Home /News /lifestyle /

#કામની વાત: ઓર્ગેઝમ એટલે શું?

#કામની વાત: ઓર્ગેઝમ એટલે શું?

હિન્દી ભાષઆમાં તેને સંતોષ કહેવાય છે. ગુજરાતીમાં તેને પરમ સુખ કહે છે. મહારાષ્ટ્રમાં તેને સમાધાન કહેવાય છે. ઉર્દુ ભાષામાં તેને સુકુન કહે છે

હિન્દી ભાષઆમાં તેને સંતોષ કહેવાય છે. ગુજરાતીમાં તેને પરમ સુખ કહે છે. મહારાષ્ટ્રમાં તેને સમાધાન કહેવાય છે. ઉર્દુ ભાષામાં તેને સુકુન કહે છે

    પ્રશ્ન- સેક્સનાં સંદર્ભમાં ઘણી વખત ઓર્ગેઝમ શબ્દ સાંભળવા મળે છે તેનો અર્થ શું છે?

    ડો. પારસ શાહ

    એક શબ્દમાં કહીયે તો, ઓર્ગેઝમનો અર્થ થાય છે ચરમ સુખ કે ચરમ આનંદ

    ઓર્ગેઝમને અલગ અલગ ભાષામાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. ઓર્ગેઝમ શબ્દ ગ્રીક વર્ડ 'ઓર્ગો'થી આવ્યો છે. ગ્રીક ભાષઆમાં ઓર્ગોનો અર્થ થાય છે- 'ટૂ સ્લેવ વિથ લસ્ટ' ઓર્ગેઝમને ગુજરાતીમાં ચરમ સીમા કહેવાય છે. અલગ અલગ ભાષાઓમાં તેનું નામ અલગ અલગ છે. પણ તે તમામનો અર્થ એક જ થાય છે અને તે છે 'ઇનફ એન્ડ નથિંગ મોર'

    હિન્દી ભાષઆમાં તેને સંતોષ કહેવાય છે. ગુજરાતીમાં તેને પરમ સુખ કહે છે. મહારાષ્ટ્રમાં તેને સમાધાન કહેવાય છે. ઉર્દુ ભાષામાં તેને સુકુન કહે છે. સિંધીમાં શાંતિ અને તમિલમાં તેને તૃપ્તિ કહેવાય છે. તેલુગુ ભાષામાં તેને સંતૃપ્તિ કહેવાય છે તો કશ્મીરી તેને ખુશી કહે છે. અંગ્રેજીમાં તેને ક્લાઇમેક્સ કહેવામાં આવે છે.



    મારી પાસે ઝુપડપટ્ટીમાં રહેતી એક મહિલા કાઉન્સેલિંગ માટે આવી હતી. તેણે ચરમસીમાની સરખામણી નશા સાથે કરી હતી. તેનું કહેવું છે કે, હમ નશેમે નહીં આતે ઔર હમારે શૌહર ખત્મ થઇ જાય છે.  આ વાતનો કહેવાનો આશય છે કે ઓર્ગેઝમને અલગ -અલગ ભાષામાં અલગ અલગ નામથી ઓળખાય છે. કોઇપણ ભાષા હોય આ શબ્દનો અર્થ થાય છે 'ઇનફ એન્ડ નથિંગ મોર'

    મહિલા મલ્ટી ઓર્ગેઝમિક હોય છે તેઓને એક વખત સેક્સની સંપૂર્ણ પ્રક્રિયામાં ઘણી વખત ઓર્ગેઝમનો એટલે કે ચરમસુખનો અનુભવ થાય છે. જ્યારે પુરૂષોની શારીરિક સંરચના સંપૂર્ણ અલગ હોય છે. એખ વખત ચરમ સુખનાં અનુભવ બાદ તે પુન: તે આનંદ અનુભવવા માટે સક્ષમ હોતો નથી. કારણ કે તેની ઇન્દ્રિયમાં શિથિલતા આવી ગઇ હોય છે. પુરૂષની ઇન્દ્રિયને બીજી વખત સંબંધ બનાવવા સક્ષમ થવામાં થોડો સમય લાગે છે. પણ એક વાત હમેશાં યાદ રાખવી જોઇએ કે મંઝિલ સુધી પહોંચવું મહત્વપૂર્ણ છે. તે નહીં કે મંઝિલ સુધી આપ કયા રસ્તેથી પહોંચો છો.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિટી હોસ્પિટલમાં ચીફ કંસલ્ટેંટ સેક્સોલોજિસ્ટ છે)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Health Tips, Kaam ni waat, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन