Heart Attack vs Heart Failure: હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર વચ્ચે શું છે તફાવત? નિષ્ણાંતોએ દૂર કરી કેટલીક માન્યતાઓ
Heart Attack vs Heart Failure: હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર વચ્ચે શું છે તફાવત? નિષ્ણાંતોએ દૂર કરી કેટલીક માન્યતાઓ
હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર વચ્ચે શું છે તફાવત? નિષ્ણાંતોએ દૂર કરી કેટલીક માન્યતાઓ (પ્રતિકાત્મક ફોટો Shutterstock)
Heart Attack vs Heart Failure: ઘણા લોકો માને છે કે હાર્ટ ફેલ્યોર અચાનક અને કોઈપણ લાક્ષણિક સંકેતો વગર થઇ શકે છે. આ અંગે નિષ્ણાંતે હાર્ટ એટેક સાથે સંબધિત કેટલાક લક્ષણો જણાવ્યા હતા. જેમાં મોટાભાગે શ્વાસ લેવાની તકલીફ, સોજો, પગની ઘૂંટીમાં અને પેટમાં સોજો, થાક અને ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (cardiovascular diseases) દર વર્ષે અંદાજિત 17.9 મિલિયન લોકોનો જીવ (Death) લે છે, કોરોનાવાયરસ(Covid-19) સામેના બે વર્ષના સંઘર્ષ પછી પણ વિશ્વભરમાં તે મૃત્યુનું મુખ્ય કારણ છે. કોવિડ -19ને પગલે હાર્ટ ફેલ્યર (Heart Failure) જેવી હૃદયની બિમારીઓના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં યુવાનોમાં પણ તેની અસર વધી રહી છે અને અનેક લોકોના મોત પણ થઇ રહ્યા છે. તેથી આ સ્થિતિથી સારી રીતે વાકેફ થવાની જરૂરિયાતને સમજીને, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈની કાર્ડિયાક સાયન્સિસના ડિરેક્ટર ડો. જમશેદ દલાલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં કેટલીક સામાન્ય માન્યતાઓ પરથી પર્દાફાશ કર્યો હતો.
ડબ્લ્યુએચઓ (WHO)એ માહિતી આપી હતી કે, મોટા ભાગના કાર્ડિયોવાસ્ક્યુલર રોગોને જોખમી પરિબળોની સારવાર કરીને અટકાવી શકાય છે, પરંતુ શક્ય તેટલી વહેલી તકે તેમને શોધી કાઢવા અત્યંત જરૂરી છે. આવા જોખમ સામે આવતા જ સ્વાસ્થ્ય સ્થિતિ વિશે ખૂબ જાગૃત રહેવું આવશ્યક બની જાય છે.
ડો. જમશેદે હાર્ટ ફેલ્યોરની વિગતો આપીને સમજાવ્યું કે તે હાર્ટ એટેકથી કેવી રીતે અલગ છે. ડો. જમશેદે જણાવ્યું કે, હાર્ટ ફેલ્યર હાર્ટ એટેકથી એકદમ અલગ છે. હાર્ટ ફેલ્યર ત્યારે ગણાય છે, જ્યારે હ્યદય શરીરની જરૂરિયાતના પ્રમાણમાં લોહીને પમ્પ કરી શકતું નથી. તેમણે ઉમેર્યું હતું કે હૃદયની નિષ્ફળતાનો એક અન્ય પ્રકાર પણ છે, "જ્યારે હૃદયના સ્નાયુઓ અકડાઇ જાય છે અને તેમને પૂરતો આરામ મળી શકતો નથી." ત્યારે આ સમાન લક્ષણો અને હાર્ટ ફેલ્યર જેવી ક્લિનિકલ સમસ્યાઓ તરફ દોરી જાય છે.
હાર્ટ એટેક વિશે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, જ્યારે હૃદયને લોહીની સપ્લાયમાં બ્લોકેજ આવે છે તો આ હાર્ટ એટેકનું કારણ બને છે. ડો. જમશેદે હાર્ટ ફેલ્યોર સંબંધિત કેટલીક સામાન્ય માન્યતાઓને પણ નકારી કાઢી હતી. હાર્ટ ફેલ્યોર માત્ર વૃદ્ધોમાં જ થઈ શકે છે તેવી સૌથી સામાન્ય માન્યતા અંગે તેમણે જણાવ્યું હતું કે, 55 વર્ષ કે તેથી વધુ વય જૂથના લોકોમાં તે વધુ સામાન્ય હોવા છતાં આ રોગ હાલના સમયમાં યુવા વસ્તીને પણ વધુને વધુ ભરખી રહ્યો છે."
બીજી તરફ ઘણા લોકો માને છે કે હાર્ટ ફેલ્યોર અચાનક અને કોઈપણ લાક્ષણિક સંકેતો વગર થઇ શકે છે. આ અંગે નિષ્ણાંતે હાર્ટ એટેક સાથે સંબધિત કેટલાક લક્ષણો જણાવ્યા હતા. જેમાં મોટાભાગે શ્વાસ લેવાની તકલીફ, સોજો, પગની ઘૂંટીમાં અને પેટમાં સોજો, થાક અને ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, "હાર્ટ ફેલ્યોર અચાનક જ થઈ શકે છે."
હાર્ટ ફેલ્યરને નિયંત્રિત કરી શકાય છે કે નહીં તે અંગે વાત કરતાં ડો. જમશેદે કહ્યું હતું કે તે "જીવનનો અંત" નથી, તેથી કોઈએ એવું ન વિચારવું જોઈએ કે તેની સારવાર કરી શકાતી નથી. નિષ્ણાતે ઉમેર્યું હતું કે, "હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ પણ એક વિકલ્પ છે, તાજેતરમાં માર્કેટ લોન્ચ કરવામાં આવેલી ઘણી દવાઓ પણ હૃદયની નિષ્ફળતાને રોકવામાં અને જીવ બચાવવા મહત્વી સાબિત થઇ રહી છે." અંતે ડો. જમશેદે એમ પણ કહ્યું કેં જીવનશૈલીમાં કેટલાક ફેરફારો અને તંદુરસ્ત જીવન જીવવું એ પણ એક ચાવીરૂપ બાબત છે.
હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, સ્વાસ્થ્ય, નિષ્ણાંત, વિશ્વ આરોગ્ય સંસ્થા,
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર