Home /News /lifestyle /વર્લ્ડ ઝૂનોસિસ ડે: સંક્રામક બીમારી કેવી રીતે ફેલાય છે? તેને રોકવાના ઉપાય શું? મેળવો તમામ જાણકારી
વર્લ્ડ ઝૂનોસિસ ડે: સંક્રામક બીમારી કેવી રીતે ફેલાય છે? તેને રોકવાના ઉપાય શું? મેળવો તમામ જાણકારી
6 જુલાઈના રોજ ઉજવાય છે વર્લ્ડ ઝૂનોસિસ ડે.
World Zoonoses Day 2021: ઝૂનોટિક બીમારીને નાબૂદ કરવા માટે ફ્રાંસ જીવવિજ્ઞાની લુઈ પાશ્ચર દ્વારા 6 જુલાઈ 1885ના રોજ પહેલીવાર સફળતાપૂર્વક રસીકરણ એડમિનિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: ઝૂનોટિક બીમારી (Zoonoses disease) જેમ કે, ઈબોલા, એવિયન ઈન્ફ્લુએન્ઝા અને વેસ્ટ નાઈલ વાયરસને નાબૂદ કરવા માટે સૌથી પહેલા રસીકરણ કરવામાં આવ્યું હતું. જે નિમિતે દર વર્ષે 6 જુલાઈના રોજ વર્લ્ડ ઝૂનોસિસ ડે (World Zoonoses Day) મનાવવામાં આવે છે. ઝૂનોસિસ એક સંક્રામક રોગ છે, જાનવરોમાંથી મનુષ્યોમાં ફેલાય છે. ઝૂનોટિક પેથોગન્સ બૈક્ટીરિયલ, વાયરલ અથવા પરજીવી હોઈ શકે છે. જે મનુષ્યના સીધા સંપર્કમાં આવવાથી અથવા ભોજન, પાણી અને વાતાવરણના માધ્યમથી મનુષ્યોમાં ફેલાય છે. ઊદાહરણ તરીકે કોરોના વાયરસ ચામાચીડિયાથી મનુષ્યોમાં ફેલાય છે અને સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે લોકોના સ્વાસ્થ્ય (Health) ઉપર ખૂબ જ ગંભીર અસર થઈ છે.
ઝૂનોસિસમાં એચઆઈવી, ઈબોલા અને સાલ્મોનેલોસિસ જેવી સંક્રામક બીમારીઓ શામેલ છે. ઝૂનોસિસની શરૂઆત થયા બાદ તે માનવ સ્ટ્રેઈનમાં પરિવર્તિત થઈ ગયા હતા. ઝૂનોટિક બીમારીને નાબૂદ કરવા માટે ફ્રાંસ જીવવિજ્ઞાની લુઈ પાશ્ચર દ્વારા 6 જુલાઈ 1885ના રોજ પહેલીવાર સફળતાપૂર્વક રસીકરણ એડમિનિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું. ઝૂનોટિક બીમારીઓની ગંભીરતા વિશે અને તેને રોકવા માટે જાગૃતતા લાવવા દર વર્ષે આજના દિવસે વિશ્વ ઝૂનોસ દિવસ મનાવવામાં આવે છે.
મોટાભાગે ઝૂનોટિક બીમારી ફેલાવવામાં જાનવરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે 75 ટકા નવી બીમારીઓ પશુઓથી ઉત્પન્ન થાય છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર ઝૂનોટિક બીમારી જાનવરોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જેમ કે, માંસનું સેવન કરવું અથવા પશુ ઉત્પાદનનો ઉપયોગ કરવો.
આ રોગ પાલતુ જાનવરો, માંસ માટે જે જાનવરોને પાળવામાં આવે છે તે જાનવર અને કસાઈથી ફેલાઈ શકે છે. જે જાનવરોનું ભોજન તરીક સેવન કરવામાં આવે છે તે જાનવરોમાં એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ કરવામાં આવતા તે દવાને કારણે ઝૂનોટિક પેથોગન્સ થવાની સંભાવના રહે છે.
પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ ઝૂનોટિક ડિસીઝ
ઝૂનોટિક બીમારીઓ અલગ અલગ પ્રકારની હોય છે તેથી તેને રોકવા માટેના ઈલાજ પણ અલગ અલગ પ્રકારના હોય છે. કૃષિક્ષેત્રે જાનવરોની દેખભાળ કરવા માટે દિશા નિર્દેશોનું યોગ્ય પાલન કરવામાં આવે તો ખાદ્ય જનિત ઝૂનોટિક બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.
સ્વસ્છ પીવાનું પાણી, કચરાનો યોગ્ય નિકાલ અને પાણીનું યોગ્ય રીતે સંરક્ષણ કરીને આ બીમારીને ફેલાતી રોકી શકાય છે. જાનવરોના સંપર્કમાં આવ્યા બાદ હાથ ધોવા અને સ્વચ્છતાનું યોગ્ય રીતે પાલન કરીને ઝૂનોટિક બીમારીને ફેલાતી રોકી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર