કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત છે, કેવી રીતે ખબર પડે કે શું થયું છે?

News18 Gujarati
Updated: March 12, 2020, 11:11 AM IST
કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત છે, કેવી રીતે ખબર પડે કે શું થયું છે?
ન્યૂઝ18 ક્રિએટિવ.

સામાન્ય રીતે શરદી અને સામાન્ય તાવથી લોકો ડરી જતા હોય છે. આખરે સામાન્ય શરદી, સામાન્ય વાયરલ ઇન્ફેક્શન અને કોરોના વાયરસના લક્ષણઓમાં શું તફાવત છે. આપણને કેવી રીતે માલુમ પડશે કે શું થયું છે.

  • Share this:
નવી દિલ્હી :  હળવી શરદી (Common Cold) કે સામાન્ય તાવ (Fever) આવતા જ આજકાલ લોકો ડરી રહ્યા છે. લોકોને એવો ડર સતાવે છે કે ક્યાંક તેમને કોરોના (Coronavirus Symptoms) તો નથી થયો ને? આવા લક્ષણો દેખાતા જ લોકો ડૉક્ટર (Doctor) પાસે દોડી રહ્યા છે. હકીકતમાં મોટાભાગની વાયરલ કે સિઝનલ  (Seasonal Disease) બીમારીની શરૂઆત ખાસી, શરદી અને ગળમાં બળતરા કે ગળું છોલાવાથી થાય છે. આ તમામ લક્ષણો તાવ, શરદી કે પછી કોરોનાના પણ હોઈ શકે છે.

હકીકત એવી છે કે આ તમામ ઇન્ફેક્શનમાં તફાવત હોય છે. મોસમ બદલતાની સાથે જ મોટાભાગના લોકોને શરદી કે સામાન્ય તાવ આવતો હોય છે. બીજી તરફ આવા જ લક્ષણોથી કોરોનાની શરુઆત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશને આને કોવિડ-19 નામ આપ્યું છે.

આ પણ વાંચો : Coronavirus: ટ્રમ્પે યૂરોપથી અમેરિકા પ્રવાસ પર 30 દિવસનો પ્રતિબંધ લગાવ્યો

તાજેતરમાં જર્મન સાઇટ ડૉયચે વેલેએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને નિષ્ણાતો સાથે વાત કરીને એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કેવા પ્રકારના લક્ષણો બાદ તમારે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ.



કોરોના વાયરસના લક્ષણો :

  • જો તમને તાવ આવી રહ્યો હોય.

  • સાથે જ સુકી ખાસી હોય. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય.

  • શરીરના સ્નાયુઓમાં દુઃખાવો થઈ રહ્યો હોય.

  • તમને સતત થાક લાગતો હોય.


આ પણ કોરોના વાયરસના સંકેત છે :

  • તમને ગળફા આવવા લાગે.

  • ગળફામાંથી લોહી આવવા લાગે.

  • સતત માથાનો દુઃખાવો અનુભવાતો હોય.

  • સાથે જ પેટ ખરાબ હોય અને ડાયરિયા રહેતા હોય.


આ કોરોના વાયરસના સંકેત નથી :

  • નાક ટપકી રહ્યું હોય.

  • ગળું ભારે અથવા છોલાતું હોવાનું લાગવું.




નાક ટપકવું અને ગળું છોલાવાનો શું મતલબ

જો તમારું નાક ટપકી રહ્યું છે અને ગળામાં ખરોંચ હોય તો તેનો મતલબ એવો છે કે તમને કોરોના નહીં પરંતુ તાવ કે પછી સામાન્ય શરદીની સમસ્યા છે. આ બંનેમાં શ્વાસની પ્રક્રિયાનો ઉપરનો ભાગ પ્રભાવિત થાય છે.

શરદી અને તાવમાં શું ફરક હોય છે?

અનેક વખત ડૉક્ટર માટે એ કયાસ લગાવવો મુશ્કેલ હોય છે કે દર્દીનો ઇન્ફ્લુએન્ઝા (influenza) થયો છે કે કૉમન કોલ્ડ કે પછી બીજું કંઈ. કૉમન કોલ્ડમાં મોટાભાગે ગળું છોલાતું હોય છે, નાક ટકપવા લાગે છે. જેના બે ત્રણ દિવસ પછી ખાસી શરૂ થાય છે. અનેક દિવસ સુધી માથું દુઃખવું અને તાવ આવે છે. જેનાથી થાકનો અનુભવ થાય છે.

આ પણ વાંચો : કોરોના વૈશ્વિક મહામારી જાહેર, ભારતે વિદેશથી આવનારા લોકોના વિઝા સસ્પેન્ડ કર્યા

કૉમન કોલ્ડ થોડા દિવસમાં મટી જાય છે અને એક અઠવાડિયામાં તમામ લક્ષણો ગાયબ થઈ જાય છે. જ્યારે ફ્લૂ (ઇન્ફ્લુએન્ઝા) વધારે સમય રહે છે. એક અઠવાડિયું તો તમે પથારીમાંથી બહાર નથી નીકળી શકતા. તમામ લક્ષણો જવામાં અને સુસ્તી દૂર થતા સમય લાગતો હોય છે.



ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝામાં તમામ એક સાથે શરૂ થાય છે. જેમાં માથાની સાથે સાથે મસલ્સમાં દુખાવો થાય છે. સુકી ખાસી આવે છે, ગળું બેસી જાય છે, ગળામાં ખૂબ દુઃખાવો થાય છે. તાવ 105 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

કોરોનામાં શું થાય છે?

કોરોના વાયરસ આપણી શ્વાસ પ્રાણીલીનો નીચલો હિસ્સો એટલે કે ફેંફસાને અસર કરે છે. જેમાં સુકી ખાસી આવવા લાગે છે. શ્વાસ લેવામાં વધારે સમસ્યા થવા લાગે છે. આનાથી તમને ન્યૂમોનિયા અને કોરોના થઈ શકે છે.

કેવી રીતે ફેલાય છે?

કોરોના વાયરસ મોટાભાગે છીંક અથવા ખાસી દરમિયાન મોઢામાંથી નીકળતા સૂક્ષ્મ બિંદુઓથી ફેલાય છે. જે કોઈ સપાટી, સ્કિન કે ચામડી પર અલગ અલગ સમય સુધી રહે છે.

  • જ્યારે કોરોના વાયરસ કોઈ મેટલ પર પડે છે તો તે 12 કલાક જીવતો રહી શકે છે. આથી હાથને વારે વારે સાબુથી ધોવાની સલાહ આપવામાં આવે છે.

  • કોઈ કપડાં પર તે નવ કલાક સુધી સક્રિય રહી શકે છે. આથી દરરોજ ધોયેલા કપડાં પહેરો અને પછી સૂરજની ગરમી જરૂર લો.

  • હાથ પર તે સામાન્ય રીતે 10 મિનિટ સુધી રહે છે. આ માટે પોતાની પાસે આલ્કોહોલ સેનિટાઇઝર રાખો અને ગરમ પાણી પણ પીવો. જો તમે ગરમ પાણી પી રહ્યા છો અને સૂરજની ગરમીમાં રહો છો તો તમે સુરક્ષિત છો. ઠંડી વસ્તુઓ અને આઇસ્ક્રિમના સેવનથી દૂર રહેવું જોઈએ.


કોગળા કરવા ફાયદાકારણ રહે છે?

ભારતીય વિજ્ઞાન સંસ્થાની જાહેરાત પ્રમાણે ગરમ પાણીમાં મીઠું નાખીને તેનાથી કોગળા કરવાથી ફાયદો થાય છે.



મોટાભાગના લોકોમાં લક્ષણો નથી દેખાતા

અત્યાર સુધી સામે આવેલા રેકોર્ડમાં જાણી શકાય છે કે મોટાભાગના ચેપગ્રસ્ત લોકોમાં શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. જર્મનીની રૉબર્ટ કૉખ ઇન્સ્ટીટ્યૂટના જણાવ્યા પ્રમાણે આ વાયરસનો ઇન્ક્યૂબેશન તબક્કો 14 દિવસનો હોય છે. ઇન્ક્યૂબેશન તબક્કો એવા સમયને કહેવામાં આવે છે જ્યારે ચેપ લાગ્યા પછી બીમારીના લક્ષણો દેખાવા લાગે છે.

પરીક્ષણ કેવી રીતે થાય છે

આનો ટેસ્ટ ખૂબ સરળ છે. જેનાથી સરળતાથી માલુમ પડી શકે છે કે તમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં. જિલ્લા હૉસ્પિટલોમાં તમને આના ટેસ્ટની જાણકારી મળશે.
First published: March 12, 2020, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading