Home /News /lifestyle /હાર્ટ ફેલ્યોર એટલે શું? કઈ રીતે થાય સારવાર? જાણો A To Z સંપૂર્ણ માહિતી

હાર્ટ ફેલ્યોર એટલે શું? કઈ રીતે થાય સારવાર? જાણો A To Z સંપૂર્ણ માહિતી

હાર્ટ ફેલ્યોર એટલે શું?

Heart Failureના સામાન્ય લક્ષણોમાં ચાલવા અથવા અન્ય પ્રવૃત્તિઓ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ, પગ અથવા પેટમાં સોજો, થાક અને એનર્જીનો અભાવ મહેસૂસ થવો છે

નવી દિલ્હીઃ હૃદય એક સ્નાયુબદ્ધ પંપ છે અને તેનું કાર્ય મગજ, કિડની વગેરે જેવા મહત્વપૂર્ણ અંગો સહિત શરીરના તમામ ભાગોમાં રક્ત પહોંચાડવાનું અને પરત લાવવાનું છે. જ્યારે હૃદય આ મહત્વપૂર્ણ અવયવોને પૂરતો બ્લડ સપ્લાય પહોંચાડવામાં નિષ્ફળ જાય છે ત્યારે Heart Failure થયું છે તેમ કહેવામાં આવે છે.

લક્ષણો અને સાઈન શું છે?


Heart Failureના સામાન્ય લક્ષણોમાં ચાલવા અથવા અન્ય પ્રવૃત્તિઓ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ, પગ અથવા પેટમાં સોજો, થાક અને એનર્જીનો અભાવ મહેસૂસ થવો છે.

કોનું હૃદય અટકી શકે છે ?


Heart Failure સામાન્ય રીતે હૃદયરોગના હુમલા, એન્જીયોપ્લાસ્ટી અથવા કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટીંગની અગાઉની હિસ્ટ્રી ધરાવતા દર્દીઓમાં મહત્તમ જોવા મળે છે. લાંબા સમય સુધી અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ હૃદયના ધબકારાને અટકાવી શકે છે. વાયરલ બિમારીને પગલે યુવાન દર્દીઓમાં પણ હાર્ટ ફેલ્યોરની સમસ્યા જોવા મળી શકે છે અને તેને વાયરલ મ્યોકાર્ડિટિસ અથવા સંધિવા હાર્ટ ફેલ્યોર (valvular disease causing heart failure) તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચોઃ Health Special: સલામત અને સાઉન્ડ પ્રેગ્નેન્સી માટે જાણો શું છે ફેટલ મેડિસિન

હાર્ટ ફેલ્યોરના નિદાન અને સારવાર માટે કયા ટેસ્ટ કરાય છે?


ડૉક્ટર સામાન્ય રીતે ECG, ઇકોકાર્ડિયોગ્રામ અને બ્લડ ટેસ્ટ કરાવે છે. ઇકોકાર્ડિયોગ્રામ હૃદયનું અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટિંગ છે જે ડૉક્ટરને હૃદયની કામ કરવાની ક્ષમતાનો ખ્યાલ આપે છે. તેને સામાન્ય રીતે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇજેક્શન ફ્રેક્શન (left ventricular ejection fraction) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ટેસ્ટ હૃદયના વિવિધ વાલ્વ (મિત્રલ, એઓર્ટિક, ટ્રિકસપીડ અને પલ્મોનરી)ની કામગીરી પણ દર્શાવે છે. હાર્ટ ફેલ્યોર પાછળ પણ કારણભૂત ગણાતા એનિમિયા, કિડની ફેલ્યોર, લીવર ફેલ્યોર અને થાઇરોઇડ સહિતની સમસ્યાઓની તપાસ માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. હાર્ટ ફેલ્યોરની સારવાર-ડાયગોસિંગ થયા પછી ડૉક્ટર હૃદયની ધમનીઓમાં અવરોધો શોધવા માટે કોરોનરી એન્જીયોગ્રામ કરવાનું પણ સૂચવતા હોય છે.

હાર્ટ ફેલ્યોરની સારવાર શું છે?


ડૉક્ટર વધારાના પ્રવાહીને દૂર કરવા (મૂત્રવર્ધક અથવા પાણીની ગોળીઓ) અને હૃદયના કામકાજને ફરી કાર્યાવિંત કરવામાં મદદરૂપ થવા માટે અન્ય દવાઓ (ACE inhibitors, AT2 antagonists અને betablockers) દવાઓ લખશે.

હાર્ટ ફેલ્યોર માટે સારવારના અન્ય વિકલ્પો શું છે ?


ડૉક્ટર આ દર્દના કારણ તપાસીને સારવાર પર વિચાર કરશે. તેમાં કોરોનરી એન્જીયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ અને વાલ્વ રિપ્લેસમેન્ટનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય ખાસ પ્રકારના પેસમેકર (કાર્ડિયાક રિસિંક્રોનાઇઝેશન થેરાપી) પણ છે, જે દર્દીઓમાં લક્ષણો અને પ્રોગ્નનોસિસને સુધારી શકે છે. ખૂબ જ ખરાબ કેસોમાં લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઈઝ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ વન શોલ્ડર ડ્રેસમાં નોરા ફતેહીની જેમ આપો પોઝ, ફોટોઝ આવશે એકદમ મસ્ત

દર્દીઓ રાહત માટે શું કરી શકે ?


a) ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ તરત જ લેવાનો આગ્રહ અને સમયસૂચકતા દર્દીઓએ કેળવવી જોઈએ.
b) ડૉક્ટરની સલાહ લીધા પછી જ વોકિંગ જેવી નિયમિત કસરત કરવી જોઈએ.
c) દર્દીઓએ મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.
d) દર્દીઓને ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ દરરોજ પ્રવાહીનું મર્યાદિત સેવન કરવું જોઈએ. શરીરમાં વધુ પડતું પાણી મોટી સમસ્યા ઉભી કરશે.
e) હૃદયના કામકાજમાં કોઈ પ્રોબ્લમ નથી થયો તે ચકાસવા સમયાંતરે ડૉક્ટર સાથે સંપર્ક કરવો જોઈએ.
f) જો દર્દીના લક્ષણો કોઈપણ સમયે વધુ ખરાબ થાય તો તાત્કાલિક તબીબી મદદ-સલાહ લેવી જોઈએ.


કઈ રીતે કાળજી રાખવી?


હાર્ટ ફેલ્યોરમાં પૂર્વસૂચન એ જ છે કે આ કેન્સર કરતાં વધુ ખરાબ હોઈ શકે છે તેથી દર્દીઓને તાત્કાલિક સારવાર લેવી જોઈએ અને સ્થિતિને વધુ સારી કરવા ડૉક્ટરની સલાહને અનુસરવી જોઈએ.

(આ માહિતી નિષ્ણાત ડોક્ટર તરફથી આપવામાં આવી છે. Dr. Ganesh Nallur Shivu, Senior Interventional Cardiologist, Kauvery Hospitals Electronic City (Bengaluru))
First published:

Tags: Health care tips, Healthy lifestyle, Heart Disease

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો