પૂજાનું શ્રીફળ વધેરતા બગડેલું નીકળે, તો તે શુભ ગણવું કે અશુભ?

કોઈ પણ પૂજામાં શ્રીફળ વધેરતી વખતે બગડેલું નીકળે તો તે શુભ ગણાય કે અશુભ? સમજવું કે ભગવાનએ આપ્યો છે આ સંકેત

News18 Gujarati
Updated: May 26, 2019, 3:55 PM IST
પૂજાનું શ્રીફળ વધેરતા બગડેલું નીકળે, તો તે શુભ ગણવું કે અશુભ?
કોઈ પણ પૂજામાં શ્રીફળ વધેરતી વખતે બગડેલું નીકળે તો તે શુભ ગણાય કે અશુભ? સમજવું કે ભગવાનએ આપ્યો છે આ સંકેત
News18 Gujarati
Updated: May 26, 2019, 3:55 PM IST
આપણા હિંદુ ધર્મમાં શ્રીફળનું ઘણું મહત્વ છે. કોઈ પણ પૂજા હોય શ્રીફળ વગર તે અધૂરી જ હોય છે. દરેક નવું કાર્ય શ્રીફળ વધેરીને શરૂ કરવું હિંદુ ધર્મની પંરપરા પણ છે અને તેને ઘણું શુભ પણ મનાય છે. કોઈ કાર્યને પાર પાડવા માટે બાધા રાખી હોય ત્યારે પણ શ્રીફળ વધેરવામાં આવે છે. હા પણ, એમ પણ માનવામાં આવે છે કે મહિલાઓએ શ્રીફળ ન વધેરવું જોઈએ. તો, ચાલો આજે જાણીએ શ્રીફળ સાથે જોડાયેલી એવી જ કેટલીક રસપ્રદ વાત..

ક્યારેક એવું બનતું હોય છે કે, શ્રીફળ જ્યારે વધેરીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે છે. અને ત્યારે આપણને પહેલા તો દુકાનદાર પર ગુસ્સો આવે છે. અને તેના કારણે પછી મનમાં ખચકાટ પણ થાય કે આ કંઈક અશુભ થઈ ગયું. મનમાં વારંવાર એવું થયા કરે કે ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે, આવા કેટલાય વિચારોથી દુખી થઈ જવાય છે. પરંતુ શ્રીફળનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી. જાણો, શ્રીફળ ખરાબ નીકળે તે કેવી રીતે લાભકારી ગણાય?

આ 3 બીમારીઓમાં દર્દીનો જીવ લઈ શકે છે કાચી ડુંગળી..

શ્રીફળને લક્ષ્મીજીનું પ્રતિક ગણાય છે. તેમની પૂજામાં નાળિયેરનું સવિશેષ મહત્વ છે. પણ જો પૂજામાં રખાયેલું શ્રીફળ ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે. પરંતુ જો શ્રીફળ ખરાબ નીકળે તો તે શુભ કહેવાય છે. ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે.

હાથથી જમવાના ફાયદા: ન કરશો ચમચી-કાંટાનો ઉપયોગ

શ્રીફળ વધેર્યા પછી તે અંદરથી ખરાબ નીકળે, તો તેને તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત માનવામાં આવે છે. આમ થવાનો અર્થ છે કે, ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આથી તે અંદરથી સંપૂર્ણ રીતે સૂકાઈ ગયું છે. એટલું જ નહીં, એ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે. આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે.
Loading...

ઝટપટ ઘટાડવી જ છે મેદસ્વિતા? તો રોજ ગટગટાવી જાવ 1 કપ આ ટેસ્ટી ચીજ

અને જો વળી, નારિયેળ સારું નીકળે તો તેને લોકોમાં પ્રસાદી તરીકે વહેંચી દેવું શુભ મનાય છે. તેથી હવે પછી જ્યારે પણ પૂજા માટે નાળિયેર લાવો અને તેને વધેરતી વખતે તે ખરાબ નીકળે તો દુઃખી થવાને બદલે તેમાં ભગવાનનો કોઈ સારો જ સંકેત રહેલો જે તેમ માની ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં.

કબજિયાત બની ગયો છે માથાનો દુખાવો, તો આ રીતે મેળવો રાહત
First published: May 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...