Healthy Diet: પ્લાન્ટ બેઝ્ડ ફૂડનું સેવન કરવાથી હ્રદય સંબંધિત બિમારીથી મળે છે રાહત

પ્રતિકાત્મક તસવીર

what is plant based diet: આ સ્ટડી લગભગ 30 વર્ષ સુધી કરવામાં આવી હતી. સ્ટડીના પરિણામનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે, નાની ઉંમરથી પ્લાન્ટ બેઝ્ડ ફૂડનું સેવન કરવાથી મોટી ઉંમરે હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.

  • Share this:
Study On Plant Based Diet: આજકાલની લાઈફ ખૂબ જ બિઝી થઈ ગઈ છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે. આજના સમયમાં મોટાભાગના લોકો હૃદય સંબંધિત બિમારીઓથી પરેશાન થઈ રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર વિશ્વભરમાંથી 1.13 અરબ લોકો હાઈપરટેન્શન (Hypertension)ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમાંથી બે તૃતિયાંશ લોકો ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે.

ગરીબ દેશમાં અનેક લોકો હૃદય સંબંધિત બિમારીઓનો સામનો કરી રહ્યા છે. લાઈફસ્ટાઈલમાં સુધારો કરીને અનેક સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. એક નવી સ્ટડીમાં આ બાબત પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિએશન (Journal of the American Heart Association) માં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્લાન્ટ બેઝ્ડ ફૂડ (Plant based foods)નું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.

30 વર્ષ સુધી સ્ટડી કરવામાં આવી
આ સ્ટડી લગભગ 30 વર્ષ સુધી કરવામાં આવી હતી. સ્ટડીના પરિણામનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે, નાની ઉંમરથી પ્લાન્ટ બેઝ્ડ ફૂડનું સેવન કરવાથી મોટી ઉંમરે હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. અન્ય સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પ્લાન્ટ બેઝ્ડ ફૂડનું સેવન કરવાથી શરીરમાં કોલસ્ટ્રોલ (Cholesterol) નું સ્તર ઓછું થઈ જાય છે. પ્લાન્ટ બેઝ્ડ ફૂડને પોર્ટફોલિયો ડાયટ (Portfolio Diet) સાથે જોડવામાં આવી રહ્યો છે. જેનાથી મહિલાઓમાં મેનોપોઝ બાદ હૃદય સંબંધિત બિમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

ડાયટમાં આ વસ્તુઓ જરૂરથી શામેલ કરવી જોઈએ
અમેરિકન હાર્ટ એસોસિએશન (The American Heart Association )એ લોકોને સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયટ લેવાની સલાહ આપી છે. હેલ્ધી ડાયટમાં અનેક પ્રકારના ફળ અને શાકભાજી, આખું અનાજ, લો ફેટ ડેરી પ્રોડક્ટ, સ્કિનલેસ પોલ્ટ્રી અને માછલી, બદામ વગેરે શામેલ છે. તે ઉપરાંત હેલ્ધી ડાયટમાં સુગર, મીઠું, સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, રેડ મીટ, મિઠાઈ વગેરેનું સીમિત માત્રામાં સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સ્ટડીના પ્રમુખ લેખક અને મિનિસોટા યુનિવર્સિટી (University of Minnesota) ના યૂનિ ચોઈ (Yuni Choi)એ જણાવ્યું કે, સ્ટડીમાં કોઈ એક વિશેષ ફૂડ પર ફોકસ કરવામાં આવતું હતું. આ સ્ટડીમાં 30 વર્ષના ડેટા લેવામાં આવ્યા છે અને તેમાં ડાયટ પ્લાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

શિક્ષિત વ્યક્તિઓમાં હેલ્ધી ફૂડ લેવાની પ્રવૃત્તિ
આ સ્ટડીમાં 4946 એડલ્ટને શામેલ કરવામાં આવ્યા. તેમના ડાયટ પ્લાન પર 1985-86થી નજર રાખવામાં આવી રહી હતી. 2015-16 સુધી તેમના વિશે જાણકારી એકત્ર કરવામાં આવી. આ તમામ વ્યક્તિઓના લેબ ટેસ્ટ કરવામાં આવ્યા અને મેડિકલ હિસ્ટ્રી જોવામાં આવી. તેમની લાઈફસ્ટાઈલ વિશે માહિતી મેળવવામાં આવી. સ્ટડીમાં શામેલ લોકોને પહેલેથી ખાન પાન અંગે કંઈ કહેવામાં આવ્યું નહોતું.

આ પણ વાંચોઃ-Healthy Diet: પ્લાન્ટ બેઝ્ડ ફૂડનું સેવન કરવાથી હ્રદય સંબંધિત બિમારીથી મળે છે રાહત

આ પણ વાંચોઃ-Diabetesના દર્દીઓ સાઈકલ ચલાવે, તો તેમનું મૃત્યું થવાનું જોખમ 35 ટકા સુધી ઓછું: રિસર્ચ

સ્ટડીના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે, જે લોકોએ પોષકતત્વોથી ભરપૂર પ્લાન્ટ બેઝ્ડ ફૂડને ડાયટમાં શામેલ કર્યું હતું તેમને હૃદય સંબંધિત બિમારીઓ નથી થઈ. આ તમામ લોકોએ યોગ્ય શિક્ષણ મેળવ્યું હતું. જે લોકો યોગ્ય આહારનું સેવન નહોતું કર્યું, તે લોકોમાં હાર્ટ અટેક, હાર્ટ સ્ટ્રોક, હાર્ટ ફેલ્યર, ચેસ્ટ પેઈનની સમસ્યાઓ જોવા મળી હતી.
Published by:ankit patel
First published: