કસોટી-2 માં શું થશે હવે અનુરાગ અને પ્રેરણાની સાથે?

News18 Gujarati
Updated: September 12, 2019, 2:43 PM IST
કસોટી-2 માં શું થશે હવે અનુરાગ અને પ્રેરણાની સાથે?
કસોટી ઝીંદગી કી-2 માં શું થશે હવે આવનાર દિવસોમાં? જાણો એક ક્લિકમાં

કસોટી ઝીંદગી કી-2 માં શું થશે હવે આવનાર દિવસોમાં? જાણો એક ક્લિકમાં

  • Share this:
એકતા કપૂરનો શૉ- કસોટી ઝીંદગી કી-2 એ ફરી એક વખત રસપ્રદ ટર્નિંગ પર જતો દેખાઈ રહ્યો છે. પ્રેરણા અને અનુરાગને સાથે જાવા ઈચ્છતા ફેન્સને હંમેશા એ એક વાતની આતુરતા રહે છે કે, તે બંને ફરી એક થઈ જાય. ત્યાં જ Mr. Bajaj નામ પડતા જ ફેન્સના ચહેરા ઉતરી જતા દેખાય છે.

ત્યારે જ હાલ આ સીરિયલમાં અનુરાગના ફરી એક વખત થયેલા અકસ્માતનો ટ્રેક બતાવવવામાં આવી રહ્યો છે. અને આ અકસ્માત બીજા કોઈના કરણે નહીં પરંતુ બજાજના કારણે થયેલ છે. વાત જાણે એમ છે કે બજાજની ગાડીની સ્પીડ વધારે હોય છે અને એમાં જ તેની ગાડીથી રસ્તા પરથી પસાર થતા અનુરાગને ટક્કર વાગી જાય છે. આ ટક્કર મારીને બજાજ અનુરાગને હૉસ્પિટલ લઈ જવાની જગ્યાએ તે સ્થળ છોડીને ભાગી જાય છે. અને આ ઘટના વખતે પ્રેરણાની બહેન શીવી ત્યાં જ હોય છે. આ ટક્કર એટલી જોરદાર હોય છે કે શીવી અનુરાગને હૉસ્પિટલ પહોંચાડે છે.

ડૉક્ટર અનુસાર અનુરાગને માથામાં ગંભીર ઈજા થયેલ હોવાથી ICU માં દાખલ કરે છે. અને તેને બચાવવા પ્રયાસો કરે છે.

હવે ડૉક્ટરોનું એવું કહેવું છે કે અનુરાગની હાલત ગંભીર હોવાથી તેની કોઈ નજીકની વ્યક્તિને બોલાવવી પડશે. જો તે અનુરાગની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતું રહેશે તો અનુરાગ તબીયત સુધરી શકે છે, નહીંતર તે કૉમામાં પણ જઈ શકે છે.
આ વાત સાંભળીને પછી છેલ્લે શિવાની પ્રેરણાને ફોન કરીને આ વાત જણાવે છે. અને તેને હૉસ્પિટલ આવવા માટે કહે છે.

આ વાત સાંભળી પ્રેરણા બજાજને વાત કરે છે. બજાજ પણ પ્રેરણાને પોતે ત્યાં લી જવા તૈયાર થઈ જાય છે.ત્યાં જ બજાજની માસી બજાજ અને પ્રેરણા વચ્ચે તિરાડ લાવવા બીમાર પડવાનું નાટક કરે છે. ત્યારે બજાજ સમજદારી બતાવી પ્રેરણાને અનુરાગ પાસે જવા માટે કહે છે અને પોતે માસીનું ધ્યાન રાખશે તેમ કહી પ્રેરણાનો સાથ આપે છે. અને પ્રેરણા હૉસ્પિટલ પહોંચી જાય છે.

પીરિયડ્સ દરમિયાન વપરાતાં મેન્સ્ટ્રુઅલ કપને આ રીતે પહેરવામાં આવે છે

પ્રેરણા અનુરાગના રૂમમાં જઈને તેને ઉઠવા માટે કહે છે અને ખૂબ જ રડે છે. આ જોઈને અનુરાગની તબીયતમાં સુધાર આવતો જણાય છે, અને તે ડૉક્ટરને બોલાવે છે. હવે આગળ જોવાનું એ રહેશે કે ડૉક્ટરોનું અનુરાગની તબીયતને લઈને શું કહેવું છે....
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर