Home /News /lifestyle /

Health News: સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીમાં શું છે અંતર, જાણો તેના કારણો અને લક્ષણો

Health News: સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીમાં શું છે અંતર, જાણો તેના કારણો અને લક્ષણો

સ્ટ્રેસ એક ગંભીર માનસિક બિમારી છે. (તસવીર- shutterstoc)

મોટાભાગના લોકો પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક તો સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીનો સામનો કરે જ છે. જોકે આ દરમ્યાન મોટાભાગના લોકોને એ વાતની જાણ હોતી નથી કે આ સ્ટ્રેસ અથવા એંગ્ઝાઈટી છે. સ્ટ્રેસ (stress) અને ગભરામણ (anxiety) વચ્ચે ખૂબ ઓછો ફરક છે.

વધુ જુઓ ...
Stress and anxiety: મોટાભાગના લોકો પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક તો સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીનો સામનો કરે જ છે. જોકે આ દરમ્યાન મોટાભાગના લોકોને એ વાતની જાણ હોતી નથી કે આ સ્ટ્રેસ અથવા એંગ્ઝાઈટી છે. સ્ટ્રેસ (stress) અને ગભરામણ (anxiety) વચ્ચે ખૂબ ઓછો ફરક છે. આ બન્ને ગંભીર માનસિક (mental) અને શારિરીક (physical) તકલીફ છે. બન્નેને કારણે ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને વિવિધ અનુભવો થાય છે. સામાન્ય રીતે બન્નેમાં કોઈ અંતર નથી દેખાતો પણ ડોક્ટર દ્વારા તપાસથી બન્ને વચ્ચેનો અંતર જોઈ શકાય છે. કેટલાક બાહ્ય લક્ષણોને આધારે આપણે એ વાતનો અંદાજ લગાવી શકીએ કે આ સ્ટ્રેસ છે કે એંગ્ઝાઈટી. જો કે વિવિધ લોકોમાં આના લક્ષણો જુદા જુદા હોય છે.

સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીના લક્ષણ

હેલ્થ લાઈનના મત મુજબ સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીના લક્ષણો નીચે જણાવેલ છે-

પેટમાં દુખાવો,
મસલ્સમાં તણાવ,
ઝડપથી શ્વાસ લેવો
વધુ ધબકારા
પરસેવો આવવો
ધ્રુજારી
ચક્કર આવવા
વારંવાર પેશાબ
ભુખમાં ફેરફાર
ઉંધવામાં તકલીફ
ડાયરિયા
થાક

સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીના કારણો

સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીના કારણો જુદા જુદા લોકોમાં અલગ અલગ હોય છે. પણ કેટલાક એવા સામાન્ય કારણો છે જે બહારથી જોઈ શકાય છે.

ભવિષ્યને લઈને નકારાત્મક ભાવના
વધારે પેનિક થવું અને નકારાત્મકતામાં જીવવું
કોન્સન્ટ્રેટ ન કરી શકવું
ચિડિયાપણું
બેચેની
અધીરાઈ
ગંભીર કેસમાં ડિસોર્ડરની સમસ્યા

આ પણ વાંચો: Health news: શિયાળામાં શરીરને ગરમ રાખે છે મરચા, જાણો બીજા અનેક ફાયદાઓ

આ સામાન્ય કારણો સિવાય પણ જ્યારે વાત ગંભીર હોય તો સ્ટ્રેસ અને એંગ્ઝાઈટી થઈ જાય છે. એંગ્ઝાઈટી ડિસઓર્ડર થવા પર દર્દીઓ કારણ વિનાની ચિંતાઓ કરે છે, અન્ય લોકોને મળતા અને તેમની સામે જતા ખચકાય છે. અન્ય લોકો સાથે વાત કરતા તેઓ ડરે છે. આવા દર્દીઓને અનરિયાલિસ્ટિક ચિંતાઓ સતાવે છે. જેમ કે લિફ્ટમાં જઈશું તો પાછા બહાર નહીં નિકળી શકીએ, કોઈ વખત બસ સાફ સફાઈ જ કર્યા કરવી, વારંવાર વસ્તુઓને સરખી કરવી વગેરે જેવી વસ્તુઓ તેમની ટેવ બની જાય છે. તેમને બીક રહ્યા કરે છે કે કોઈ તેમને મારી નાંખશે. તે ખાલી બેઠી બેઠી જુની વાતો યાદ કરી નિરાશ થયા કરે છે.

આ પણ વાંચો: તમારું હાસ્ય જણાવી શકે છે તમારી સાંસ્કૃતિક ઓળખ - સ્ટડી

ફિઝીકલ કારણો

કેટલાક શારિરીક કારણોથી પણ એંગ્ઝાઈટી થઈ શકે છે. જેમ કે થાયરોઈડથી પિડાતા દર્દી, અસ્થમા, ડાયાબિટીસ અને હ્રદય રોગના દર્દીઓ તેમાં સપડાઈ જાય છે. ડિપ્રેશનથી પિડીત લોકો પણ એંગ્ઝાઈટીનો શિકાર થઈ જતા હોય છે. આ સિવાય નશાને કારણે સાથે કેટલાક પર્સનાલિટી ડિસઓર્ડરને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. આવામાં વ્યક્તિને લાગવા લાગે છે કે તે જે કરે છે તેમાં તે એક જ પરફેક્ટ છે બીજું કોઈ વ્યક્તિ તેને નહીં કરી શકે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Good Health, Lifestyle, Stress

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन