જાણો પ્રાણાયમ એટલે શું? તે કઇ રીતે કરવું જોઇએ

News18 Gujarati
Updated: July 30, 2019, 2:57 PM IST
જાણો પ્રાણાયમ એટલે શું? તે કઇ રીતે કરવું જોઇએ
પ્રતિકાત્મક તસવીર

પ્રાણાયામના નામે કરાવાતી જેટલી પણ ક્રિયાઓ કે જેમાં પ્રાણનું જીવન શક્તિનું ઉલટુ ગમન થાય તે બધી જ ક્રિયાઓ પ્રાણાયમ તરીકે ગણી શકાય.

  • Share this:
અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

પ્રાણાયામ પતંજલી મુનિ વર્ણિત અષ્ટાંગયોગનું ચોથું અંગ અથવા પગથિયું છે. પ્રાણાયામનો અભ્યાસ સર્વસ્વીકૃત છે. પરંતુ આપણે ખરેખર પ્રાણાયામ શું છે, તેનું સ્વરૂપ શું છે, અને તે કેવી રીતે કરવું જોઈએ તે જાણવું જોઈએ. જેથી પ્રાણાયામનો મહત્તમ લાભ મેળવી શકીએ.

હરેક યોગી પોત-પોતાની સમજ અનુસાર પ્રાણાયામનો અભ્યાસ કરતો હોય છે. આ કારણે જ પ્રાણાયામનાં અભ્યાસમાં ભૂલો થવાની શક્યતા પણ ઘણી બધી રહેલી છે. યોગનાં ગ્રંથોમાં પ્રાણાયામને કુંભકનાં નામથી ઓળખવામાં આવે છે. પ્રાણાયામ શબ્દ બે શબ્દોનો બનેલો છે પ્રાણ તથા આયામ. પ્રાણ એટલે જીવન શક્તિ કે જેને કારણે આપણે જીવિત‌ છીએ. આયામ એટલે વિસ્તાર કરવો. આમ, પ્રાણાયામનો અર્થ એવો નીકળે છે કે આપણી જીવન શક્તિનો વિસ્તાર કરવો.

પણ ઘણા લોકો આ અર્થને ઠીક માનતા નથી. તેઓ કહે છે કે પ્રાણાયામ શબ્દ "પ્રાણની એક વિશેષ ક્રિયા" ની સંજ્ઞાનાં રૂપમાં છે. શબ્દ આયામમાં "આ"નો અર્થ થાય છે ઉલટુ અને "યામ" નો અર્થ થાય છે ગમન. આથી આયામ નો અર્થ થાય છે "ઉલટુ ગમન કરવું". આમ પ્રાણનો - જીવન શક્તિનો ઉલટુ ગમન કરવું એટલે પ્રાણાયામ. પ્રાણના ઉલ્ટા ગમનની વિશેષ ક્રિયા એટલે પ્રાણાયમ.


હવે આ વ્યાખ્યા ઉપરથી ખ્યાલ આવશે કે પ્રાણાયામના નામે કરાવાતી જેટલી પણ ક્રિયાઓ કે જેમાં પ્રાણનું જીવન શક્તિનું ઉલટુ ગમન થાય તે બધી જ ક્રિયાઓ પ્રાણાયમ તરીકે ગણી શકાય. પરંતુ જો પ્રાણનું જીવન શક્તિનું ઉલટુ ગમન ન થતી હોય તો તેને પ્રાણાયમ તરીકે ન ગણી શકાય.

આ પણ વાંચો : 'રોગ' શું છે ? તે કેવી રીતે પેદા થાય છે ?"પ્રાણ નું જીવન શક્તિનું ઉલટુ ગમન" થવાથી તાત્પર્ય કુંડલીની જાગરણ થવું કે જેની ગતિ નીચેથી ઉપર તરફ જાય છે. કે જેને ઉધ્વગતિ હોય છે. આ પ્રાણાયમ કરવાથી પ્રાપ્ત થતું પરીણામ છે.

શ્વાસ દ્વારા કરવામાં આવતી કોઈ પણ ક્રિયા ને પ્રાણાયમ ના કહી શકાય. આપની જીવની શક્તિનું શ્વાસ- પ્રશ્વાસની જે ક્રિયાથી ઉધ્વ ગમન થાય તે જ પ્રાણાયમ.


આ રીતે સમજનાર સમજી જશે કે રોજનું અમુક મિનિટનું કરવામાં આવેલું પ્રાણાયમ અભ્યાસ તે કોઈ ખાસ લાભદાયી નીવડતો નથી. પ્રાણાયમનો અભ્યાસ નિયમબદ્ધ રીતે, પદ્ધતિસર કરવો જોઈએ. હકીકતમાં પ્રાણાયમને જોઈએ તેવું ગંભીરતાથી લેવામાં આવ્યું નથી. નહીં તો પ્રાણાયમનો અભ્યાસ આસનના અભ્યાસ કરતાં પણ ખૂબ જલ્દી લાભદાયી નીવડી શકે તેમ છે.

આ પણ વાંચો : જાણો શું ખાવાથી પ્રોટીન મળશે, આપણા શરીર માટે આટલું જરૂરી કેમ છે ?

હવે વાચકને તે પણ સ્પષ્ટ થઈ ચૂકયું હશે કે પ્રાણાયામ પ્રાણનું વિજ્ઞાન છે નહીં કે હવા - ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આદીનું વિજ્ઞાન. શ્વાસ તથા પ્રશ્વાસ શરીર દ્વારા થનારી એક ક્રિયા છે કે જે પ્રાણનું કર્મ છે, સ્વયં પ્રાણ નહીં. પ્રાણ મતલબ જીવની શક્તિ. પ્રાણાયામ દ્વારા જે કરવાનું છે તે આ જીવની શક્તિનો વિસ્તાર કરવાનો છે. (M) 9428353623
First published: July 30, 2019
વધુ વાંચો
अगली ख़बर