Home /News /lifestyle /Sinus: સાઈનસ એટલે શું? શા માટે ન કરવું નજરઅંદાજ? અહીં જાણો બધી માહિતી
Sinus: સાઈનસ એટલે શું? શા માટે ન કરવું નજરઅંદાજ? અહીં જાણો બધી માહિતી
સાઇનસ (Sinus) માં લોકોને માથાનો દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાં ખંજવાળ જેવી અલગ અલગ સમસ્યાનો અનુભવ થાય છે (પ્રતિકાત્મક તસવીર - shutterstock)
sinus infection - સાઇનસમાં લોકોને માથાનો દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાં ખંજવાળ જેવી અલગ અલગ સમસ્યાનો અનુભવ થાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સાઇનસ નાકનો રોગ છે
આજકાલ ખરાબ જીવનશૈલી (Lifestyle) અને ખાનપાનની આદતોને કારણે લોકો અનેક રોગોથી ઘેરાયેલા હોય છે. આ જ રોગમાં એક છે સાઇનસ. સાઇનસ (Sinus) માં લોકોને માથાનો દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાં ખંજવાળ જેવી અલગ અલગ સમસ્યાનો અનુભવ થાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સાઇનસ નાકનો રોગ છે. આયુર્વેદમાં તેને પ્રતિશ્યાય તરીકે ઓળખવામાં આવે છે. નાક બંધ થવું, માથાનો દુ:ખાવો, અડધા માથામાં તીવ્ર દુ:ખાવો, નાક વહેવું જેવા લક્ષણો શિયાળાની ઋતુમાં જોવા મળે છે. તેનાથી હળવો તાવ આવે છે, આંખોમાં અથવા બંને બાજુની પાંપણો પર દુ:ખાવો થવો, તણાવ, ડિપ્રેશન તેમજ ચહેરા પર સોજો આવવો, નાક અને ગળામાં કફ જમા થવો જેવી તકલીફો પડી શકે છે. આ રોગથી પીડિત વ્યક્તિ ધૂળ અને ધુમાડો સહન કરી શકતો નથી. સાઇનસ (sinus infection)લાંબા ગાળે અસ્થમા કે તેના જેવા ગંભીર રોગોમાં પણ ફેરવાઈ શકે છે.
સાઇનસના કારણે નાક બંધ થઈ જાય છે અને નાકમાં કફ વહે છે. ભારતીય તજજ્ઞો સુશ્રુત અને ચરકના મતે, ઉપચાર ન કરવાથી તમામ પ્રકારના સાઇનસ રોગો ગંભીર પરિણામ આપી શકે છે. સામાન્ય માન્યતા એ છે કે આ રોગમાં નાકની અંદરનું હાડકું વધે છે અથવા ત્રાંસુ થઈ જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં અવરોધ આવે છે. જોકે, હકીકતમાં સાઇનસનો ચેપ લાગે ત્યારે સાઇનસની પટલમાં સોજો આવે છે. જેના કારણે સાઇનસમાં હવાને બદલે પસ અથવા મ્યુકસ વગેરે ભરાઈ જાય છે. પરિણામે સાઇનસ બંધ થઈ જાય છે. આના કારણે કપાળ, ગાલ પર ઉપરના જડબામાં દુ:ખાવો થાય છે.
સાઇનસના પ્રકાર
સાઈનસ સામાન્ય રીતે 4 પ્રકારના હોય છે.
એક્યુટ સાઇનસ - આ સામાન્ય સાઇનસ છે. જેને ઇન્ફેક્શન સાઇનસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્યુટ સાઇનસ મુખ્યત્વે વ્યક્તિ અમુક પ્રકારના વાયરસ અથવા બેક્ટેરિયાના સંપર્કમાં આવે ત્યારે થાય છે.
ક્રોનિક સાઇનસ - આ તકલીફ થાય ત્યારે નસકોરાની આસપાસના કોષો સૂજી જાય છે. જેને ક્રોનિક સાઇનસ કહેવાય છે. આવુ થાય ત્યારે નાક સૂજી જાય છે અને તેની સાથે વ્યક્તિ પીડા અનુભવે છે.
ડેવીએટેડ સાઇનસ- સાઇનસ નાકના એક ભાગ પર હોય ત્યારે તેને ડેવિએટેડ સાઇનસ તરીકે ઓળખવામાં આવે છે. આવું થાય ત્યારે નાક ભરાઈ જાય છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
હે સાઇનસ - હે સાઇનસને એલર્જીક સાઇનસ પણ કહી શકાય છે. આ સાઇનસ મુખ્યત્વે ધૂળના રજકણ, પાલતુ પ્રાણીઓ વગેરેથી એલર્જી હોય તેવા લોકોને થાય છે.
એલર્જી : સાઈનસ મુખ્યત્વે કોઈપણ પ્રકારની એલર્જી હોય તેવી વ્યક્તિને થઈ શકે છે. આ કારણોસર વ્યક્તિએ સમયાંતરે તેની એલર્જીની તપાસ કરાવવી જોઈએ.
રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી: જો કોઈ વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેને સાઈનસની સમસ્યા થઈ શકે છે.
નાકની અસામાન્ય સંરચના: વ્યક્તિના નાકની રચના અસામાન્ય હોય ત્યારે પણ સાઈનસનો ખતરો રહે છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ આ સમસ્યાની સારવાર માટે ડૉક્ટર પાસે જાય ત્યારે તે કિસ્સામાં ડૉક્ટર તેના નાકનો એક્સ-રે કરે છે. આવું દર્દીના નાકની સંરચના જાણવા થાય છે.
ફેમિલી હિસ્ટ્રી- અન્ય સમસ્યાઓની જેમ સાઇનસ પણ ફેમિલી હસ્ટ્રી કારણે થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિના પરિવારમાં અન્ય કોઈને સાઇનસ હોય તો તેને આ રોગ થવાની શક્યતા વધુ હોય છે.
માઈગ્રેનથી પીડિત- માઈગ્રેનથી પીડિત વ્યક્તિને પણ સાઈનસ થઈ શકે છે. તેથી માઈગ્રેનથી પીડિત વ્યક્તિએ તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ.
શા માટે સાઈનસ ખતરનાક છે?
કોઈપણ રોગની અવગણના કરવાથી વ્યક્તિ માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાઇનસના સંદર્ભમાં પણ આ વાત સાચી છે. કારણ કે જો સાઇનસ ઇન્ફેક્શનની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે ઘણા જોખમો તરફ દોરી શકે છે.
સાઈનસના જોખમ
મગજમાં સાઇનસનો ફેલાવો - સાઈનસ અસાધ્ય હોય તો તે શરીરના અન્ય ભાગોમાં (ખાસ કરીને મગજ) ફેલાઈ શકે છે. જોકે, આવી સ્થિતિમાં મગજની સર્જરી જ એકમાત્ર વિકલ્પ બચે છે.
આંખનો ચેપ - જો સાઇનસની સમયસર સારવાર ન કરવામાં આવે તો આંખમાં ઇન્ફેક્શન થઈ શકે છે. આવી સ્થિતિમાં આંખના ડૉક્ટરની જરૂર પડે છે.
મગજને નુકસાન- આ સમસ્યાથી પીડિત વ્યક્તિ સમયસર તેની સારવાર ન કરાવે, તો તે મગજને નુકસાન અથવા બ્રેઇન ફાઇલરનું કારણ બની શકે છે. તેથી કોઈપણ વ્યક્તિએ સાઈનસ અવગણના કરવી જોઈએ નહીં અને યોગ્ય સમયે તેનો ઉપચાર કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર