Home /News /lifestyle /Health Special: અચાનક આંચકી આવી જાય, ગંભીર માનસિક લક્ષણો દેખાય, મહિલાઓમાં વિચિત્ર બીમારીના લક્ષણો

Health Special: અચાનક આંચકી આવી જાય, ગંભીર માનસિક લક્ષણો દેખાય, મહિલાઓમાં વિચિત્ર બીમારીના લક્ષણો

women health

એપિલેપ્સીમાં અંગોમાં આંચકો આવવો, એક જ જગ્યાએ તાકી રહેવું, અચાનક પડી જવું, મૂંઝવણ, ચેતના ગુમાવવી, વિચિત્ર ભાવનાત્મક લાગણી, ચિંતા, મનોવિકૃતિ અને બીજા ઘણા બધા હોઈ શકે છે.

એપિલેપ્સી (What is epilepsy)એ મગજનો વિકાર (disorder of brain) છે, જે વારંવાર "આંચકી" અથવા "ફીટ્સ" (seizures or fits) આવવાનું કારણ બને છે. આંચકી આવવાના લક્ષણો (Symptoms of Epilepsy) મગજના ચોક્કસ ભાગ પર આધારિત હોય છે. તેના લક્ષણોમાં અંગોમાં આંચકો આવવો, એક જ જગ્યાએ તાકી રહેવું, અચાનક પડી જવું, મૂંઝવણ, ચેતના ગુમાવવી, વિચિત્ર ભાવનાત્મક લાગણી, ચિંતા, મનોવિકૃતિ અને બીજા ઘણા બધા હોઈ શકે છે. જોકે એપિલેપ્સી કોઈપણ ઉંમર, લિંગવાળા લોકોને અસર કરી શકે છે. સ્ત્રીઓમાં એપિલેપ્સી (Epilepsy in Women) વિશેષ ચિંતાઓ ઉભી કરે છે, જેના વિશે અમે તમને આ લેખમાં જણાવવા જઇ રહ્યા છીએ.

એપિલેપ્સી અને હોર્મોનલ/મેન્સ્ટ્રૂઅલ સાયકલ્સ

સ્ત્રીઓમાં સૌથી મહત્વપૂર્ણ હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે. પ્રો-કન્વલ્સન્ટમાં ઓસ્ટ્રોજન (સિઝરનું જોખમ વધારે છે), પ્રોજેસ્ટેરોન એન્ટિ-કન્વલ્સન્ટ છે (સિઝરનું જોખમ ઘટાડે છે). સ્ત્રીઓના જીવનમાં એવા સમય આવે છે જ્યારે હોર્મોનના સ્તર અને હોર્મોન સંતુલનમાં ફેરફાર થાય છેઃ તરુણાવસ્થા દરમિયાન, માસિક સ્રાવ, ગર્ભાવસ્થા દરમિયાન અને મેનોપોઝ દરમિયાન. આમ આ સ્થિતિમાં આંચકી આવવાનું જોખમ વધી જાય છે. કેટલીક સ્ત્રીઓને માસિક ચક્રની આસપાસના ચોક્કસ સમય દરમિયાન ખાસ કરીને માસિક સ્રાવના થોડા સમય પહેલાં આંચકી આવે છે, જેને "કેટામેનિયલ એપિલેપ્સી" તરીકે ઓળખવામાં આવે છે.

એપિલેપ્સી ધરાવતી મહિલાઓ માટે ગર્ભનિરોધક

મોટા ભાગના કિસ્સાઓમાં એન્ટી-સિઝર દવાઓ હોર્મોનલ બર્થ કન્ટ્રોલને ઓછી અસરકારક બનાવી શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં હોર્મોનલ બર્થ કન્ટ્રોલ એન્ટિસિઝર દવાઓને ઓછી અસરકારક બનાવી શકે છે. ગર્ભનિરોધક માટે બેરિયર પદ્ધતિઓ (કોન્ડોમ/ડાયાફ્રામ)નો ઉપયોગ કરવો અથવા ગર્ભાશયની અંદર ઉપકરણ હોવું એ એપિલેપ્સી ધરાવતી મહિલાઓ માટે સૌથી મહત્વનું છે.

મહિલાઓમાં એપિલેપ્સી અને ફર્ટિલિટી

ઘણા અભ્યાસો અનુસાર આ બીમારી ધરાવતી મહિલાઓમાં ઓછા બાળકો હોય છે. સંભવિત ખુલાસાઓમાં જન્મજાત ખામી, જાતીય નિષ્ક્રિયતા, એનોવ્યુલેટરી સાયકલ, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ધરાવતા બાળકનો ભય છે. જો કે 2018 માં તાજેતરના અભ્યાસ મુજબ, વંધ્યત્વ અથવા સંબંધિત ડિસઓર્ડરના પૂર્વ નિદાન વગરની સ્ત્રીઓ, એપિલેપ્સીવાળી સ્ત્રીઓએ એપિલેપ્સી વિનાના તેમના પીઅર્સની તુલનામાં સમાન ગર્ભાવસ્થા દર ધરાવ્યો હતો. હેલ્થકેર પ્રોવાઇડર પાસેથી વધુ ફોલોઅપ લેવાની ભલામણ કરવામાં આવે છે.

એપિલેપ્સી અને પ્રેગ્નેન્સી

એપિલેપ્સી ધરાવતી મોટાભાગની સ્ત્રીઓમાં ગર્ભાવસ્થાનો સમયગાળો અનિયમિત હોય છે, જો કે કેટલીક સ્ત્રીઓને ખાસ કરીને અનિયંત્રિત આંચકીને કારણે વારંવાર ફોલોઅપ, ડ્રગ લેવલ દેખરેખની જરૂર પડતી હોય છે. સંશોધન દર્શાવે છે કે કેટલીક દવાઓથી અજાત બાળકમાં જન્મજાત ખામીનું જોખમ વધી જાય છે. તેમાં છે: વાલ્પ્રોઇક એસિડ, કાર્બામાઝેપાઇન, ફેનોબાર્બિટલ, ફેનિટોઇન, ટોપિરામેટ. મોટાભાગની જન્મજાત ખામીઓમાં કરોડરજ્જુની સમસ્યાઓ- સ્પાઇન બિફિડા, ફાટેલા હોઠ, હૃદયની અસામાન્યતાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, બાળકને બોલવામાં વિલંબ થવાની શક્યતા, ભાષા અને મેમરી એટેન્શનમાં સમસ્યાઓ વધારે છે. ગર્ભાવસ્થા પહેલાં ફોલિક એસિડ સપ્લિમેન્ટ શરૂ થાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન કાળજીપૂર્વક એન્ટિસિઝર દવાઓની પસંદગી કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત, એપિલેપ્સીવાળી સ્ત્રીઓને બાળકના વિકાસની તપાસ કરવા માટે વધારાની એપોઇન્ટમેન્ટ, બ્લડ ટેસ્ટ, સ્કેનની જરૂર પડી શકે છે.

બ્રેસ્ટ ફીડિંગ અને સિઝર મેડિકેશન્સ

નવજાત શિશુને સ્તનપાન કરાવવાના ઘણા ફાયદા છે, જેમાં બાળકના સ્વાસ્થ્યમાં સુધારો, બોંડિંગ અને માતૃત્વનો અનુભવ કરવો સામેલ છે. મોટાભાગની એન્ટિસિઝર દવાઓ માટે, માતાના દૂધમાં દવાનું સ્તર ખૂબ જ ઓછું હોય છે અને બાળકને સ્તનપાન કરાવવું સલામત છે. સતર્કતા, નિંદ્રા, વજન ન વધવું અથવા ગ્રોથને લગતી સમસ્યાઓનું સ્તર માટે બાળકનું નજીકથી નિરીક્ષણ કરવું જરૂરી છે. કેટલીક ટિપ્સથી બાળક સુધી પહોંચતી દવાઓનું પ્રમાણ ઘટી શકે છે- ખાસ કરીને શરૂઆતના દિવસોમાં બાળકની સૌથી લાંબી નિંદ્રા દરમિયાન દિવસમાં એક વખત દવા લેવી, દવા લેતા પહેલા તરત જ બાળકને સ્તનપાન કરાવવું.

આ પણ વાંચો: વાલીઓ! દુનિયાના 18% બાળકોના મોત તો આ એક જ બીમારીથી થાય છે, લક્ષણો દેખાય તો ચેતજો

એપિલેપ્સી ધરાવતી મહિલાઓ અને સોશ્યલ સ્ટિગ્મા

એપિલેપ્સીવાળી સ્ત્રીઓ એપિલેપ્સીના માનસિક બોજ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેઓ શિક્ષણ, રોજગાર, મોબિલિટી, ઓછું સ્વાભિમાન, લોઓ સાથે ઓછું હળવુંમળવું અને સંબંધોમાં મુશ્કેલી અનુભવે છે. એવા ઘણા ઉદાહરણો છે કે જ્યાં એપિલેપ્સીવાળી સ્ત્રીઓનો પરિવારો દ્વારા ઉપહાસ, ઉપેક્ષા કરાઇ હોય અને છોડી દેવામાં આવી છે. હેલ્થકેર પ્રોવાઇડર્સ, સોશિયલ વર્ક્સ, પોલિસી મેકર્સને એપિલેપ્સીની સામાજિક અને સાંસ્કૃતિક ધારણાઓની ઊંડી સમજ હોવી જરૂરી છે અને એપિલેપ્સી ધરાવતી મહિલાઓમાં જીવનની ગુણવત્તાની સુધારણા તરફ કામ કરવાની જરૂર છે.
First published:

Tags: Epilepsy, Health care, Women Health