Home /News /lifestyle /

Monkey Pox Virus: કોરોના બાદ હવે મંકીપોક્સ વાયરસનો ખતરો, જાણો તેના લક્ષણો અને કારણો

Monkey Pox Virus: કોરોના બાદ હવે મંકીપોક્સ વાયરસનો ખતરો, જાણો તેના લક્ષણો અને કારણો

શું છે મંકી પોક્સ, જાણો તેનાં લક્ષણો વિશે

Monkey Pox Virus : મંકીપોક્સ વાયરસના દાણા ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે. જ્યારે સ્મોલપોક્સમાં આવા કોઈ લક્ષણો હોતા નથી. મંકીપોક્સમાં વાયરસ ધીમે ધીમે ઉપરથી નીચે તરફ જાય છે અને થોડા દિવસો પછી તેમાં પસ ભરાઈ જાય છે, જે ખૂબ જ પીડાદાયક પણ હોઈ શકે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વિશ્વના અમુક દેશોમાં મંકીપોક્સ વાયરસ (Monkey Pox)ના વધતા જતા કેસોએ ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ મુદ્દે ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા આ વાયરસના સંક્રમણના કારણો અને માધ્યમો પર ચર્ચા કરવાનો રહેશે. ત્યારે મંકીપોક્સ વાયરસ (What is Monkey Pox Virus) એટલે શું? તે પ્રશ્ન અનેક લોકોને સતાવી રહ્યો છે. અહી આ વાયરસ અંગે જાણકારી આપવામાં આવી છે.

    મંકીપોક્સ દુર્લભ અને હળવો સંક્રમિત વાયરસ છે. તે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો. આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે. યુકેની એજન્સીએ દાવો કર્યો છે કે, આ વાયરલ ઇન્ફેક્શન છે, તે વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાતું નથી, પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે. તે મોટાભાગે વાંદરા કે ઉંદરથી મનુષ્યમાં ફેલાય છે.

    મંકીપોક્સના લક્ષણો શું છે?
    મનુષ્યમાં આ વાઇરસના લક્ષણોની વાત કરીએ તો તાવ, માથાનો દુ:ખાવો, માંસપેશીઓમાં દુ:ખાવો, શરીરનો દુ:ખાવો, શરીરમાં થાક જેવા લક્ષણો જોવા મળી શકે છે. સામાન્ય રીતે આ લક્ષણોનો અનુભવ કર્યાના એકથી પાંચ દિવસ પછી ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે. ફોલ્લીઓ કેટલીકવાર ચિકનપોક્સ જેવી દેખાતી હોવાથી ગેરસમજ થઈ શકે છે. લક્ષણો સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયામાં ગાયબ થઈ જાય છે.

    આ પણ વાંચો-Healthy Drinks: શરીરને ડિટોક્સ કરવાની સાથે હેલ્ધી રાખશે આ 3 ખાસ કૂલિંગ ડ્રિંક્સ, અહી જાણો બધુ જ

    મંકીપોક્સ થાય ત્યારે લીમફ નોડસ જોવા મળે છે. જેમાં ખૂબ બળતરા થાય છે. તે શીતળાની ફોલ્લી કરતા ઘણી મોટી હોય છે, શરૂઆતના દિવસોમાં તે લાલ રંગની હોય છે, જે ધીમે ધીમે કાળી થવા લાગે છે. મંકીપોક્સ વાયરસના દાણા ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે. જ્યારે સ્મોલપોક્સમાં આવા કોઈ લક્ષણો હોતા નથી. મંકીપોક્સમાં વાયરસ ધીમે ધીમે ઉપરથી નીચે તરફ જાય છે અને થોડા દિવસો પછી તેમાં પસ ભરાઈ જાય છે, જે ખૂબ જ પીડાદાયક પણ હોઈ શકે છે.

    અહી ઉલ્લેખનિય છે કે, આ વાયરસ યુરોપમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુરોપિયન દેશો બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ કિંગડમમાં ચિંતા ઊભી થઈ છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી પણ કેસ સામે આવ્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Monkey pox, Small pox, આરોગ્ય

    આગામી સમાચાર