Home /News /lifestyle /Sinus Symptoms: શું છે સાઇનસ? આ લક્ષણોને ક્યારેક ન કરશો નજરઅંદાજ

Sinus Symptoms: શું છે સાઇનસ? આ લક્ષણોને ક્યારેક ન કરશો નજરઅંદાજ

સાઇનસમાં નાકમાં અવરોધ આવે છે, સાથે જ નાકમાં કફ વગેરેનો પ્રવાહ વધુ પડતો હોય છે (પ્રતિકાત્મક તસવીર - shutterstock)

Sinus Symptoms: સાઇનસનું સૌથી સામાન્ય કારણ શરદી છે, જેના કારણે તમારું નાક સતત વહેતું રહે છે અથવા તો બંધ થઇ જાય છે. જેથી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે

  સાઇનસ (Sinus)નાકનો એક રોગ છે, આયુર્વેદમાં તેને પ્રતિશ્યામ નામથી ઓળખવામાં આવે છે. ઠંડીની ઋતુમાં નાક બંધ થઇ જવું, માથામાં દુખાવો થવો, માથાના અડધા ભાગમાં તીવ્ર દુખાવો, નાકમાંથી પાણી નીકળવું વગેરે સાઇનસમાં લક્ષણો (sinus symptoms)છે. આ ઉપરાંત હળવો તાવ, આંખની ઉપરના ભાગમાં દુખાવો થવો, તણાવ, નિરાશાની સાથે ચહેરા પર સોજો આવી જાય છે. સાઇનસથી પીડિત દર્દીના ગળામાં અને નાકમાં કફ જામી જાય છે. દર્દીઓ ધૂળ અને ધૂમાડો સહન કરી શકતા નથી. સાઇનસ જ આગળ જતા અસ્થમા, દમ જેવી ગંભીર બીમારીઓમાં પરીણમે છે.

  શું છે સાઇનસ?


  સાઇનસમાં નાકમાં અવરોધ આવે છે, સાથે જ નાકમાં કફ વગેરેનો પ્રવાહ વધુ પડતો હોય છે. ભારતીય વૈજ્ઞાનિકો સુશ્રુત અને ચરકના મતે, સારવાર ન કરવાના કારણે, તમામ પ્રકારના સાઇનસ રોગો થાય છે અને ગંભીર રોગમાં ફેરવાય છે. હકીકતમાં, જ્યારે સાઇનસ થાય છે, ત્યારે સાઇનસ પટલમાં સોજો આવે છે. સોજાના કારણે સાઇનસમાં હવાને બદલે પરુ કે લાળ ભરાય છે, જેના કારણે સાઇનસ બંધ થઇ જાય છે. જેના કારણે, કપાળ પર, ગાલ પર ઉપલા જડબામાં દુખાવો થાય છે.

  સાઇનસ થવાના કારણો


  જેમ આધુનિક મેડિકલ સાયન્સે સાઇનસાઇટિસના બે પ્રકાર ગણ્યા છે, ક્રોનિક અને એક્યુટ. આયુર્વેદમાં પ્રતિષ્યાયને નવ પ્રતિષ્યાય 'એક્યુટ સાઇનસાઇટિસ' અને પકવ પ્રતિષ્યાય 'ક્રોનિક સાઇનસાઇટિસ' તરીકે ઓળખવામાં આવે છે. સાઇનસ થવા માટે નીચેના કારણો જવાબદાર હોઇ શકે છે.

  શરદી


  સાઇનસનું સૌથી સામાન્ય કારણ શરદી છે, જેના કારણે તમારું નાક સતત વહેતું રહે છે અથવા તો બંધ થઇ જાય છે. જેથી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શરદી ખૂબ જ ચેપી હોય છે. જો તમને વારંવાર શરદી થાય છે તો સાઇનસ થવાનો ખતરો પણ વધી જાય છે.

  પ્રદૂષણ


  પ્રદૂષણના કારણે પણ સાઇનસની સમસ્યા થઇ શકે છે. ધૂળના કણો, સ્મોગ અને દૂષિત હવાના કારણે આવા પ્રદૂષિત વિસ્તારમાં રહેતા લોકોને સાઇનસ થવાની શક્યતા વધી જાય છે. આ હાનિકારક કણ સીધા આપણા શ્વાસ દ્વારા શ્વાસ નળી પર હુમલો કરે છે. જેથી ધીમે-ધીમે શરદી, નાક વહેવું જેવી સમસ્યાઓ થાય છે.

