Home /News /lifestyle /Health Special: ખેંચ આવે તો શું થાય? શું કરવાથી બચી શકાય? કયા લક્ષણો દેખાય તો જાણવો ખતરો?

Health Special: ખેંચ આવે તો શું થાય? શું કરવાથી બચી શકાય? કયા લક્ષણો દેખાય તો જાણવો ખતરો?

epilepsy health news

એપીલેપ્સીના દર્દીને કોઈ પ્રકારનુ નુકસાન ન થાય તે બાબત ધ્યાનમાં રાખી લોકો તબીબી સલાહ પણ લેતા હોય છે. કેમ કે કેટલીક વખત વ્યક્તિને સારવાર દરમ્યાન કેટલાક નિર્ણાયક પગલાની પણ જરૂર પડે છે.

    એપીલેપ્સી એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરમાં જ્યારે શરીર પોતાના કોષો દ્વારા મગજમાં સંદેશા પહોંચાડે છે, ત્યારે સંદેશા મોકલતી વખતે આપણા મગજની પ્રવૃત્તિમા અવરોધ પેદા થાય છે. ઈલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં અચાનક થતો આ ફેરફાર ઘણીવાર ખેંચ તરીકે જોવા મળે છે.

    આ હુમલાઓ વ્યક્તિને શરીરમાં અનૈચ્છિક હલનચલન તરફ દોરી શકે છે. આમાં વ્યક્તિના શરીરમાં કંપન અથવા ધ્રુજારી જોવા મળે છે. જો થોડી સેકન્ડથી શરૂ થઈ થોડી મિનિટો સુધી પણ જોવા મળી શકે છે. કેટલીક વાર વ્યક્તિમાં આ પ્રકારની ધ્રુજારી જોવા મળતી નથી, પરંતુ વ્યક્તિ એક જ જગ્યાએ તાકી રહેતી હોય છે. જણાવી દઈએ કે એપીલેપ્ટીક હુમલા હંમેશા ભયજનક કે ઈમર્જન્સી તરફ દોરી જાય તેવા હોતા નથી, પરંતુ જો આ હુમલા 5 મિનિટથી વધુ સમય સુધી ચાલે છે, તો વ્યક્તિને ત્વરિત ધોરણે નિષ્ણાંતની સારવારની જરૂર પડી શકે છે.

    એપીલેપ્સીના દર્દીને કોઈ પ્રકારનુ નુકસાન ન થાય તે બાબત ધ્યાનમાં રાખી લોકો તબીબી સલાહ પણ લેતા હોય છે. કેમ કે કેટલીક વખત વ્યક્તિને સારવાર દરમ્યાન કેટલાક નિર્ણાયક પગલાની પણ જરૂર પડે છે.

    ખેંચના દર્દીની મદદ કઈ રીતે કરી શકાય?

    એપિલેપ્ટિક વ્યક્તિને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે નીચેના પગલાં અનુસરો -

    - જો વ્યક્તિના ગળાની આસપાસના કોઈપણ ચુસ્ત વસ્તુ કે કપડા હોય તો તેને તાત્કાલિક ઢીલા કરો અથવા દૂર કરીને તેને આરામદાયક બનાવો.
    - વ્યક્તિને ઈજા પહોંચાડી શકે તેવી કાચ, અરીસો અથવા ફર્નિચર જેવી તીક્ષ્ણ વસ્તુઓને દૂર કરો.
    - હુમલો પૂરો ન થાય ત્યાં સુધી વ્યક્તિની સાથે રહીને મદદ કરો. દર્દીને નુક્શાન ન થાય તે માટે તેના માથા નીચે ઓશીકું અથવા ટુવાલ મૂકો.
    - હુમલાના સમયને ટ્રૅક કરો અને ડૉક્ટર સાથે વિગત વાર ચર્ચા કરો. સામાન્ય હુમલા 20 સેકન્ડથી 2 મિનિટ સુધી ચાલતા હોય છે.
    - તેમના પરિવારના સભ્યો સુધી પહોંચવા માટે વ્યક્તિની બેગ અથવા વૉલેટમાં રહેલા ઈમર્જન્સી કોન્ટેક્ટનો સંપર્ક કરો.
    - વ્યક્તિના જડબાની વચ્ચે કંઈપણ રાખશો નહીં. આ સિવાય જ્યાં સુધી તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેને પીવા માટે પણ કંઈ આપશો નહીં.
    - વ્યક્તિની હિલચાલ બંધ થઈ જાય પછી તેને એક બાજુ ફેરવીને તેના એરવે ને સાફ કરો. જણાવી દઈએ કે આ પગલું મહત્વપૂર્ણ છે, કારણ કે હુમલા દરમિયાન દર્દીની જીભ પાછળ ખસે છે અને આ કારણે દર્દીના શ્વાસ અવરોધાય છે, જેના કારણે તેને શ્વસનમાં તકલીફ પડે છે. તેથી એકવાર તમે વ્યક્તિને એક બાજુએ ફેરવી લો, તમારે તેના જડબાને આગળની દિશામાં રાખવાનો પણ પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને દર્દી યોગ્ય રીતે શ્વાસ લઈ શકે.
    - હુમલા પછી જો તેમના મોંમાં કોઈ ઉલ્ટી કે ખોરાક હોય તો તેને બહાર કાઢી નાંખવો જોઈએ.

    તમારે ક્યારે ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે?

    આપને જણાવી દઈએ કે ખેંચ અથવા આંચકીના હુમલાના ચિહ્નો અને લક્ષણો હળવાથી ગંભીર સુધી હોઈ શકે છે. જો કે, આ લક્ષણો થોડીવારમાં ઓછા થઈ જાય છે. જો તમે જુઓ કે આ લક્ષણો 5 મિનિટથી વધુ સમય સુધી ચાલે છે, તો તમે નીચેના લક્ષણોના આધારે એમ્બ્યુલન્સને કૉલ કરી શકો છો

    - જો દર્દીને તરત જ બીજી વખત આંચકી કે ખેંચ આવી રહી હોય
    - જો વ્યક્તિ હુમલા પછી કોઈ પ્રતિભાવ કે રિસ્પોન્સ ન આપતી હોય
    - જો હુમલા પછી દર્દીને ખૂબ તાવ અથવા થાક હોય

    આ પણ વાંચો: સ્તનમાં અસામાન્ય ફેરફારો, સતત પેટ ફૂલવું વગેરે છે કેન્સરના લક્ષણો, જાતિય સંબંધોમાં પણ પડી શકે છે અસર

    ડાયાબિટીસ અથવા સગર્ભા સ્ત્રીઓ જેવી અન્ય તબીબી સ્થિતિઓ ધરાવતા લોકો વધુ સંવેદનશીલ હોય છે અને જો તમે આવા કોઈ દર્દીને ખેંચ આવતા જુઓ, તો તમારે તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવાં જોઈએ.

    (Authored by Dr. Keni Ravish Rajiv, Consultant - Neurology & Epileptology, Aster CMI Hospital, Bangalore)
    First published:

    Tags: Epilepsy, Health care

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો