શું મહામારીના કારણે તમને Digital Eye Strain થયું છે? તો તમે એકલા નથી

શું મહામારીના કારણે તમને Digital Eye Strain થયું છે? તો તમે એકલા નથી
(પ્રતીકાત્મક તસવીર-Reuters/Lucas Jackson)

80 ટકા લોકો કમ્પ્યૂટરમાંથી બ્રેક લઇને આઇ સ્ટ્રેનમાંથી રાહત મેળવવાની તૈયારી રાખે છે,

  • Share this:
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે જો તમને એમ લાગી રહ્યું હોય કે, સ્ક્રીન પર વધુ સમય વિતાવવાની અસર તમારી આંખો પર થઇ રહી છે અને સંભવિત રીતે તમારી આંખો પર ડિજીટલ તણાવ વધી રહ્યો છે તો એક અભ્યાસ અનુસાર તમે એકલા નથી. તારણો અનુસાર 80 ટકા લોકોનું કહેવું છે કે, મહામારીના કારણે વધેલો સ્ક્રિન ટાઈમ તેમની આંખોને ઓવરડ્રાઇવ કરી રહ્યો છે. બે તૃતિયાંશ ભાગના લોકોએ રોજ અમુક હદ સુધી આંખોની પરેશાનીઓનો અનુભવ કર્યો અને લગભગ ચોથા ભાગના લોકોનું કહેવું છે કે, એક વર્ષ પહેલા કરતા તેમની આંખો હવે ખરાબ હાલતમાં છે. 90 ટકા લોકોનું કહેવું છે કે તેમને અત્યારથી જ આંખોનું ધ્યાન રાખવાનું શરૂ કરી દેવું જોઇએ.

વીએસપી વિઝન કેર સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, ચોથા ભાગના લોકોનું કહેવું છે કે, તેમની આંખો હવે મહામારી પહેલાની તુલનાએ વધુ ખરાબ થઇ ગઇ છે.



અભ્યાસ અનુસાર અડધાથી વધુ લોકોએ દિવસમાં વધુ સમય કમ્પ્યૂટર પર વિતાવ્યો હોવાની વાત કહી છે. લગભગ 3માંથી 2 લોકોને દૈનિક આંખો સંબંધી અમુક પરેશાનીઓ થાય છે. 80 ટકા લોકો કમ્પ્યૂટરમાંથી બ્રેક લઇને આઇ સ્ટ્રેનમાંથી રાહત મેળવવાની તૈયારી રાખે છે, જ્યારે 5માંથી 1 વ્યક્તિ નિયમિત આંખોના ચેકઅપ માટે ડોક્ટર પાસે જવાનો આગ્રહ રાખે છે.

Pics: ભારતમાં પહેલીવાર માત્ર 20 જ દિવસમાં તૈયાર થશે ઓવરબ્રિજ, ગુજરાતમાં થઇ રહ્યો છે આ કમાલ

અભ્યાસમાં અડધાથી વધુ લોકો ડિજીટલ ડિટોક્સને સ્ક્રીન સમયથી બ્રેક તરીકે જણાવ્યો, જ્યારે સ્ક્રીનથી સંપૂર્ણ દૂર રહેવા સિવાય આંખોને શાંતિ આપવા માટે અન્ય ઉપાયો પણ છે.

ગુજરાતના આ ગામે મહામારીને આ રીતે આપી મ્હાત, કોરોનાથી એકપણ વ્યક્તિનું નથી થયું મોત

ડિજીટલ આઇસ્ટ્રેનથી રાહત મેળવો

સ્ક્રીનના લાંબા સમય સુધી ઉપયોગથી અથવા વારંવાર ઉપયોગથી ડિજીટલ આઇ સ્ટ્રેન થઇ શકે છે. જે આપણી દ્રષ્ટિ પર અસર કરે છે અને સ્ક્રીનમાંથી નીકળતી બ્લૂ લાઇટના સંપર્કમાં આવતા આંખો પર ગંભીર અસરો થાય છે. ભીની આંખો, સૂકી આંખો આંખોમાં દુખાવો, ઝાંખુ દેખાવું અને માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાઇ શકે છે. 65 ટકા રિપોર્ટમાં દૈનિક આધાર પર આંખોની પરેશાનીઓ અનુભવે છે. સર્વેક્ષણ અનુસાર અડધા અમેરિકન ક્યારેક વાર્ષિક પરીક્ષાઓ ચૂકી જાય છે અથવા ગેરહાજર રહે છે.

મહામારીના કારણે અથવા વગર કારણે ભલે તમારી આંખો સારી હોય પરંતુ વધુ પડતો સ્ક્રીન ટાઇમ તમારી આંખો ઝડપથી ખરાબ કરી શકે છે. આંખોના પરીક્ષણ સમયે તમારા ડોક્ટર તમને કમ્પ્યૂટર લેન્સ અથવા બ્લૂ લાઇટ રિડ્યૂસિંગ, એન્ટિ રિફ્લેક્ટિવ લેન્સ કોટિંગની સલાહ આપશે. જે તમારી આંખો પર જોખમ ઘટાડવામાં અને આઇ સ્ટ્રેનથી બચાવવામાં મદદ કરશે. જો તમે પ્રસ્ક્રિપ્શન વાળા ચશ્મા નથી પહેરતા તો બ્લૂ લાઇટ રિડ્યૂસિંગ, એન્ટિ રીફ્લેક્ટિવ કોટિંગ ગ્લાસનો ઉપયોગ કરી શકો છો.

20-20-20 નિયમ અનુસાર તમે દરેક 20 મિનિટે 20 સેકન્ડનો બ્રેક લઇને 20 ફૂટ દૂરની કોઇ વસ્તુ જોઇ શકો છો. આ રીતે તમે તમારુ ફોકસ રીસેટ કરી શકશો અને ડિજીટલ આઇ સ્ટ્રેનથી થતા થાકથી તમારી આંખો બચી શકશે. વારંવાર આંખો પટપટાવવાથી પણ તમારી આંખોમાં શુષ્કતા આવતી નથી.

નિષ્ણાંતોની ચેતવણી: હેડફોન, ઈયરબડ્સના બેફામ ઉપયોગથી બાળકોની શ્રવણ શક્તિ પર જોખમ

બાળકો પર નજર રાખો

અભ્યાસમાં સામે આવ્યું કે, અડધાથી વધુ માતા-પિતા પોતાના બાળકોના વધી રહેલા સ્ક્રીન ટાઇમથી ચિંતિત છે. મહિલાઓની સરખામણીએ પુરૂષો બાળકના વધતા સ્ક્રિન ટાઇમથી વધુ ચિંતિત હોય છે. જ્યારે મિલેનિયન ડેડ્સની વાત આવે ત્યારે 10માંથી 6 સ્ક્રીન સમય વધવાથી બાળકોની આંખોની દ્રષ્ટિ પર થનાર અસર અંગે ચિંતિત હોય છે.

આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તે પણ એક હેલ્થ કેર છે. એક આંખ પરીક્ષાથી આંખોના ડોક્ટર ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી બિમારીઓ વિશે પણ જાણી શકે છે.
Published by:News18 Gujarati
First published:June 15, 2021, 15:11 IST

ટૉપ ન્યૂઝ