દહીંનો પુષ્કળ ઉપયોગ કરે છે. દહીંને સાવદિષ્ટ ભોજનની ગ્રેવી બનાવવામાં તેમજ રસોઈની રંગત વધારવામાં પણ તેનો ઉપયોગ થાય છે (what should not be eaten with curd ).

    આપને જણાવી દઈએ દહીંનું સેવન સ્બસ્થય માટે લાભકારી તો છે જ પરંતુ અમુક વસ્તુઓ સાથે દહીં નું સેવન કરવું સ્વાસ્થય માટે ઘણું હાનિકારક સાબિત થઈ શકે છે. ઘણી વસ્તુઓ એવી છે કે જો દહીંનું સેવન તેની સાથે કરવામાં આવે તો તેની શરીર અને સવાસ્થય પર વિપરીત અસર પડે છે. ચાલો જાણીએ આવી વસ્તુઓ વિશે.....

    આ પણ વાંચો: Breast Cancer: કેમ થાય છે બ્રેસ્ટ કેન્સર? જાણો તેનાં લક્ષણો અને કારણ

    ડુંગળી અને દહીં


    આપણાં વડીલો કહેતા કે ગરમીઓમાં ડુંગળીનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે. તેવામાં ઘણા લોકો ડુંગળી અને દહીંનું સેવન એક સાથે કરતાં હોય છે. જો તમે પણ આવા લોકો માંથી છો આપણે જણાવી દઈએ કે ડુંગળી અને દહીં બંને વિપરીત પ્રકૃતિના છે. દહીં ઠંડુ છે જ્યારે ડુંગળી ગરમ તાસીરની છે. આ બંનેનું સેવન એક સાથે કરવાથી સ્વાસ્થય પર વિપરીત અસર પડી શકે છે.

    દહીં અને માછલી


    એવું કહેવામા આવે છે માછલી ખાવાથી આંખોને લાગતી સમસ્યાઓ દૂર થઈઓ જાય છે. પરંતુ દહીં અને માછલી એક સાથે ન ખાવી જોઈએ. જો આમ કરવામાં આવે છે તો તો સ્વાસ્થય સબંધિત ગંભીર તકલીફોનો સ્મનો કરવો પડી શકે છે. બંને વસ્તુઓનું ક સાથે સેવન કરવું પેટ સબંધિત સમસ્યાઓને આમંત્રણ આપે છે.

    આ પણ વાંચો: Vastu Tip For Roti: રોટલી કેમ ક્યારેય ગણીને ન જ બનાવી જોઈએ? જાણો શું છે વાસ્તુ ટીપ્સ

    દહીં અને કેરી


    હાલ કેરીની ભરપૂર સિઝન ચાલી રહી છે. લોકો હોંશે હોંશે કેરીની લિજ્જત માણી રહ્યા છે. પરંતુ આપને જણાવી દઈએ કે કેરી અને દહીંની તાસીર એક બીજાથી વિપરીત હોવાથી બંનેનું એક સાથે સેવન કરવું સ્વાસ્થય માટે હાનિકારક થઈ શકે છે. આમ કરવાથી અપચો અને પેટ સબંધિત સમસ્યા થઈ શકે છે. દહીં અને કેરી ખાવાથી ચામડીને લાગતાં રોગો પણ થઈ શકે છે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર