'રોગ' શું છે ? તે કેવી રીતે પેદા થાય છે ?

News18 Gujarati
Updated: June 2, 2019, 2:59 PM IST
'રોગ' શું છે ? તે કેવી રીતે પેદા થાય છે ?
પ્રતિકાત્મક તસવીર

આજના સમય માટે આપણે એવું કહી શકીએ કે રોગ પેદા થતા નથી, આપણે રોગ પેદા કરીએ છીએ.

  • Share this:
અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

વર્તમાન સમયમાં ભાગદોડની સ્થિતિ તેમજ પરસ્પર પ્રતિસ્પર્ધા ને કારણે સ્વસ્થ રહીને જીવન નિર્વાહ કરવું એ એક કઠિન સમસ્યા સમાન બની ગયું છે. આ સ્થિતિનાં મુખ્ય કારણ રુપે આપણો અનુચિત આહાર તથા જીવન જીવવાની ખોટી રીતભાત મુખ્ય કારણ રુપે છે.

આજના સમય માટે આપણે એવું કહી શકીએ કે રોગ પેદા થતા નથી, આપણે રોગ પેદા કરીએ છીએ. આપણી આંતરિક પ્રકૃતિ તેમ જ બાહ્ય પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરી આપણે રોગોને આમંત્રણ આપીએ છીએ.

આ પણ વાંચો : જાણીલો કેવો આહાર આપણને અનેક મોટી બીમારીઓથી રાખશે દૂર

મનુષ્યના શરીરમાં રોગો ન થાય અશુધ્ધીઓ જમા ના થાય તેની માટે મળ નિષ્કાસનની સુવિધા ઈશ્વરે પહેલેથી જ કરી આપી છે. તેના ભાગરૂપે કાર્બનડાયોક્સાઇડ તથા અન્ય નકામા વાયુઓ ફેફસાં દ્વારા, પરસેવો ત્વચા દ્વારા, મૂત્ર કિડની દ્વારા અને મળ મોટા આંતરડા દ્વારા બહાર ફેંકી દેવામાં આવે છે. પરંતુ જ્યારે શરીર મળ નિષ્કાસનની ક્રિયા તેના અંગો દ્વારા ઠીક ઠીક બહાર નીકાળી શકવામાં અસમર્થ થાય છે ત્યારે શરીરમાં ધીરે-ધીરે કરીને રોગ પેદા થાય છે.

આ પણ વાંચો : યોગ એટલે શું? આ રીતે કરવાથી થશે અઢળક ફાયદા
Loading...

આ અશુદ્ધિઓ શરીરના જે અંગોમાં જઈ ને રોકાઈ જાય છે તે અંગને તે ખરાબ કરતો જાય છે અને ચોક્કસ અંગોને લગતા રોગો પેદા થાય છે. આને કારણે તે અંગોની કાર્યક્ષમતામાં ક્રમે ક્રમે ઘટાડો થાય છે અને છેવટે તે અંગોના કાર્યમાં શિથિલતા આવે છે. જે બાદ વ્યક્તિ રોગી છે તે ખ્યાલ આવે છે.

આમ કહી શકાય કે શરીરમાં રોગ થવાના બે કારણ છે.
૧. વ્યક્તિ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ જીવન વ્યતિત કરે તેમજ અયોગ્ય આહાર વિહાર ધારણ કરે
૨. શરીરમાં અશુધ્ધિ પેદા થાય અને તેનું નિષ્કાસન ના થઈ શકે.

આ ઉપરાંત અહીતકર મનોવૃત્તિ, ચિંતન કલ્પના, ભય આદિ દુર્ગુણ, કુવિચાર વગેરે પણ રોગ થવાના આંતરિક કારણોમાં ગણી શકાય.

વધુ આવતા અંકે....
First published: June 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...