  આ પણ વાંચો - સાઈનસ એટલે શું? શા માટે ન કરવું નજરઅંદાજ? અહીં જાણો બધી માહિતી

  એલર્જી


  નાકની એલર્જી હવામાનને કારણે પણ થઈ શકે છે. શિયાળામાં દુખાવો, અવાજમાં ફરી જવો, માથાનો દુખાવો વગેરે સામાન્ય છે, પરંતુ તમારે તેને હળવાશથી ન લેવા જોઈએ. આ જ લક્ષણો સાથે સાઇનસને આમંત્રણ આપે છે.

  નાકનું હાડકું વધવું


  નાકનું હાડકું વધવાથી પણ સાઇનસની સમસ્યા થાય છે. હકીકતમાં, બાળપણ અથવા કિશોરાવસ્થામાં નાક પર ઇજા અથવા દબાણને કારણે નાકનું હાડકું એક તરફ વળે છે, જેના કારણે નાકનો આકાર વાંકોચૂંકો દેખાય છે. હાડકાના આ વળાંક નસકોરાને અસર કરે છે, જેથી સાઇનસની સમસ્યા થઇ શકે છે.

  અસ્થમા


  અસ્થમાનો દર્દી યોગ્ય રીતે શ્વાસ લઈ શકતો નથી, જેના માટે તેને સ્પેસરની જરૂર પડે છે. આ પરિસ્થિતિઓમાં, દર્દીને સાઇનસની સમસ્યા થવાની શક્યતા વધુ હોય છે.

  સાઇનસના લક્ષણો


  માથાનો દુખાવો


  સાઇનસનું સૌથી સામાન્ય લક્ષણ માથાનો દુખાવો છે. શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે વધુ જોર લગાવવું પડે છે અને તેથી જ માથાનો દુખાવો થાય છે. કારણ કે તેનાથી તમારા માથા અને નસો પર દબાણ પડે છે.

  તાવ અને ગભરાટ


  દર્દીને તાવ પણ આવી શકે છે અને ગભરાટ પણ થાય છે. જોકે, જરૂરી નથી કે સાઇનસ હોય ત્યારે જ તાવ આવે.

  અવાજ બદલવો


  સાઇનસના કારણે નાકમાંથી પ્રવાહી નીકળતું રહે છે અને દુખાવો થાય છે. જેની અસર તમારા અવાજ પર પડે છે. આ દરમિયાન તમારો અવાજ સામાન્ય કરતા થોડો અલગ, ભારે અને ધીમો થઇ જાય છે.

  આંખોની ઉપર દુખાવો


  સાઇનસ કેવિટીઝ તમારી આંખોની ઉપર પણ થાય છે, જ્યાં સોજાના કારણે દુખાવો થાય છે. આ લક્ષણથી પણ થમે સાઇનસની ઓળખ કરી શકો છો.

  સૂંઘવાની શક્તિ નબળી પડવી


  હોલો પોર્સમાં અવરોધને કારણે સૂંઘવાની ક્ષમતા પર અસર થાય છે. આ સ્થિતિમાં નાક બંધ થઈ જાય છે અને સોજાને કારણે ઈન્દ્રિયો યોગ્ય રીતે પોતાનું કામ કરી શકતી નથી. તેથી કોઈપણ વસ્તુને સૂંઘવાની સામાન્ય ક્ષમતામાં ઘટે છે.

  દાંતમાં દુખાવો


  સાઇનસ ઇન્ફેક્શનથી પણ તમારા દાંતમાં દુખાવો થઇ શકે છે. કારણ કે સાઇનસના પોલાણમાં જે પ્રવાહી બને છે તે મેક્સિલરી સાઇનસ (નાકની નજીકના છિદ્રો)ની નજીકના ઉપરના દાંત પર દબાણ લાવે છે. જેથી તમને દાંતમાં દુખાવો થાય છે.

  થાક


  ચિકિત્સકોનું માનવું છે કે જો તીવ્ર શરદીની સાથે માથાનો દુખાવો, ઊંઘ ન આવવી, નાક વારંવાર બંધ થવું અને થાક લાગવો જેવી સમસ્યા થાય છે તો આ લક્ષણો સાઇનસના છે.

  ઉધરસ


  ગંભીર ઉધરસને પણ સાઇનસનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. ગળું અને ફેફસાં સાઇનસથી પ્રભાવિત થાય છે, જેના કારણે દર્દી ઉધરસ માટે સંવેદનશીલ બને છે. તેથી, આ લક્ષણોને હળવાશથી ન લો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Health Tips, Lifestyle, Lifestyle News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन