Home /News /lifestyle /Iron Intake: જાણો, શરીરને દૈનિક કેટલી માત્રામાં આયર્નની જરૂર પડે છે?

Iron Intake: જાણો, શરીરને દૈનિક કેટલી માત્રામાં આયર્નની જરૂર પડે છે?

એક વ્યક્તિને રોજીંદુ કેટલાં આર્યનની જરૂર પડે

Healthy Food: હીમોગ્લોબિનને કારણે શરીરના તમામ અંગોમાં ઓક્સિજનની આપૂર્તિ થાય છે. એનીમિયાને કારણે શરીરમાં અનેક બાબતોની ઊણપ વર્તાવા લાગે છે અને શરીર નબળું પડવા લાગે છે

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર રિપ્રોડક્ટીવના સમયમાં સમગ્ર વિશ્વની એક તૃતિયાંશ મહિલાઓ એનીમિયા (Anemia) નો શિકાર છે. આંકડાઓ અનુસાર 40 ટકા ગર્ભવતી મહિલાઓ એનેમિક (Anemic) છે. 5 વર્ષથી ઓછી ઉંમરના 40 ટકા બાળકો એનીમિયાથી પીડાઈ રહી છે. સમગ્ર વિશ્વમાં કરોડો લોકો આ બિમારીથી પીડાઈ રહ્યા છે. મોટાભાગના લોકોને ખબર જ હોતી નથી કે, તેઓ એનીમિયાથી પીડાઈ રહ્યા છે. એનીમિયાની બિમારીમાં શરીરમાં લોહીની ઊણપ વર્તાવા લાગે છે અને લોહીમાં આયર્નની કમી થઈ જાય છે. રેડ બ્લડ કાઉન્ટ (RBC) માં હીમોગ્લોબિન (Hemoglobin)ની કમી થઈ જાય છે.

    હીમોગ્લોબિનને કારણે શરીરના તમામ અંગોમાં ઓક્સિજનની આપૂર્તિ થાય છે. એનીમિયાને કારણે શરીરમાં અનેક બાબતોની ઊણપ વર્તાવા લાગે છે અને શરીર નબળું પડવા લાગે છે. પીડિત વ્યક્તિ કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનનો સરળતાથી શિકાર થઈ જાય છે. શરીરને દૈનિક કેટલા આયર્નની જરૂર હોય છે, તે અંગે અનેક લોકો ધ્યાન આપતા નથી. દૈનિક કેટલા આયર્નની જરૂર હોય છે તે અંગે જાણકારી મળી રહે તો શરીરમાં આયર્નની કમીને સરળતાથી પૂરી કરી શકાય છે.

    આ પણ વાંચો-Yoga Pose: Kareena Kapoorની જેમ 'HIT અને FIT' રહેવા માંગો છો? તો દરરોજ કરો આ સિક્રેટ યોગાસન

    એનીમિયાના લક્ષણો

    થાક અને નબળાઈ
    ત્વચાનો રંગ બદલાઈ જવો
    શ્વાસ લેવામાં તકલીફ થવી
    માથામાં દુખાવો થવો
    હાર્ટબીટ ફાસ્ટ થવી
    છાતીમાં દુખાવો થવો
    હાથ પગ ઠંડા પડી જવા
    નખ બદલાઈ જવા
    વાળ ખરવા
    મોઢામાં છાલા પડવા
    માટી અને બરફ ખાવાની ઈચ્છા થવી
    ગળામાં ખરાશ થવી અને જીભમાં સોજો આવવો
    પલંગમાં પગ હલાવવાની ઈચ્છા થવી

    આ પણ વાંચો-Weight Loss Tips: આ 10 ફૂડ સડસડાટ ઉતારશે વજન, આજે જ કરો ડાયટમાં સામેલ

    દૈનિક કેટલા આયર્નની જરૂર છે

    ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર દૈનિક કેટલા આયર્નની જરૂર છે તે વ્યક્તિની ઉંમર, લિંગ અને ઓવરઓલ હેલ્થ પર નિર્ભર કરે છે. નવજાત શિશુઓને વયસ્કની સરખામણીએ વધુ આયર્નની જરૂર છે. 4થી 8 વર્ષના બાળકોને દૈનિક 4થી 8 મિલીગ્રામની જરૂર હોય છે. 9થી 13 વર્ષના બાળકોને દૈનિક 8 મિલીગ્રામની જરૂર હોય છે. પુરુષોની સરખામણીએ એડલ્ટ મહિલાઓને બમણા કરતા પણ વધુ આયર્નની જરૂર હોય છે. 19થી 50 વર્ષની મહિલાઓને દૈનિક 19 મિલીગ્રામ આયર્નની જરૂર હોય છે. 19થી 50 વર્ષના પુરુષોને દૈનિક માત્ર 8 મિલીગ્રામ આયર્નની જરૂર હોય છે. ગર્ભવતી મહિલાઓને દૈનિક 27 મિલીગ્રામ આયર્નની જરૂર હોય છે.

    આયર્નની માત્રા કેવી રીતે વધારી શકાય

    ભોજનમાં આયર્નયુક્ત આહાર શામેલ કરીને આયર્નની કમીને પૂરી કરી શકાય છે. આયર્નની કમી પૂર્ણ કરવા માટે મટન, માછલી, ચીકન તથા આહારનું સેવન કરવું જોઈએ. આયર્નની કમી પૂરી કરવા માટે શાકાહારી ભોજનમાં છોલે, મસૂરની દાળ, બીન્સ, પાલક, લીલા વટાણા, કોબીજ, સ્પ્રાઉટ્સ, અનાજ તથા આયર્નથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Food for health, Good Food, Haelth Tips, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन