Home /News /lifestyle /

કોરોના સામે રક્ષણ આપતી Antibodyની શું ભૂમિકા છે? જાણો કોરોના સંક્રમણ બાદ તે કેવી રીતે કરે છે કામ

કોરોના સામે રક્ષણ આપતી Antibodyની શું ભૂમિકા છે? જાણો કોરોના સંક્રમણ બાદ તે કેવી રીતે કરે છે કામ

તસવીર- : Pixabay

આ મહામારીના સમયમાં એન્ટીબોડી (Antibody) અને એન્ટીબોડી ટેસ્ટ વિશે ઘણું જ સાંભળ્યું હશે. સામાન્ય શબ્દોમાં સમજાવવામાં આવે તો એન્ટીબોડી શરીરમાં રહેલ એક એવું તત્વ છે, જે ઈમ્યુન સિસ્ટમને બિમારી અથવા વાયરસથી બચાવવા માટે પોતાને તૈયાર કરે છે અને એક સુરક્ષા કવચ બનાવે છે.

વધુ જુઓ ...
What is Antibody and Antibody Test: આ મહામારીના સમયમાં એન્ટીબોડી (Antibody) અને એન્ટીબોડી ટેસ્ટ વિશે ઘણું જ સાંભળ્યું હશે. સામાન્ય શબ્દોમાં સમજાવવામાં આવે તો એન્ટીબોડી શરીરમાં રહેલ એક એવું તત્વ છે, જે ઈમ્યુન સિસ્ટમને બિમારી અથવા વાયરસથી બચાવવા માટે પોતાને તૈયાર કરે છે અને એક સુરક્ષા કવચ બનાવે છે. શરીર વાયરસ સામે લડવા માટે કેટલું તૈયાર છે, તેની જાણકારી એન્ટીબોડી ટેસ્ટ (Antibody Test)થી મળે છે. વેબએમડી અનુસાર એન્ટીબોડી ટેસ્ટની મદદથી બ્લડમાં રહેલ એન્ટીબોડીનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જ્યારે શરીર કોઈ સંક્રમણ સામે લડે છે, ત્યારે તે એન્ટીબોડી બનાવે છે. જ્યારે વેક્સીન લઈએ છીએ, ત્યારે તે વાયરસ સામે લડવા માટે ઈમ્યુનિટી (Immunity) બનાવે છે. એન્ટીબોડી ટેસ્ટની મદદથી શરીર વાયરસ સામે લડવા માટે કેટલું સજ્જ છે, તે જાણી શકાય છે.

બે પ્રકારની એન્ટીબોડી

શરીરમાં બે પ્રકારની એન્ટીબોડી હોય છે. એક એન્ટીબોડીનું નામ છે IGM એટલે કે, ઈમ્યૂનોગ્લોબુલિન એમ અને બીજી એન્ટીબોડીનું નામ છે IGG એટલે કે, ઈમ્યૂનોગ્લોબુલિન જી. IGM એન્ટીબોડી કોઈપણ પ્રકારના સંક્રમણ માટે શરીરની શરૂઆતની પ્રક્રિયા છે, જે સંક્રમણના પહેલા સ્ટેજમાં વિકસિત થવા લાગે છે. જ્યારો કોઈ દર્દીને કોરોના થાય છે, તો પહેલા સપ્તાહમાં તે પોઝિટીવ થાય છે અને 6 સપ્તાહમાં તે પૂર્ણ થઈ જાય છે. IGG એન્ટીબોડીના કારણે સંક્રમણ વિશે ખૂબ જ મોડા ખબર પડે છે. IGG એન્ટીબોડી શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને શરીરનું રક્ષણ કરે છે.

આ પ્રકારે તપાસ કરવામાં આવે છે

બ્લડ ટેસ્ટની મદદથી એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે છે. જેને સીરોલોજિકલ ટેસ્ટ કહેવામાં આવે છે. જે કોરોનાની તપાસના રિપોર્ટ કરતા જલ્દી આવી જાય છે. આ રિપોર્ટ RTPCRની તુલનાએ સસ્તો છે. એન્ટીબોડી તપાસનો સંવેદનશીલતા દર 60 થી 70 ટકા હોય છે.

આ પણ વાંચો: મલાઈકા અને કોહલી સહિત અનેક સેલિબ્રિટીઝ પીવે છે બ્લેક વોટર, જાણો શું છે તે?

પ્લાઝ્મા થેરાપી

કોરોના વાયરસ થયા બાદ જે લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમના બ્લડમાં જે એન્ટીબોડી બને છે, તેને પ્લાઝ્મા કહેવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર 98 ટકાથી અધિક દર્દીઓમાં એન્ટીબોડી બનેલ હોય છે, પ્લાઝ્મા થેરાપી શરૂ કરતા પહેલા એન્ટીબોડીની તપાસ કરવી જરૂરી છે.

આ ટેસ્ટના ફાયદા

આ ટેસ્ટથી કોવિડ વિશે ખૂબ જ જલ્દી ખબર પડી જાય છે.
આ ટેસ્ટનો અધિક ખર્ચ થતો નથી.
આ ટેસ્ટ ખૂબ જ સરળતાથી થઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Antibody, Corona test, Covid antibody

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन