એકસપર્ટના મતે વધુ એક રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને તે છે બ્રેન-સ્ટ્રોક.
બ્રેન-સ્ટ્રોકથી પેરાલિસિસથી લઈને મોત થવા સુધીનું જોખમ રહેલું છે.
આ બંને સ્થિતિ પાછળ જવાબદાર કારણો છે- હાઈપર ટેન્શન, હાઈપરલિપિડિમિયા (કોલેસ્ટ્રોલનું વધતું પ્રમાણ) અને તમાકુનું સેવન.
ડૉ. અનુસાર'ગુજરાતી જનતામાં બ્રેન સ્ટ્રોક આવવાના મુખ્ય જવાબદાર કારણો હાઈપરટેન્શન, હાઈરલિપિડિમિયા અને તમાકુનું સેવન છે.'
ડો. વૈષ્ણવે માહિતી આપી કે, 'આપણા લોહીમાં હોમોસિસ્ટીન (એક પ્રકારનું એમિનો એસિડ)નું પ્રમાણ વધારે હોય છે. આ પ્રમાણ વિટામિન B12, B6 અને ફોલિક એસિડની ખામી ધરાવતા લોકોના શરીરમાં વધી જાય છે.
આપણું શાકાહારી ભોજન, જમવાનું બનાવવાની રીત અને જેનેટિકસ (આનુવંશિકતા) હાઈપરહોમોસિસ્ટીનેમિયા થવાના મુખ્ય કારણો છે.
ભારતમાં દર વર્ષે 15 લાખ લોકો આઈસ્કેમિઆ (રકતક્ષીણતા) સ્ટ્રોકનો શિકાર બને છે. જેમાંથી ૧૪,૦૦૦ લોકો અથવા તો ૧ ટકાથી પણ ઓછાને થ્રોમ્બોલિસીસ (ગંઠાયેલા લોહીને છૂટું કરવાની સારવાર) મળી શકે છે.
દરેક 6 માંથી એક વ્યકિતને બ્રેન સ્ટ્રોક થાય છે. પુરુષો કરતાં મહિલાઓને બ્રેન સ્ટ્રોક આવવાની શકયતા વધારે છે. માત્ર અડધી વસ્તીને જ આના લક્ષણો વિશે જાણ છે. છેલ્લા ૪ દાયકામાં ભારતમાં આ રોગમાં ૧૦૦ ટકા વધારો થયો છે.
વ્યકિતને બ્રેન સ્ટ્રોક આવે તેના ૪.૫ કલાકના ગોલ્ડન પીરિયડ દરમિયાન સારવાર આપી કઈ રીતે જીવ બચાવી શકાય તે અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો.
બ્રેઈન સ્ટ્રોકની તકલીફ ઘણી વ્યક્તિઓને હોય છે. ક્યારેક બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો નહીં જાણવાને કારણે ઘણી વ્યક્તિઓને તકલીફનો સામનો કરવો પડે છે.
અચાનક અસંવેદનશીલ બની જવું, સમજવામાં અને બોલવામાં તકલીફ પડે, આંખો પર અસર દેખાય, ચાલવામાં તકલીફ રહે, ચક્કર આવવા અને અચાનક માથામાં દુઃખાવો થવો તે બ્રેન સ્ટ્રોકના લક્ષણો છે. એક્સર્સાઇઝ, વજનને નિયંત્રણમાં રાખવું અને હેલ્ધી ડાયેટથી બ્રેન સ્ટ્રોકને રોકી શકાય છે.
રક્ત સંચારમાં વિધ્નના કારણે મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં ક્ષરણ થતા સ્ટ્રોક થાય છે. આવુ કાંતો કોઇક વિધ્નના કારણે ઇશ્ચેમિયા (રક્ત સંચારમાં કમી) અથવા તો પછી હેમરેજ (રક્તસ્રાવ)ના કારણે થાય છે. જોકે સામાન્ય વ્યક્તિને સ્ટ્રોક વિશે ખબર નથી હોતી, તેના શુ પ્રભાવ હોય છે, તે થતા તરત શુ કરવું જોઇએ અને સ્ટ્રોકના દર્દીનો ઇલાજ કેમ થશે તે જાણ તથી નથી. મસ્તિષ્ક કોશિકાઓની સુચારુ પ્રક્રિયા માટે તેમનામાં રક્ત વળે ઑક્સીજન તથા અન્ય પોષક તત્વોનુ સતત પહોંચવુ જરૂરી છે. મસ્તિષ્કની લાખો કોશિકાઓની આ જરૂરિયાતને પૂરી કરવા માટે રક્ત નળિકાઓ વડે સતત રક્ત પ્રવાહિત થતુ રહે છે. આ પુરવઠો જ્યારે બાધિત થઈ જાય છે, તેના પરિણામે મસ્તિષ્ક આધાત થાય છે અને મસ્તિષ્કની કોશિકાઓ મૃતપ્રાય થવા લાગે છે. ડાયાબિટીસ અને તાણ, ધૂમ્રપાન, મેદસ્વિતા, હાઈ કોલેસ્ટ્રૉલ સ્તર અને હૃદય રોગનાં હુમલા માટે મુખ્ય ખતરા હોઈ શકે છે.
લક્ષણો:
1) ચહેરાનુ ઝુકવું - જો દર્દીનો ચહેરો એક બાજુ ઝુકી જાય અથવા તેને ચહેરો એક તરફથી ખોટો થતો જણાય, તો તરત સહાય માટે પોકારો. આ દરમિયાન આપ તેને હસવા માટે કહો, જો એ આવુ ન કરી શકે તો તરત હૉસ્પિટલ લઈ જાવો.
2) બોલવામાં મુશ્કેલી- સ્ટ્રોક દરમિયાન દર્દી અસ્પષ્ટ બોલે છે. એમનાથી સામાન્ય પ્રશ્નો કરો, સામાન્ય રીતે તે પશ્નોના સાચા જવાબ નહી આપી શકે. સ્ટ્રોકની પુષ્ટિ માટે પ્રશ્નોને દોહરાવો. 3) ચાલવામાં મુશ્કેલી- સ્ટ્રોકના દર્દીને તેમનું શરીર સંતુલિત કરવામાં મુશ્કેલી થાય છે, તેને ચાલવામાં મુશ્કેલી અથવા સામાન્ય જેવી કમી હોય શકે છે. 4) જોવામાં મુશ્કેલી- કોઇક વખત આંખોની સામે અંધારો આવી જવો કે દેખાવું નહીં. એક દમ જ આંખોની સામે અંધારો આવી જવો અથવા જોવામાં મુશ્કેલી હોવી એ પણ બ્રેન સ્ટ્રોકનો સંકેત છે. 5) સખત માથાનો દુ:ખાવો - જો માથામાં કોઈ પણ કારણ વગર સખત દુ:ખાવો થાય તો આ સામાન્ય રીતે હેમરેજ (રક્તસ્રાવ)ને કારણે સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે. 6) ચક્કર આવવા અથવા અસન્તુલન- બ્રેન સ્ટ્રોકને કારણે અસન્તુલન થઈ જાય છે. કોઈ પણ કારણ વગર એકદમ જ સન્તુલન ગુમાવી દેવુ એ પણ સંકેત હોઈ શકે છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર