Home /News /lifestyle /

શું છે સ્લીપિંગ ડિસઓર્ડર? જેમાં રાત્રે વારંવાર ઉડતી રહે છે તમારી ઊંઘ

શું છે સ્લીપિંગ ડિસઓર્ડર? જેમાં રાત્રે વારંવાર ઉડતી રહે છે તમારી ઊંઘ

પૂરતી ઉંઘ ન મળવાને કારણે સ્લીપિંગ ડિસઓર્ડરની સમસ્યા થાય છે.

sleeping disorder: સ્લીપિંગ ડિસઓર્ડર એવી સમસ્યા છે જેમાં નિયમિત સારી ઊંઘ લેવાની ક્ષમતાને અસર પહોંચે છે. પછી ભલે તે સ્વાસ્થ્યની સમસ્યાને કારણે હોય કે પછી ખૂબ તણાવને કારણે હોય. મોટાભાગના લોકો તણાવ, વ્યસ્ત જીવન અને અન્ય બાહરી પ્રભાવોના કારણે ક્યારેક-ક્યારેક ઊંઘની સમસ્યા અનુભવે છે. જો કે, જ્યારે આ સમસ્યાઓ નિયમિતપણે થવાનું શરૂ થાય છે અને રોજિંદા થવા લાગે ત્યારે તે સ્લિપીંગ ડિસઓર્ડર બને છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ  આપણને વારંવાર ઘરે કે મિત્રો વચ્ચે 'મને રાત્રે ઊંઘ ન આવી' અથવા 'હું આખી રાત ઊંઘી ન શક્યો કે ન શકી' અથવા 'ખબર નહીં કેમ મને રાત્રે ઊંઘ નથી આવતી' જેવા શબ્દો સાંભળવા મળે છે. તમે ઘણી વખત તે વાત નોંધી હશે કે તમને આ વાત કહેનારા તમારા મિત્ર કે સહકર્મીની જીવનશૈલી કેવી છે. જે લોકો રાત્રે પૂરતી ઊંઘ લઇ શકતા નથી તેમના માટે બીજો દિવસ ઉદાસી અને થાકથી ભર્યો રહે છે. આવું એટલા માટે થાય છે કે રાત્રે આપણું શરીર અને મગજ શાંતિથી આરામ કરી શક્યા નથી. તેથી બીજા દિવસે બોડી અને બ્રેનમાં હોર્મોન્સનું સ્તર અનિયમિત થઇ જાય છે.

  શું છે સ્લીપિંગ ડિસઓર્ડર?


  સ્લીપિંગ ડિસઓર્ડર એવી સમસ્યા છે જેમાં નિયમિત સારી ઊંઘ લેવાની ક્ષમતાને અસર પહોંચે છે. પછી ભલે તે સ્વાસ્થ્યની સમસ્યાને કારણે હોય કે પછી ખૂબ તણાવને કારણે હોય. યુનાઇટેડ સ્ટેટ્સમાં ઊંઘની આ સમસ્યા ખૂબ સામાન્ય બની રહી છે. મોટાભાગના લોકો તણાવ, વ્યસ્ત જીવન અને અન્ય બાહરી પ્રભાવોના કારણે ક્યારેક-ક્યારેક ઊંઘની સમસ્યા અનુભવે છે. જો કે, જ્યારે આ સમસ્યાઓ નિયમિતપણે થવાનું શરૂ થાય છે અને રોજિંદા થવા લાગે ત્યારે તે સ્લિપીંગ ડિસઓર્ડર બને છે.

  આ સમસ્યા ઊંઘતા પહેલા લોકોએ અપનાવેલી અમુક આદતોના કારણે પણ થઇ શકે છે. સ્લીપ ડિસઓર્ડરના પ્રકારના આધારે લોકોને ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે અને તેઓ દિવસભર અત્યંત થાક અનુભવી શકે છે. અપૂરતી ઊંઘના કારણે ઊર્જા, મૂડ, એકાગ્રતા અને આરોગ્ય પર નકારાત્મક અસર થઇ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ઊંઘની સમસ્યા અન્ય તબીબી અથવા માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનું એક લક્ષણ હોઈ શકે છે. જોકે, યોગ્ય સારવારથી સ્લીપિંગ ડિસઓર્ડરની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. જેમાં અમુક મેડિકલ ટ્રિટમેન્ટ અને જીવનશૈલીમાં અમુક પરીવર્તનોના સંયોજન દ્વારા આ પરેશાનીમાંથી બહાર નીકળી શકાય છે.

  આ પણ વાંચોઃ વાળમાં રૂમાલ લપેટવાની આદત હોય તો છોડી દેજો, નહીં તો ટકલા થઇ જશો; જાણો બીજા નુકશાન વિશે

  ભારતીય લોકોમાં સ્લીપિંગ ડિસઓર્ડર


  મનોચિકિત્સકોના મતે, આપણા દેશમાં દર 7માંથી એક વ્યક્તિને ઊંઘ ન આવવાની અથવા પૂરતી ઊંઘ ન આવવાની સમસ્યા છે. તેનું મુખ્ય કારણ એક નહીં પરંતુ ત્રણ પ્રકારના સામાજિક, માનસિક અને શારીરિક હોઈ શકે છે. તે વ્યક્તિની પરિસ્થિતિ પર નિર્ભર કરે છે કે ઊંઘની સમસ્યા તેને ઘેરી વળે છે.

  સ્લીપિંગ ડિસઓર્ડરના પ્રકારો


  અનિંદ્રાની સમસ્યાના અનેક પ્રકારો છે. જે પૈકી અમુક સ્વાસ્થ્યની સ્થિતિને આધાર હોઇ શકે છે. સ્લીપિંગ ડિસઓર્ડરના પ્રકારોમાં ઇન્સોમિયા, સ્લીપ એપ્નિયા, પેરાસોમનીયાસ, આએસલએસ (Restless Leg Syndrome), નાર્કોલેપ્સી વગેરેનો સમાવેશ થાય છે.

  સ્લીપિંગ ડિસઓર્ડરના 3 કારણો


  સ્લીપિંગ ડિસઓર્ડરની સમસ્યા મોટા ભાગે 3 મુખ્ય કારણો – સામાજીક, માનસિક, શારીરિકના લીધે હોઇ શકે છે.

  - આપણી લાઇફસ્ટાઇલ ખૂબ ઝડપથી બદલી રહી છે. શહેરોમાં રહેવાના આકર્ષણે આપણને પ્રકૃતિ અને નેચરલ લાઇફથી દૂર કરી દીધા છે. જેના કારણે આપણે એક માનસિક દબાણ અનુભવીએ છીએ. આ જ દબાણ સમયની સાથે બ્રેનમાં હોર્મોન્સનું સ્તર બગાડી દે છે અને આપણે સ્લીપિંગ ડિસઓર્ડર તરફ ધકેલી દે છે.

  - અમુક લોકો વારસાગત રીતે જ ચિંતાશીલ પ્રકૃતિ ધરાવતા હોય છે, જ્યારે અમુક લોકોમમાં હોર્મોનલ ડિસબેલેન્સના કારણે આ પ્રકારની સમસ્યા ઘર કરી જાય છે. જો સમય રહેતા કાઉન્સેલિંગ અને મેડિસિન ન લેવામાં આવે તો લાંબા સમયે તમે માનસિક બિમારીઓના શિકાર બની શકો છો.

  -શારીરિક કારણોમાં બે કારણોસર અનિંદ્રાની સમસ્યા ઊભી થાય છે. પ્રથમ જ્યારે તમે ખૂબ વધુ થાકી જાવ છો અને બીજું જ્યારે તમારી ફીઝીકલ એક્ટિવિટી ખૂબ ઓછી અથવા નહીવત હોય. આ બંને કારણે રાત્રે નિંદ્રાની પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન કરે છે.

  આ પણ વાંચોઃ શું તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય મળશે રાહત

  શહેરોમાં રહેતા લોકોમાં વધારે સમસ્યા


  હેલ્થ એક્સપર્ટનું કહેવું છેકે, સ્લીપિંગ ડિસઓર્ડરની સમસ્યા મુખ્ય રૂપે શહેરોમાં રહેતા લોકોમાં જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ છે શહેરોમાં સતત વધી રહેલું પ્રદૂષણ. જે શરીરમાં ઓક્સિજનની કમી ઉભી કરે છે અને બ્લડ ફ્લોને ઘટાડી દે છે. તેનાથી વ્યક્તિ દિવસ દરમિયાન થાક અનુભવે છે.

  આ સિવયા શહેરોમાં રહેતા લોકોનું જીવન ખૂબ ભાગદોડ અને તણાવથી ભર્યુ હોય છે. તેથી તેઓ ચા અને કોફીના રૂપમાં કેફીનનું સેવન વધુ કરે છે. કેફીનની માત્રા તેમના બ્રેનમાં ઊંઘ સંબંધિત હોર્મોન મેલાટોનિનના સીક્રેશનને અસર કરે છે. તેથી અનિંદ્રાની સમસ્યા ઊભી થાય છે.

  આ લોકો બને છે વધુ શિકાર


  હેલ્થ એક્સપર્ટ્સ અને મનોવૈજ્ઞાનિકોનું માનવું છેકે, સ્લીપિંગ ડિસઓર્ડર મોટાભાગે એવા લોકોને શિકાર બનાવે છે, જેઓ કોઇ એવા પ્રોફેશન કે ફીલ્ડમાં છે જ્યાં શારીરિક ઓછો અને માનસિક થાક વધુ લાગે છે. જેમ કે મીડિયા, કોલ સેન્ટર, હોસ્પિટલ સ્ટાફ, એરલાઇન્સ કે અન્ય પ્રોફેશનમાં સીટિંગ જોબ કરતા લોકોનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ બાળકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર, આ ઘરેલું ઉપાયોથી સુગર કંટ્રોલમાં કરો, નહીં તો ઇન્સ્યુલિન...

  કઇ રીતે કરાય છે સારવાર?


  આ સમસ્યામાંથી બહાર આવવા મેડિસિન અને જીવનશૈલીમાં સુધારો બંનેના સંયોજનની જરૂરિયાત રહે છે.

  જેમા મેડિકલ ટ્રિટમેન્ટમાં ઊંઘની ગોળીઓ, મેલાટોનિન સપ્લીમેન્ટ્સ, એલર્જી અથવા કોલ્ડ મેડિકેશન, સર્જરી, ડેન્ટલ ગાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

  જ્યારે જીવનશૈલીમાં અમુક બદલાવો સાથે સારી ઊંઘ મેળવી શકાય છે. જેમ કે, યોગ્ય ડાયટ, ચિંતામુક્ત રહેવું, સમયસર ઊંઘવાનની આદત કેળવવી, સુતા પહેલા ઓછું પાણી પીવું, કેફીન, તમાકું અને શરાબ નું સેવન ટાળવું, લો-કાર્બોહાઇડ્રેટ મીલ્સ લેવા વગેરેને તમારા જીવનમાં પરીવર્તન તરીકે સામેલ કરી શકો છો.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Health News, Health Tips, Treatments

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन