યોગ માત્ર આસન તથા પ્રાણાયામ સુધી જ સીમિત નથી, જાણો ખરેખર અર્થમાં યોગ શું છે?

યોગ માત્ર આસન તથા પ્રાણાયામ સુધી જ સીમિત નથી, જાણો ખરેખર અર્થમાં યોગ શું છે?
મિશિગન વિશ્વ વિદ્યાલયના મનોવિજ્ઞાન અને તંત્રિકા વિજ્ઞાનના પ્રોફેસર કેન્ટ બેરિજ કહેવું છે કે તે તમામ વસ્તુઓ પર બ્રેક લગાવવી જે તમને વાસ્તવિકતામાં ખુશી આપે. જેનાથી ડોપામાઇન એક્ટિવ થાય છે. હેલ્થલાઇનમાં વધુમાં જણાવ્યું કે આમ કરતા પહેલા તમારે એ સમજવું વધુ જરૂરી છે કે ડોપામાઇન કામ કેવી રીતે કરે છે. બેરિજે જણાવ્યું કે કોઇ વસ્તુ કરવાની તીવ્ર ઇચ્છા તમને અલગ કારક તરીકે કામ કરાવે છે. ડોપામાઇન ખાલી આ તીવ્ર ઇચ્છા માટે જવાબદાર છે.

 • Share this:
  કલ્પેશભાઈ મિસ્ત્રી (ફેકલ્ટી, યોગ ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

  આજના આધુનિક યુગમાં યોગનો જોરશોરથી પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક ક્ષેત્રે ક્રાંતિકારી વિકાસ થયો છે. તેજ રીતે યોગના વિષયમાં પણ ક્રાંતિ જોવા મળી રહી છે. આ ખુબજ સારી વાત છે કે, દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. અત્યારે આપણે શહેર, નગર કે ગામના ઉદ્યાનો-બગીચામાં સવારે લટાર મારવા જઈશું તો યોગ કરતા અને યોગ કરાવતા લોકો નજરે પડશે. નગરો, મહાનગરોમાં તો યોગવાર્ગો “યોગા સ્ટુડીઓ” ના આધુનિક નામથી ધમધમી રહ્યા છે. આ પણ સારી વાત છે કે, કેટલાય લોકો યોગના નામથી આજીવિકા પણ મેળવી રહ્યા છે. આજના આ દોડધામ અને તણાવગ્રસ્ત જીવનથી દરેક વ્યક્તિ ત્રસ્ત છે અને પોતે વિકાસની આંધળી દોટમાં આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસની સાથે સાથે તેણે શારિરીક-માનસિક તથા સામાજિક વ્યાધિઓનો પણ વિકાસ કર્યો છે.  પરંતુ શું યોગના વિષયમાં આવેલી ક્રાંતિ ખરેખર માનવ મૂલ્યોને ઉજાગર કરશે? શું યોગ માત્ર આસન તથા પ્રાણાયામ સુધી જ સીમિત છે? આ આધુનિક યુગમાં યોગનું યોગા થયું વળી પાવર યોગા, એકવા યોગા, એરિયલ યોગા, હોટ યોગા, જેવી શાખાઓનો વિકાસ થયો ત્યારે શું આને યોગ ક્રાંતિ કહીશું? શું આવા યોગાભ્યાસથી માનવ મૂલ્યોનો વિકાસ થશે? લગભગ અડધી દુનીયા યોગ દિવસ ઉજવે છે વળી ભારતમાં કે જે ભૂમિ યોગની જનની કહેવાય ત્યાં તો યોગ દિવસે વર્લ્ડ રેકોર્ડ થાય છે. ત્યારે એમ થાય કે હવે કયાંય વૈમનસ્ય, જાતીવાદ, કોમવાદ કે રાષ્ટ્રવાદ જાણે ગાયબ થઇ ગયા છે. પણ આ શું બીજા જ દિવસથી હતા ત્યાંના ત્યાં! માત્ર યોગ દિવસ નહીં પરંતુ વર્ષ દરમ્યાન યોગ વર્ગો –યોગશિબીરો તો ધમધોકાર ચાલ્યા જ કરે છે. તેમ છતાં સમાજમાં વૈમનસ્ય,રાગ-દ્વેષ, લોભ, મોહ, હિંસા તો એમના એમ જ છે. ચાલો સમજયા કે ઉપરોક્ત માનસિકતા કદાચ મનુષ્ય જન્મની સાથે જ લઈને આવ્યો છે. તો એ આટલું જલ્દી બદલી ન શકાય પરંતુ વ્યકિત પોતાના પરિવાર, સમાજ કે રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજો જેવીકે પુત્રની માતા પિતા તરફની ફરજો, ભાતૃ ભાવના, અનૈતિકતા, વ્યભિચાર વળી સામાન્ય માનવ હિતમાં હોય તેવા કાયદાનું પાલન ન કરવું,રાષ્ટ્રની સંપતિને નુકશાન પહોંચાડવું શું આ યોગઅભ્યાસ યોગ્ય છે શું આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ?

  મને લાગે છે કે આપણે યોગના પથ પરથી ભ્રમિત થઇ ગયા છીએ. જે પથ આપણા આર્ષ દ્રષ્ટા ઋષીમુનીઓએ આપણને ચીંધ્યો છે. આપણને આ અલૌકિક ભ્રમ્હપ્રાપ્તિનું સાધન યોગ વારસામાં મળ્યો છે. પરંતુ આપણે તેનું યોગ્ય જતન નથી કરી રહ્યા. જેનો ઉદ્દેશ્ય માત્ર આસનો કે શ્વાચ્છોશ્વાસનો વ્યાયામ નથી કે જ્યાં આસન અભ્યાસ સરકસનાં દાવ કે લોકોની વાહ વાહી લૂંટવાનો અભ્યાસ નથી. તો હવે પ્રશ્ન એ થાય કે યોગ ખરે ખર શું છે? આ પ્રશ્નના જવાબ માટે આપણે પ્રાચીન યુગમાં ડોકિયુ કરવું પડશે.

  યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વરસો છે. આપણા શાસ્ત્રો વેદ, ઉપનિષદ, પુરાણ, રામાયણ, મહાભારત, ગીતા, શ્રીમદ્ ભાગવત વગેરેમાં યોગનો ઉલ્લેખ જોવા મળે છે, તે મુજબ યોગ માત્ર આસન-પ્રાણાયામ નથી. ઉપરોક્ત શાસ્ત્રો તથા અન્ય યોગ શાસ્ત્રોમાં યોગની જે વ્યાખ્યાઓ છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ખરે ખર યોગ શું છે. જેમકે ગીતામાં શ્રી કૃષ્ણ એ કહ્યું,

  (૧) गः|| योगः कर्मषु कौशलम् || “યોગ એટલે કર્મમાં કુશળતા” એટલેકે વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમ્યાન કરવાના થતા કર્મો રાગ-દ્વેષ,લોભ-મોહ થી મુક્ત રહી કરવા તે કુશળતા. આપણા કોઈપણ કર્મથી રાષ્ટ્ર, સમાજ કે કોઈ પ્રાણી માત્રને હાની ન થાય તેના માટે સંપૂર્ણ જાગૃત રહી કર્મો કરવા, શું આજે આપણે આવા કર્મો કરીએ છીએ?

  આ પણ વાંચો : coronavirus: મહામારી કોરોનાના જાણો આ લક્ષણ, રાખો આટલી સતર્કતા તો નહીં લાગે ચેપ

  (૨) || समत्वं योगमुच्यते || “યોગ એટલે સમતા” આજે આપણું વર્તન વ્યક્તિએ વ્યક્તિએ તથા પરિસ્થિતિ અનુસાર બદલાય છે, જે યોગની આ વ્યાખ્યાથી વિપરિત છે. જયારે રામચંદ્રને રાજગાદીને બદલે ચૌદ વર્ષ વનવાસ મળ્યો ત્યારે તેમની માનસિક અવસ્થા તથા વર્તનમાં સહેજ પણ ફર્ક નહોતો જણાયો, તેમનું મન એટલુજ પ્રસન્ન હતું જેટલું રાજા બનવાની ખુશીમાં હતું. તદુપરાંત વનવાસ દરમ્યાન જે ઘટનાઓ ઘટી તેમાં પણ પોતાના વચન તથા સિધ્ધાંતો પર અડગ રહ્યા આ સમતા છે.

  શું આજે યોગના આટલા પ્રચાર પ્રસાર પછી આપણે આવું વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શક્યા છીએ ?

  મહર્ષિ પતંજલિએ કહ્યું || योगश्चितवृतिः निरोधः || “યોગ એટલે ચિત્ત વૃત્તિઓનો નિરોધ” ચિત્તમાં ઉત્પન્ન થતા સારા ખોટા વિચારો ધ્વારા આપણું વ્યક્તિત્વ પ્રેરાય છે. આજના યોગ અભ્યાસથી ચિત્તમાં ઉદભવતા વિચારોનો નિરોધ તો ઠીક પણ તે વિચારોની નકારાત્મકતા ને કેટલા અંશે દૂર કરી શક્યા છીએ.


  મિત્રો યોગએ જીવન શૈલી છે. તમારું તમારા પરિવાર કે સમાજ સાથે સૌહાર્દ પૂર્ણ વર્તન યોગ છે. આપણે આસન-પ્રાણાયામ કરીએ અને દિવસ દરમ્યાન વ્યવસાય કે પરિવારમાં સત્યનું પાલન ન કરીએ, દ્વેષપૂર્ણ વર્તન કરીએ, નાની નાની વાતોમા ગુસ્સો કરીએ તો આ યોગ અભ્યાસ યોગ્ય દિશામાં નથી થઇ રહ્યો. યોગ એ જીવન જીવવાની કળા શીખવે છે, એ દરેક ક્ષેત્રે સંકલન સાધવાનું શીખવે છે. આપણા વિચાર,વાણી અને વર્તનમાં સંકલન નથી તો સામાજિક ક્ષેત્રે ક્યાંથી આવે,ખરે ખર યોગ અભ્યાસ તો વ્યક્તિનાં વ્યક્તિત્વના વિકાસ અને સંકલનનો અભ્યાસ છે. જેના માટે મહર્ષિ પતંજલિ પ્રણિત અષ્ટાંગ યોગનો અભ્યાસ સહાયક સાબિત થશે, જે વ્યક્તિત્વનો વિકાસ કરી યોગના પરમ લક્ષ્ય આત્મસાક્ષાત્કાર તરફ લઇ જવાનો અભ્યાસ છે.

  આ પણ વાંચો : Coronavirus સામે લડત : આ આયુર્વેદિક ઉપાયો અપનાવીને રોગપ્રતિકારક શક્તિ વધારો

  આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:April 11, 2020, 15:48 pm

  ટૉપ ન્યૂઝ