Self Love: પોતાની જાતને પણ પ્રેમ કરવો જરૂરી છે, જાણી લો 'સેલ્ફલવ' વધારવાની કેટલીક ટીપ્સ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Self Love tips: અહીં ખુદને પ્રેમ કરવાની અને હંમેશા ખુશ રહેવાની તથા પોઝિટીવ રહેવાની ટીપ્સ જણાવવામાં આવી છે. આ ટીપ્સને ફોલો કરીને તમે ખુશ રહી શકો છો.

  • Share this:
નવી દિલ્હી: ઘણા લોકો અન્ય વ્યક્તિઓ પાસેથી પ્રેમ (Love) મેળવવાની ઈચ્છા રાખે છે. અન્ય પાસેથી પ્રેમ મેળવવાની ઈચ્છા ખોટી નથી, પરંતુ તેની પહેલા તમારે ખુદને પ્રેમ (Self Love) કરવો પડશે. તમે ખુદને પ્રેમ કરશો ત્યાર પછી જ કોઈ તમને પ્રેમ કરી શકશે. અનેક વ્યક્તિઓ વિચારે છે કે ખુદ કરતા અન્ય વ્યક્તિઓને પ્રેમ કરવો સરળ છે અને આ વાત એકદમ સાચી છે. પરંતુ બીજાની નજરમાં સારા બનવાના પ્રયત્ન કરવામાં આપણે અનેક કેરેક્ટર એકસાથે જીવવા લાગીએ છીએ. આ પરિસ્થિતિમાં આપણા મનમાં ખુદ પ્રત્યે ઘૃણા થવા લાગે છે, અવારનવાર વિચાર આવવા લાગે છે. આ કારણોસર આપણે પોતાની જ કમીઓ જોવા લાગીએ છીએ અને આપણા મનમાં પોતાના પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય છે. અહીં ખુદને પ્રેમ કરવાની અને હંમેશા ખુશ રહેવાની તથા પોઝિટીવ રહેવાની ટીપ્સ જણાવવામાં આવી છે. આ ટીપ્સને ફોલો કરીને તમે ખુશ રહી શકો છો.

પોતાને જાણવાની કોશિશ કરો

ઘણીવાર આપણને પોતાને જ ખબર હોતી નથી કે આપણી પસંદ અને ઈચ્છાઓ શું છે. આપણને પોતાને જ ખબર હોતી નથી કે જીવનમાં આપણે શું કરવા ઈચ્છીએ છીએ. સૌથી પહેલા તમે પોતાને ઓળખવાની કોશિશ કરો અને તમારી પસંદ તથા નાપસંદ શું છે તે જાણવાની કોશિશ કરો.

આ પણ વાંચો: હોમ લોન લેવા માંગતા લોકો માટે ખાસ સમાચાર: આ બેંકો આપી રહી છે 7%થી ઓછા દરે હોમ લોન

ના બોલતા શીખો

જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિ આવે છે, જેમાં ‘ના’ બોલવું જરૂરી હોય છે, તે પરિસ્થિતિમાં તમારે ‘ના’ બોલતા શીખવું જોઈએ. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે કોઈને કંઈપણ વાતનું ખોટુ ન લાગી જાય. આ પરિસ્થિતિમાં આપણે દરેક બાબતનો સ્વીકાર કરવા લાગીએ છીએ. આ પરિસ્થિતિમાં તમારે ‘ના’ બોલતા શીખવું જોઈએ.

સરખામણી ક્યારેય ન કરશો

ક્યારેય પણ આપણે પોતાની તુલના અન્ય વ્યક્તિ સાથે ન કરવી જોઈએ. દરેક વ્યક્તિનું જીવન, પરિસ્થિતિ અને વેલ્યુ અલગ અલગ હોય છે. આ કારણોસર ક્યારેય પણ અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી ન કરવી જોઈએ.



તમારી આવડત વિશે જાણવાની કોશિશ કરો

હંમેશા આપણા વિશે ખરાબ અને ખોટી વાતો સાંભળીને આપણે પોતાની સારી બાબતોને ભૂલવા લાગીએ છીએ. આ પરિસ્થિતિમાં આપણે પોતાની આવડતને ઓળખીને અન્ય લોકો સામે રજૂ કરવી જોઈએ.

ખુદને ટ્રીટ કરો

જો તમે ક્યારેક સારુ કામ કરો તો આપણે પોતાને ટ્રીટ જરૂરથી આપવી જોઈએ. આ પ્રકારે કરવાથી તમે હંમેશા ખુશ રહેતા શીખશો. નાની-નાની સફળતાઓ પ્રાપ્ત કરવા પર આપણે પોતાને ટ્રીટ આપવી જોઈએ.

આ પણ વાંચો: Income Tax Returns: તમારી આવક ટેક્સેબલ ન હોવા છતાં ફાઇલ કરો ઈન્કમ ટેક્સ રિટર્ન, થશે આ 6 ફાયદા

પોતાને માફ કરતા શીખો

જો ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય તો તે વાતને ભૂલીને આગળ વધવું જોઈએ. તે ભૂલ અંગે જીવનભર પસ્તાવો ન કરવો જોઈએ.

દરેક વ્યક્તિ આપણને પસંદ કરતી નથી તે વાતનો હંમેશા સ્વીકાર કરો

તમે દરેક વ્યક્તિને ખુશ રાખી શકતા નથી, આ વાતનો સ્વીકાર કરતા તમારે શીખવું જોઈએ. જો તમે એવું વિચારો છો કે તમે દરેક વ્યક્તિને ખુશ રાખવા ઈચ્છો છો તો તે બિલકુલ પણ શક્ય નથી. આ પરિસ્થિતિમાં તમારી ખુશી ગાયબ થઈ શકે છે.

જીવનમાં મોજ મસ્તી જરૂરી છે

જીવનમાં કરિયર અને સેલરીની સાથે સાથે મોજ મસ્તી પણ જરૂરી છે. તેથી જીવનમાં મોજ મસ્તી પણ કરવી જોઈએ. તમને જે કંઈપણ પસંદ છે તે માટે તમારે સમય કાઢવો જોઈએ અને ખુશ રહેવું જોઈએ.

આ પણ વાંચો: કેટલા રૂપિયાનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? રકમ નક્કી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી?- જાણો તમામ 

તમારી સફળતાને યાદ રાખો

અત્યાર સુધી તમે જે પણ સફળતા મેળવી છે તેને એક જગ્યા પર લખીને નોટ કરી રાખો અથવા તે બાબતોને ફ્રેમમાં સજાવીને રાખો. આ જોઈને તમે ખૂબ જ ખુશ રહેશો અને તમને સારુ પણ લાગશે.

પોતાનું ધ્યાન રાખો

તમારુ શરીર અને તમારુ માઈન્ડ તમારા મહત્વપૂર્ણ સાથી છે. આ મહત્વપૂર્ણ સાથીનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ.
First published: