#કામની વાતઃ મહિલાઓને જાતિય સુખનો મહત્તમ આનંદ આપવામાં નડતા 2 પરિબળો

શું તેમણે માણેલાં સેક્સથી મહિલા પાર્ટનરને સંતોષ થયો હશે કે નહીં?

શું તેમણે માણેલાં સેક્સથી મહિલા પાર્ટનરને સંતોષ થયો હશે કે નહીં?

 • Share this:
  #કામની વાતઃ મહિલાઓને જાતિય સુખનો મહત્તમ આનંદ આપવામાં નડતા પરિબળો કયા છે? જાણો સમસ્યાનું સમાધાન Dr. Paras Shah પાસેથી

  કેટલાંક પુરુષો બેડરૂમમાં પ્રવેશ્યા બાદ આત્મવિશ્વાસથી પૂર્ણ પુરુષમાંથી અસુરક્ષિત બાળક બની જાય છે.

  પુરુષપ્રધાન સમાજમાં એવી સામાન્ય માન્યતા પ્રવર્તતી હોય છે કે સેક્સ અંગે સ્ત્રીઓના મનમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતા કે બીક રહેલી હોય છે. જ્યારે પુરુષ માટે સેક્સ એ પોતાનું જોર બતાવવાના દ્વંદ કે રમત સમાન છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. પુરુષોને પણ સેક્સ અંગેની કેટલીક બાબતોની ચિંતા સતાવે છે.

  પોતે યોગ્ય રીતે અને સ્ત્રીને સંતોષ મળે તેવી રીતે સેક્સ કર્યું છે કે નહીં તે અંગે પુરુષો સતત વિચારે છે.

  શું તેમણે માણેલાં સેક્સથી મહિલા પાર્ટનરને સંતોષ થયો હશે કે નહીં? શું મારા લિંગનું કદ યોગ્ય છે? મારું શિશ્ન બરાબર ટટ્ટાર નહીં થાય તો શું? શિશ્ન લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં નહીં રહે તો શું થશે? જો હું મારી બેડ પાર્ટનરને યોગ્ય જાતિય સુખની ચરમસીમા સુધી નહીં લઈ જઈ શકું તો ?

  આવી અનેક પ્રકારની ચિંતાઓ પુરુષને સતાવે છે. જોકે આ બધી બાબતોમાં સર્વસામાન્ય ચિંતા પોતાની જાતિય ક્ષમતા અંગેની હોય છે. મનમાં ઉંડે ઉંડે પણ આ પ્રકારનો ભય ધરાવતા પુરુષો પોતાના સ્ત્રી સાથીને પુરતો જાતિય સંતોષ નથી આપી શક્તા એટલું જ નહીં પરંતુ તેઓ પોતે પણ સેક્સનો મહત્તમ સંતોષ માણી શકતા નથી.
  ભલે આ વાત માનવામાં ના આવે પણ, આવી ચિંતાને કારણે કેટલાંક પુરુષો બેડરૂમમાં પ્રવેશ્યા બાદ આત્મવિશ્વાસથી પૂર્ણ પુરુષમાંથી અસુરક્ષિત બાળક બની જાય છે. અસુરક્ષિતતાની આ લાગણીને વ્યક્ત કરવા તેઓ તૈયાર નથી અને સમાગમના સમયે તે તેના સ્ત્રી સાથી જેટલાં જ ચિંતિત રહે છે.

  મહિલાઓને જાતિય સુખનો મહત્તમ આનંદ આપવામાં નડતા એવા કયા પરિબળો છે?
  1- શિશ્નને લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં નહીં રાખી શકાય
  પુરુષોને સૌથી વધુ ચિંતા એ વાતની સતાવે છે કે શું તે સમાગમ દરમિયાન લાંબા સમય સુધી પોતાના લિંગને ઉત્તેજિત અવસ્થામાં રાખી શકશે કે નહી? આ ઉપરાંત વધતી ઉંમરની પણ તેના પર અસર થાય છે. જો તે આ અંગે વધુ પડતી ચિંતા કે ઉચાટ કરતો હોય તો તેનાથી તેની સમસ્યા વધારે વિકટ બને છે અને સમાગમના પ્રારંભથી જ તેને જાતિય સુખની પરાકાષ્ટા સુધી પહોંચવામાં તકલીફ થાય છે.
  2- અપરિપક્વ અથવા કવેળાએ થતા વિર્યસ્ખલનની સમસ્યા
  યોનિમાં શિશ્નપ્રવેશ સાથે જ અથવા તો તે પહેલાં જ સ્ખલન થઈ જતવાની સમસ્યા મોટાભાગના પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન અનુભવી ચુક્યા હોય છે. ત્રીજા ભાગના પુરુષો આ સમસ્યામાંથી પસાર થાય છે અને મોટાભાગના તેના ઉપાય અંગે અજાણ છે. પુરુષોમાં સમયથી પહેલાં થતાં વિર્યસ્ખલનથી મહિલાઓમાં જબરદસ્ત અસંતોષની લાગણી પેદા થાય છે. આ એક એવી શરમજનક સ્થિતિ છે જેમાંથી પસાર થવું કોઈપણ પુરુષને પાલવે તેમ નથી. સ્ત્રીના ચહેરા પરના અસંતોષ અને અણગમાના હાવભાવ જોવાની બીક ભલભલા સશક્ત અને ખડતલ પુરુષોની હવા કાઢી નાખે છે. અકાળે થતું વિર્યસ્ખલન એક વિકટ સમસ્યા છે જેનો પુરુષો કોઈને કોઈ કાળે ભોગ બને છે.
  Published by:Bansari Shah
  First published: