શું હોય છે ઓલોંગ ચા (Oolong tea)? ક્યાં મળે છે આ જાદુઈ ચા? જાણો ફાયદા

ગ્રીન ટી જેવી જ ઓલોંગ ચા આપણા શરીર માટે ફાયદાકારક હોયછે. જેની વિશ્વમાં ફક્ત 2% જ સંભાવના છે

ગ્રીન ટી જેવી જ ઓલોંગ ચા આપણા શરીર માટે ફાયદાકારક હોયછે. જેની વિશ્વમાં ફક્ત 2% જ સંભાવના છે

 • Share this:
  આવે જાણીએ 'ઓલોંગ ચા' (Oolong tea) વિશે...

  ચીન અને જાપાન જેવા દેશોમાં જો તમે કોઈ પણ રેસ્ટોરાંમાં જમવા જાવ છો, તો સૌથી પહેલી ચીજ તમને સર્વ કરવામાં આવતી હોય તો તો છે 'ઓલોંગ ચા' અથવા ગ્રીન ટી. જેમ આપણે સૌથી પહેલાં અહીં વેટર પાણીનો ગ્લાસ લઈને આવે છે, તેમ ત્યાં ચા સર્વ કરવામાં આવે છે. તે બ્લેક ટી અને ગ્રીન ટીના ગુણોનું મિશ્રણ હોય છે. તે તમારા શરીરના મેટાબોલિઝમને મજબૂત રહે છે.

  શું હોય છે ઓલોંગ ચા (Oolong tea)?

  તે ચીનની પારંપારિક ચા છે. કેમેલિયા સાઈનેન્સિસ (Camellia sinensis) નામના છોડના પાંદડામાંથી આ બને છે. આ પત્તીમાંથી જ ગ્રીન ટી અને બ્લેક ટી તૈયાર કરવામાં આવે છે. તફાવત માત્ર તેને બનાવવાની Recipe માં છે.

  આ બધી ચાની પત્તીઓમાં કેટલાક એન્ઝાઈમ રહેલા હોય છે, જે ઑક્સિડેશન નામની એક રાસાયણિક પ્રતિક્રિયા ઉત્પન્ન છે. ઑક્સિડેશનના કારણે લીલી ચાની પત્તીઓ કાળા રંગમાં ફેરવાઈ જાય છે. ખરેખર ગ્રીન ટી વધારે ઑક્સિડાઈઝ નથી થતી. ત્યાંજ બ્લેક ટી એટલી ઑક્સિડાઈઝ થાય છે કે ચા બનતા સુધીમાં કાળો ઘેરો રંગ થઈ જાય છે. ઓલોંગ ચામાં બંને ગુણો હોવાથી તમને બનાવતા સમયે તેનો રમગ ઘેરા ભૂરા રંગનો પણ થઈ શકે છે.

  ઓલોંગ ચામાં રહેલા પોષકતત્વો (Oolong tea)

  બ્લેક ટી અને ગ્રીન ટીની જેમ જ ઓલોંગ ટીમાં કેફીન ઉપરાંત વિટામિન, મિનરલ અને સહાયક ઑક્સિડેન્ટ રહેલા છે.

  ઓલોંગ ચા (Oolong tea) પીવાના ફાયદા

  - ડાયબિટીસથી દૂર રાખવામાં સહાયક
  - હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
  - વજન ઘટાડવામાં મદદ કરે છે
  - મગજના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે
  - લીવર, પેનક્રિયાઝ જેવા કેન્સરથી શારીરિક બચાવ છે
  - દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે
  - એક્ઝિમાથી રાહત અપાવે છે
  Published by:Bansari Shah
  First published: