જો આ વાતોનું રાખશો ધ્યાન તો નહીં પડે દવાઓની પણ જરૂર

News18 Gujarati
Updated: August 7, 2019, 12:19 PM IST
જો આ વાતોનું રાખશો ધ્યાન તો નહીં પડે દવાઓની પણ જરૂર
પ્રતિકાત્મક તસવીર

જો આપ સંપૂર્ણ સારવાર ચાહતા હો તો ફક્ત દવા કે ઔષધો પર્યાપ્ત હોતા નથી.

  • Share this:
અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

આજના સમયમાં તમામ રોગ પ્રત્યે જો ધ્યાનથી જોવામાં આવે તો તમને જણાશે કે મોટેભાગે તે ૧. સાઈકોસોમેટિક ડીસીઝ હોય છે, મતલબ કે મનની અસ્થિરતાને કારણે શરીર ઉપર જે વિપરીત અસર થાય છે તેને કારણે થતા રોગ. આ ઉપરાંત બાકીના અમુક રોગોનું કારણ ૨. જીવનચર્યા ની અનિયમિતતાને કારણે થનારા રોગો હોય છે. રોગોનું પ્રમાણ આજે પહેલા ક્યારેય પણ ન હતું તેના કરતાં ખૂબ વધારે છે જેનું કારણ આ બે મુખ્ય જ છે.

આ પણ વાંચો :  જાણો પ્રાણાયમ એટલે શું? તે કઇ રીતે કરવું જોઇએ

તમે કોઈપણ પ્રકારની પેથી અપનાવો એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, પ્રાકૃતિક ચિકિત્સા, યોગ ચિકિત્સા અથવા અન્ય કોઈપણ તેમ છતાં જો તમે આ બે કારણોનું નિવારણ નહીં કરો તો તમે ઔષધીઓ ને કારણે અથવા દવાઓ ના કારણે, ડાયટને કારણે અથવા આસન અને પ્રાણાયામના અભ્યાસને કારણે ટૂંકાગાળા માટે તો આપની સેહત સારી પ્રાપ્ત કરી લેશો, પણ થોડા સમય પછી વળી પાછા તમે માંદગીમાં પટકાશો

તો જરૂરી તે છે કે સૌથી પહેલા તમારા મનને સ્વસ્થ કરો, તમારા આહારમાં બદલાવ લાવો, તમારી જીવનચર્યા ને બદલો, જીવનમાં અનુશાસન લાવો. બિન જરૂરી તનાવથી મુક્ત રહો. કુસંગનો ત્યાગ કરો. મન હંમેશા પ્રસન્ન રહે તેવા જ વ્યક્તિઓ સાથે રહો, તેવી જ પરિસ્થિતિ માં જીવો, તેવા જ દેશમાં વિહાર કરો. યોગ્ય સમયે અનુકૂળ ભોજન કરો.


જો આપ સંપૂર્ણ સારવાર ચાહતા હો તો ફક્ત દવા કે ઔષધો પર્યાપ્ત હોતા નથી. તમારો આહાર-વિહાર, વ્યાયામ તથા પૂરતી નિંદ્રા પણ જળવાવી જોઈએ.એટલે જ આપણા વડીલોએ આપણને શીખવાડ્યું હતું કે તન - મન- ધન ત્રણેયની તંદુરસ્તી જળવાવી જોઈએ. જો કોઈ એક પણ ની તંદુરસ્તી ન જળવાય તો તેની અસર બાકીના બંને ઉપર પડે જ છે. આથી પૂર્ણ સારવાર લેવા માટે પહેલા અને પછી આ કાળજી લેવી જરૂરી છે.(મો.) ૯૪૨૮૩૫૩૬૨૩
First published: August 7, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading