શું છે ગોલ્ડન મિલ્ક? દુનિયામાં કેમ વધી રહી છે તેની માંગ?

News18 Gujarati
Updated: October 19, 2019, 3:45 PM IST
શું છે ગોલ્ડન મિલ્ક? દુનિયામાં કેમ વધી રહી છે તેની માંગ?
હળદળમાં કરક્યૂમિન નામની તત્વ હોય છે. જે બિમારી ફેલાવતા બેક્ટેરિયાને ખતમ કરે છે. આ સાંધાના દુખાવામાં રાહત આપે છે. તમે હળદળનો લેપ પણ બહારના ભાગમાં લગાવી શકો છો.

  • Share this:
આવો જાણીએશું છે ગોલ્ડન મિલ્ક? દુનિયામાં કેમ વધી રહી છે તેની માંગ?

ગોલ્ડન મિલ્કને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. ત્યાં સુધી કે કૉફી શૉપમાં પણ તેનું વેચાણ થઈ રહ્યું છે. ભારતના ગોલ્ડન મિલ્કને પશ્ચિમી દેશોમાં તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાના કારણે ઘણું જ પસંદ કરવામાં આવે છે. તે બનાવવામાં ઘણું સરળ છે. દુનિયાભરમાં ગોલ્ડન મિલ્કના નામથી ઓળખાતી આ ચીજ ખરેખર હળદરવાળું દૂધ છે. જેને ઘા લાગવા પર, શરદી-ખાંસી વગેરે બીમારીમાં આપણી દાદી-નાની કે મમ્મી પીવડાવતી હોય છે. આવો જાણીએ કેવી રીતે ફાયદાકરક છે આ દૂધ અને આ ગોલ્ડન મિલ્કમાં કયા કયા ગુણો રહેલા છે..

એન્ટી ઑક્સિડન્ટ ગુણ :

હેલ્થ લાઈન વેબસાઈટ અનુસાર, ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળા દૂધમાં એન્ટી ઑક્સિડન્ટ ગુણ જોવા મળે છે. ઘણાં શાકભાજીમાં હળદરનો ઉપયોગ મસાલા તરીકે થતો હોય છે અને કેટલીક આયુર્વેદિક દવાઓમાં પણ. આ કોશિકાઓને નષ્ટ થવાથી બચાવે છે. અને તણાવને શરીરથી મુક્ત રાખે છે.

એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ :
ગોલ્ડન મિલ્કમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે. સોજો ઓછો કરવા કે ઘા લાગવા પર તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં સુધી કે કેન્સર, અલ્ઝાઈમર, હૃદય રોગ અને મેટાબોલિક સિંડ્રોમમાં પણ તેનું સેવન કરવામાં આવે છે.યાદશક્તિ અને મગજ માટે ફાયદાકારક :
જો આ દૂધમાં તજ અને આદુ ઉમેરીને પણ ઉમેરવામાં આવે તો તેનો ફાયદો ઘણો વધી જાય છે. તજના ઉપયોગથી પાર્કિસન રોગના લક્ષણોને ઘણાં હદે ઓછા કરી શકાય છે. ત્યાં જ આદુ મગજના કામ કરવાની ક્ષમતા વધારે છએ. તેનાથી યાદશક્તિ તેજ બને છે.

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ
આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 19, 2019, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading