Home /News /lifestyle /

Importance of iodine: આયોડિન શરીર માટે ફાયદાકારક છે, આ 5 ખોરાકથી દૂર કરો તેની ઉણપ

Importance of iodine: આયોડિન શરીર માટે ફાયદાકારક છે, આ 5 ખોરાકથી દૂર કરો તેની ઉણપ

આ 5 ખોરાકથી દૂર કરો આયોડિનની ઉણપ

Iodine rich diet: આયોડિનથી ભરપૂર ખોરાક ખાવો એ શરીર માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ ઘણા લોકો આ પોષક તત્વોની ઉણપથી પીડાય છે. ચાલો જાણીએ ક્યા એવા ખોરાક છે જેમાં આયોડીનની માત્રા જોવા મળે છે.

    Iodine rich diet: આજના સમયમાં ઘણા લોકોમાં આયોડીનની ઉણપ જોવા મળી રહી છે. જો આ સ્થિતિને સમયસર ઠીક કરવામાં ન આવે તો મગજને નુકસાન થવાનું જોખમ વધી શકે છે. આટલું જ નહીં તે મગજ પર પણ અસર કરી શકે છે (symptoms of iodine deficiency). આ અસરો પણ સુધારી શકાતી નથી. આયોડિન થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર છે. પુખ્ત વયના લોકોમાં આ હોર્મોનની ઉણપને કારણે, માનસિક ધુમ્મસ અને નબળી વિચારસરણી જેવી સમસ્યાઓ જોવા મળે છે. માત્ર યોગ્ય ખોરાક ખાવાથી પણ તમે આયોડિનની ઉણપને પૂરી કરી શકો છો. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ ખાવાથી આયોડીનની ઉણપ પૂરી થઈ શકે છે.

    ક્યાથી મળશે આયોડિન? (source of iodine)


    દરિયાઈ નીંદણ (sea weeds)


    સ્ટાઈલક્રેસ મુજબ, એક ગ્રામ સીવીડમાં લગભગ 16 થી 2984 એમસીજી આયોડિન મળી શકે છે. શરીરમાં આયોડિનનું પ્રમાણ વધારવા માટે આ એક શ્રેષ્ઠ ખોરાક છે.

    આ પણ વાંચો: Loose Motion Home Remedy: વારંવાર જો પેટ થાય છે ખરાબ તો અપનાવો આ એકદમ સરળ ઘરેલુ ઉપાય

    દૂધ


    દૂધમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ આયોડિન પણ હોય છે. એક કપ દૂધમાં લગભગ 56 mcg આયોડિન જોવા મળે છે. દૂધનું સેવન કરવાથી શરીરમાં આયોડીનની માત્રા પણ વધારી શકાય છે. માતાના દૂધમાં પણ આયોડિન હોય છે, જે બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

    આ પણ વાંચો: લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે છે ખુબ ફાયદાકારક, પરંતુ કેટલીક ભૂલો કરવાથી બચવું છે જરૂરી

    આયોડાઇઝ્ડ મીઠું


    1.5 ગ્રામ આયોડાઇઝ્ડ મીઠામાં 71 એમસીજી આયોડિન હોય છે. મીઠામાં આયોડીનની હાજરીને કારણે તેને ખોરાકમાં પૂરતી માત્રામાં સામેલ કરવી જોઈએ.

    દરિયાઈ ખોરાક (Sea Food)


    તેના ત્રણ ગ્રામમાં 35 એમસીજી આયોડિન જોવા મળે છે. સી ફૂડમાં આયોડિન સારી માત્રામાં હોય છે, પરંતુ તે શેલની સાથે જ લેવું જોઈએ, કારણ કે તેના શેલમાં આયોડિન પણ ઘણું જોવા મળે છે.

    આ પણ વાંચો: Women health: શું પ્રથમ વખતના સંભોગ સમયે પીડા થશે? લગ્ન પહેલા દરેક યુવતીએ ગાયનેકોલોજિસ્ટને પૂછવા જોઈએ આ સવાલ

    મેક્રોની


    એક કપ બાફેલા મેક્રોનીમાં  27 એમસીજી આયોડિન ધરાવે છે, જે શરીરની દૈનિક જરૂરિયાતો માટે પૂરતો છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन