Home /News /lifestyle /

Healthy diet: દહીં ખાધા બાદ આ વસ્તુનું ભૂલથી પણ ના કરો સેવન, સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

Healthy diet: દહીં ખાધા બાદ આ વસ્તુનું ભૂલથી પણ ના કરો સેવન, સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

દહીં ખાધા બાદ આ વસ્તુનું ભૂલથી પણ ના કરો સેવન

ભારતમાં ભોજનમાં દહીંનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ભોજનની સાથે દહીં અથવા છાશ શામેલ કરવાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. દહીં દિવસભરના અનેક પોષકતત્વોની શરીરમાં આપૂર્તિ કરે છે. દહીંમા પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનક્રિયાનું કામ કરે છે.

વધુ જુઓ ...
    Healthy diet: કેટલાક લોકોને દહીં વગર જમવા (curd in meal)નું ભાવતું નથી. દહીં સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય (Health) માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દહીંથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. દહીં (Curd) ખાધા બાદ જો અમુક વસ્તુનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં એલર્જી (allergy) તથા અન્ય સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને દહીં ખાધા બાદ કઈ વસ્તુનું સેવન ના કરવું જોઈએ તે અંગે જણાવવા જઈ રહ્યા છીએ.

    ભારતમાં ભોજનમાં દહીંનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ભોજનની સાથે દહીં અથવા છાશ શામેલ કરવાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. દહીં દિવસભરના અનેક પોષકતત્વોની શરીરમાં આપૂર્તિ કરે છે. દહીંમા પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનક્રિયાનું કામ કરે છે.

    આ પણ વાંચો: Monkeypox in children: બાળકોને મંકીપોક્સ સહિત આ બિમારીઓ થવાનું જોખમ, બાળકોની રાખો ખાસ સારસંભાળ

    દહીંને હેલ્ધી બેક્ટેરિયા તરીકે તૈયાર કરવામાં આવે છે, જેને લેક્ટોબેસિલસ કહેવામાં આવે છે. ઉપરાંત દહીંમાં વિટામીન બી12, વિટામીન બી2, ફોસ્ફરસ, મેગ્નીશિયમ અને પોટેશિયમ જેવા ખનિજ પદાર્થ રહેલા છે. જે વ્યક્તિને સ્વસ્થ રાખે છે.

    દહીં ખાધા બાદ આ વસ્તુનું સેવન ના કરશો


    દહીંની તાસીર ઠંડી હોય છે. આ કારણોસર દહીં ખાધા બાદ ગરમ તાસીર વાળી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઠંડી અને ગરમીની સમસ્યા થઈ શકે છે.

    દહીં ખાધા બાદ તળેલી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દહીં ખાધા બાદ તળેલા ફૂડનું સેવન કરે તો તેનાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે. પાચન પ્રક્રિયા પર પણ ખરાબ અસર થાય છે.

    દહીં ખાધા બાદ ક્યારેય પણ ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. અનેક લોકો દહીં ખાધા બાદ સલાડ તરીકે ડુંગળીનું સેવન કરે છે. આ પ્રકારે કરવાથી એલર્જી થઈ શકે છે. જેના કારણે પેટમાં દુ:ખાવો, પેટ ફૂલી જવું, ડાયેરિયા થવા, ઉલ્ટી થવી જેવી પેટની સમસ્યા થઈ શકે છે.

    દહીં ખાધા બાદ ક્યારેય પણ અથાણાનું સેવન ના કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના શરીરમાં રિએક્શન આવી શકે છે.

    આ પણ વાંચો: Blood Pressure: બ્લડ પ્રેશરના કેટલા પ્રકાર હોય છે? કઈ રીતે ઓળખવી બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ, જાણો

    દહીં ખાધા બાદ કેરી ખાવાથી સ્કિન એલર્જી થઈ શકે છે. દહીં ખાધા બાદ કેરીનું સેવન કરવાથી શરીરમાં વિષાક્ત પદાર્થ ઉત્પન્ન થવાથી સ્કિન એલર્જી થવાનું જોખમ રહે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन