Home /News /lifestyle /

શું છે ટાઇપ-2 ડાયાબિટીસ? આ લક્ષણો દ્વારા કરી શકો છો ઓળખ

શું છે ટાઇપ-2 ડાયાબિટીસ? આ લક્ષણો દ્વારા કરી શકો છો ઓળખ

ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ તમારી ઉંમરની સાથે વધતું જાય છે. ખાસ કરીને 45 વર્ષની ઉંમર બાદ આ જોખમ વધુ રહે છે (પ્રતિકાત્મક તસવીર)

Type-2 Diabetes Symptoms - ટાઇપ-2 ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. પરંતુ વજન ઘટાડવું, હેલ્થી ખોરાક અને વ્યાયામ કરવાથી તમને આ રોગને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે

  જે રીતે શરીર શુગર (ગ્લુકોઝ)ને એનર્જી (Energy) તરીકે નિયંત્રિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે, ટાઇપ-2 ડાયાબિટીસ (Type-2 Diabetes) તેમાં આવતો અવરોધ છે. આ સ્થિતિમાં શરીરમાં શુગરનું પ્રમાણ (sugar Level) વધી જાય છે. હાઈ બ્લડ સુગર લેવલ રુધિરાભિસરણ, નર્વસ અને રોગપ્રતિકારક તંત્રની સમસ્યાઓ તરફ દોરી શકે છે. ટાઇપ-2 ડાયાબિટીસમાં (Diabetes) સામાન્ય રીતે બે આંતરસંબંધિત સમસ્યાઓ કામ કરે છે. તમારું સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન (Insulin) ઉત્પન્ન કરતું નથી અને કોષો ઇન્સ્યુલિન ઓછી માત્રામાં લે છે અને શુગરનું પ્રમાણ પણ ઘટાડી દે છે.

  ટાઇપ-2 ડાયાબિટીસને પુખ્ત વયે થતી ડાયાબિટીસ સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ બંને બાળપણ અને પુખ્તાવસ્થા દરમિયાન થઈ શકે છે. ટાઇપ-2 ડાયાબિટીસ વૃદ્ધ-પુખ્ત વયના લોકોમાં વધુ જોવા મળે છે, પરંતુ સ્થૂળતા ધરાવતા બાળકોની સંખ્યામાં વધારો થવાને કારણે યુવાન લોકોમાં ટાઇપ-2 ડાયાબિટીસના વધુ કેસો જોવા મળે છે.

  ટાઇપ-2 ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. પરંતુ વજન ઘટાડવું, હેલ્થી ખોરાક અને વ્યાયામ કરવાથી તમને આ રોગને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. જો તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે આહાર અને કસરત પર્યાપ્ત નથી, તો તમારે ડાયાબિટીસની દવાઓ અથવા ઇન્સ્યુલિન થેરેપી (Insulin Therapy)ની પણ જરૂર પડી શકે છે.

  ટાઇપ-2 ડાયાબિટીસના લક્ષણો


  ટાઇપ-2 ડાયાબિટીસના લક્ષણો (Symptoms of Type-2 Diabetes) સામાન્ય રીતે ખૂબ ધીમે-ધીમે સામે આવે છે. એટલું જ નહીં તમે ટાઇપ-2 ડાયાબિટીસ સાથે વર્ષોથી જીવી રહ્યા હોય અને તમને જાણ પણ નથી તેવું પણ બની શકે છે. પરંતુ અમુક લક્ષણો નીચે પ્રમાણે હોય છે –

  * વધુ પડતી તરસ લાગવી

  * વારંવાર પેશાબ લાગવો

  * વધારે ભૂખ લાગવી

  * વજન ઘટવું

  * થાક

  * ઝાંખી દ્રષ્ટિ

  * લાંબા સમયે ઘાવ રૂઝાવા

  * વારંવાર ઇન્ફેક્શન લાગવું

  * હાથ અથવા પગમાં નિષ્ક્રિયતા આવી જવી અથવા કળતર થવી

  * બગલ અને ગરદનમાં કાળી ત્વચા

  જો તમને ઉપર જણાવેલ પૈકી કોઇ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

  આ પણ વાંચો - શું છે ટાઇપ-1 ડાયાબિટીસ? જાણો, કેવા હોય છે તેના લક્ષણો

  આ કારણે થઇ શકે છે ટાઇપ-2 ડાયાબિટીસ


  વજન

  જો તમારું વજન વધારે છે તો તમને ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા પણ વધુ રહે છે.

  પેટ પરની ચરબી

  તમારા હિપ્સ અને જાંઘોના બદલે પેટના વિસ્તારમાં ચરબી એકત્રિત થવી. જો તમે 40 ઇંચ (101.6 સેન્ટિમીટર)થી વધુ કમર ધરાવતા પુરુષ અથવા 35 ઇંચ (88.9 સેન્ટિમીટર)થી વધુ કમર ધરાવતી સ્ત્રી હોવ તો ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

  નિષ્ક્રિય જીવનશૈલી


  તમે જેટલા ઓછા સક્રિય રહો છો તેટલું તમને જોખમ વધારે રહે છે. શારીરિક પ્રવૃત્તિ તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, ગ્લુકોઝનો ઊર્જા તરીકે ઉપયોગ કરે છે અને તમારા કોષોને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.

  વારસાગત


  જો તમારા માતાપિતા અથવા ભાઈ-બહેનને પ્રકાર 2 ડાયાબિટીસ હોય તો ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે.

  આ પણ વાંચો - જો તમારામાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ

  જાતિ અને વંશીયતા


  આ વાત હજુ સુધી સ્પષ્ટ નથી કે શા માટે અમુક જાતિઓ અને વંશીયતાના લોકો – જેમ કે બ્લેક, હિસ્પેનિક, મૂળ અમેરિકન અને એશિયન લોકો અને પેસિફિક ટાપુવાસીઓના લોકોમાં ગોરા લોકો કરતા ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધુ છે.

  બ્લડ લિપિડ લેવલ્સ


  હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) કોલેસ્ટ્રોલનું નીચું સ્તર — "સારા" કોલેસ્ટ્રોલ — અને હાઇ લેવલ ટ્રિગ્લિસરાઈડ્સ સાથે વધુ જોખમ છે.

  ઉંમર


  ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ તમારી ઉંમરની સાથે વધતું જાય છે. ખાસ કરીને 45 વર્ષની ઉંમર બાદ આ જોખમ વધુ રહે છે.

  પ્રીડાયાબિટીસ


  પ્રી-ડાયાબિટીસ એવી સ્થિતિ છે જેમાં તમારું બ્લડ સુગર લેવલ સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ ડાયાબિટીસ તરીકે દર્શાવવામાં આવે તેટલું ઊંચું નથી હોતું. જોકે, સમયસર સારવાર ન કરવામાં આવે તો પ્રિ-ડાયાબિટીસ ઘણીવાર ટાઈપ 2 ડાયાબિટીસ બને છે.

  ગર્ભાવસ્થા સંબંધિત જોખમો


  જો તમે ગર્ભવતી હોય ત્યારે તમને સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થઇ હોય અથવા તમે 4 કિલોગ્રામ કરતાં વધુ વજનવાળા બાળકને જન્મ આપ્યો હોય તો તમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધુ રહે છે.

  પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ


  પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ હોવો, જેમાં અનિયમિત માસિક, વધુ પડતા વાળની વૃદ્ધિ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ હોવી ટાઇપ-2 ડાયાબિટીસ થવાના જોખમને વધારે છે.

  શરીરના અમુક ભાગોમાં કાળા ડાઘા


  જો તમને ટાઇપ-2 ડાયાબિટીસ થાય છે તો તમારા શરીરમાં અમુક નિશ્ચિત ભાગો પર તમને ત્વચા કાળી થતી અથવા કાળા ડાઘાઓ પડતા જોવા મળી શકે છે. મોટા ભાગે ગરદન અને બગલના ભાગમાં આવી સમસ્યાઓ જોવા મળે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Health care, Health News, Health Tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन