Home /News /lifestyle /અચાનક હ્રદય બંધ થઈ જાય, માણસ ફ્સડાઈ પડે, સડન કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેક વચ્ચે તફાવત અને ઈમરજન્સી સારવાર
અચાનક હ્રદય બંધ થઈ જાય, માણસ ફ્સડાઈ પડે, સડન કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેક વચ્ચે તફાવત અને ઈમરજન્સી સારવાર
heart attacks sudden cardiac arrest
HEART ATTACK AND CARDIAC ARREST: હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. આ શબ્દો ઘણીવાર એકબીજાના બદલે વાપરવામાં આવે છે, પરંતુ અસલમાં તેઓ સમાન નથી. હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન ખરેખર શું થાય છે?
જ્યારે કોઈ વ્યક્તિનુ હ્રદય અચાનક જ કામ કરવાનુ બંધ કરી દે અને તે વ્યક્તિનુ મૃત્યુ થાય તો તેને કાર્ડિયાક ડેથ કહેવાય છે. જેને અન્ય શબ્દોમાં કાર્ડિયાક અરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં વ્યક્તિનુ અણધારી રીતે અને અચનાક જ મોત થતું હોય છે. કાર્ડિયાક અરેસ્ટ આજે વિશ્વમાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે, જેમાં હૃદયરોગ સંબંધિત તમામ મૃત્યુમાંથી અડધાથી વધુ મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટના કારણે થતા હોય છે. કાર્ડિયાક અરેસ્ટ થયા પછી રક્તનુ પરિભ્રમણ બંધ થઈ જાય છે અને બ્રેઈન ડેથ તથા વ્યક્તિનુ મૃત્યુ થાય તે પહેલાં ચારથી છ મિનિટ સુધી તે બંધ હોય છે. દરેક પસાર થતી મિનિટે બચવાની તકો 7-10 ટકા ઘટતી જાય છે.
જોકે, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. આ શબ્દો ઘણીવાર એકબીજાના બદલે વાપરવામાં આવે છે, પરંતુ અસલમાં તેઓ સમાન નથી. હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન ખરેખર શું થાય છે? આવો જાણીએ.
આ છે હાર્ટ ટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત
હાર્ટ એટેક શું છે?
આપણા હૃદયને કાર્ય કરવા માટે ઓક્સિજનથી ભરપૂર લોહીની જરૂર પડતી હોય છે, જે હૃદયને કોરોનરી આર્ટરી દ્વારા પ્રદાન કરવામાં આવે છે. હાર્ટ અટેક ત્યારે થાય છે જ્યારે આ ધમનીઓ અવરોધિત થતી હોય છે અને તેથી હૃદયને લોહી પહોંચાડવામાં અસમર્થ હોય છે. હૃદયના સ્નાયુને કાયમી નુક્શાન કરતા આ પ્રકારના બ્લોકેજને તાત્કાલિક ધોરણે દૂર કરવા જરૂરી હોય છે.
સડન કાર્ડિયાક અરેસ્ટ શું છે?
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય ફક્ત ધબકવાનું બંધ કરે છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે અને મગજ સહિત તમામ અવયવોનો બ્લડ સપ્લાય પ્રભાવિત થાય છે. મગજમાં રક્ત પ્રવાહ વિના વ્યક્તિ બેભાન બને છે. જો ઈમર્જન્સીમાં સારવાર શરૂ ન કરવામાં આવે તો વ્યક્તિનુ મૃત્યુ તરત જ થઈ જતું હોય છે. સડન કાર્ડિયાક અરેસ્ટ થવાનું કારણ હૃદય સાથે સંબંધિત હોઈ શકે જો કે આવું હોય જ તે પણ જરૂરી નથી.
સડન કાર્ડિયાક અરેસ્ટ થવાના કારણો શું છે?
સૌથી સામાન્ય કારણ હૃદયની અસાધારણ રિધમ છે. સૌથી સામાન્ય વેન્ટ્રિક્યુલર ફાઇબરિલેશન કહેવાય છે. સામાન્ય રીતે હૃદય દ્વારા ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સ વ્યવસ્થિત રીતે ટ્રાન્સમિટ થતા હોય છે, જે હૃદયના ચેમ્બરના સિક્વન્શીયલ કોન્ટ્રાક્શનની શરૂઆત કરે છે, જેના કારણે શરીરના તમામ અવયવોમાં લોહીને અસરકારક રીતે પમ્પ કરવામાં આવે છે. વેન્ટ્રિક્યુલર ફાઇબરિલેશનમાં જેને ડોકટરો દ્વારા VF તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનાથી એકસાથે એકથી વધુ ઈમ્પલ્સ ઉત્પન્ન થાય છે અને હૃદય દ્વારા ઝડપી, રેન્ડમ અને આપખુદ રીતે ટ્રાન્સમિટ થાય છે. આના પરિણામે હૃદયમાં ઈનઈફેર્ટિવ કેન્ટ્રાક્શન શરૂ થાય છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે.
કોરોનરી આર્ટરીમાં બિમારી અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે, ખાસ કરીને જો બ્લોક મુખ્ય કોરોનરી આર્ટરીઓના પ્રોક્સિમલ સેગમેન્ટમાં વિકસતા હોયય. હાર્ટ એટેક કોરોનરી આર્ટરી ડિસીઝને કારણે થાય છે. બંને અલગ હોવા છતાં તેમની વચ્ચે એક કડી છે, જે સામાન્ય છે. હાર્ટ એટેકથી પીડિત દર્દીને હોસ્પિટલ જતા સમયે કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. વાલ્વ્યુલર હૃદય રોગ જેમ કે એઓર્ટિક સ્ટેનોસિસ અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે.
કાર્ડિયાક અરેસ્ટની ભારતીયો પર અસર
ભારતીયો હૃદયરોગનો ભોગ બને તેનું જોખમ ઘણું જ વધારે છે અને આ સંખ્યા વર્ષોથી નોંધપાત્ર રીતે વધી રહી છે. WHOની વસ્તી ગણતરી મુજબ, દર લાખમાંથી આશરે 4280 ભારતીયો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામે છે.
અમેરિકન હાર્ટ એસોસિએશને સડન કાર્ડિયાક અરેસ્ટના ઈમર્જન્સી મેનેજમેન્ટને સરળ બનાવ્યું છે. આ ટ્રેઈનિંગ હવે સહેલાઈથી અને અસરકારક રીતે શીખવી શકાય છે અને તેનું અનુકરણ કરવુ પણ સહેલું છે, મેડિકલ બેકગ્રાઉન્ડ ન ધરાવતી વ્યક્તિ માટે પણ તે સરળ રહે તે રીતે બનાવવામાં આવ્યું છે. આ ટ્રેનિંગને બેઝિક લાઇફ સપોર્ટ અથવા ટૂંકમાં BLS કહેવામાં આવે છે. BLS ખૂબ જ સરળ છે અને દરેકને તે કરવા માટે તાલીમ આપવી જોઈએ. BLSની ટેકનીકનો ઉપયોગ કરીને એક પ્રશિક્ષિત વ્યક્તિ સડન કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બનેલા દર્દીને તબીબી મદદ ન આવે ત્યાં સુધી જીવિત રાખી શકે છે.
આ રીતે કરી શકાય BLS
જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ પડી જાય છે, ત્યારે સૌથી સામાન્ય કારણ સડન કાર્ડિયાક અરેસ્ટ છે. પ્રથમ પગલું એ સુનિશ્ચિત કરવાનું છે કે પીડિત અને BLS પ્રદાતા બંને માટે પર્યાવરણ સલામત છે. જો તેમ ન હોય તો દર્દીને સલામત સ્થળે ખસેડવો.
શ્વાસ અને ધબકારા તપાસો. છાતીની હિલચાલ જુઓ અને ગરદનમાં ધબકારા તપાસો. આમાં 10 સેકન્ડથી વધુ સમય ન લેવો.
જો બેમાંથી કોઈ એટલે છાતીની હલનચલન અને ધબકારા હાજર ન હોય, તો પછી ચેસ્ટ કોમ્પ્રેશન શરૂ કરો. ચેસ્ટ કમ્પ્રેશન અને શ્વાસનો ગુણોત્તર 30 : 2 હોવો જોઈએ, એટલે કે દરેક 30 છાતીના સંકોચન માટે બે શ્વાસ. સામાન્ય લોકો માટે "Hands-only CPR " પ્રોટોકોલની પણ ભલામણ કરવામાં આવે છે, ખાસ કરીને હાલના COVID સમયમાં, જેમાં શ્વાસ લીધા વિના માત્ર ચેસ્ટ કમ્પ્રેશનની ભલામણ કરવામાં આવે છે. જો કે આ પણ ખૂબ અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
તબીબી સહાય ન આવે ત્યાં સુધી BLS પીડિતને જીવિત રાખે છે.
કન્ક્લુઝન:
સડન કાર્ડિયાક અરેસ્ટ એ તબીબી કટોકટી છે અને જો સમયસર સારવાર કરવામાં ન આવે તો સ્થિતિ ખૂબ જ જીવલેણ બની જાય છે. એક સરળ પણ અસરકારક રીત જેનો સામાન્ય વ્યક્તિઓ પણ ઉપયોગ કરી શકે તે BLS છે. દરેક વ્યક્તિએ BLSની તાલીમ લેવી જોઈએ અને તે શીખવું પણ સરળ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર