Home /News /lifestyle /Sinus Infection (Sinusitis): સાઈનસ ઈન્ફેક્શન એટલે શું? જાણો તેના લક્ષણો અને ગંભીરતા વિશે

Sinus Infection (Sinusitis): સાઈનસ ઈન્ફેક્શન એટલે શું? જાણો તેના લક્ષણો અને ગંભીરતા વિશે

સાઈનસ ઈન્ફેક્શનના જાણો લક્ષણો અને ગંભીરતા વિશે.

Sinus Infection (Sinusitis): સાઈનસીટીસ વાયરસના કારણે થતો હોય છે. આપણા અપર રેસ્પિરેટરી (Upper Respiratory) માંથી આના તમામ લક્ષણો જતા રહે તો પણ સાઈનસીટીસ હોઈ શકે છે. કેટલાક કેસમાં બેક્ટેરિયા અને ફંગસ પણ સાઈનસાઈટીસનું કારણ બને છે.

સાઈનસ ઈન્ફેક્શનને મેડિકલ ભાષામાં સાઈનસાઈટિસ કહેવામાં આવે છે. તમારા નાસિકા છિદ્રોમાં ઈન્ફેક્શન, સોજો અથવા બળતરા થતા હોય તો તેનો મતલબ છે કે તમને સાઈનસ ઈન્ફેક્શન એટલે કે સાઈનસાઈટીસ થયું છે. સાઈનસમાં જમા થતું પ્રવાહી ઈન્ફેક્શનનું કારણ બની શકે છે જેનાથી તમને સાઈનસાઈટીસ થાય છે.

સાઈનસીટીસ વાયરસના કારણે થતો હોય છે. આપણા અપર રેસ્પિરેટરી (Upper Respiratory) માંથી આના તમામ લક્ષણો જતા રહે તો પણ સાઈનસીટીસ હોઈ શકે છે. કેટલાક કેસમાં બેક્ટેરિયા અને ફંગસ પણ સાઈનસાઈટીસનું કારણ બને છે.એલર્જી, નાકમાં બેક્ટરેરિયા અને દાંતનું ઈન્ફેક્શન પણ સાઈનસમાં દુ:ખાવાનું કારણ બની શકે છે.

સાઈનસ ઈન્ફેક્શનના લક્ષણો


જ્યારે પણ બેક્ટેરિયાને કારણે સીનસ ઈન્ફએક્શનની સમસ્યા સર્જાય છે તો ઓછામાં ઓછા 10 દિવસ સુધી અહીં જણાવેલા સિમટમ્સ દેખાય છે. જો તમને આવું રહેતું હોય તો તમે ડોક્ટરનો સંપર્ક કરી શકો છો.

સાઈનસમાં દુ:ખાવો અથવા પ્રેશર


ફેશિયલ પેઈન એટલે કે ચહેરાનો દુખાવો સાઈનસાઈટીસનું પ્રથમ અને સૌથી વધુ જોવા મળતું લક્ષણ છે. તમારા આંખની ઉપર અને નીચેના ભાગમાં વિવિધ સાઈનસ આવેલા હોય છે, આ સાઈનસ તમારા નાકની પાછળ પણ હોય છે. તમને સાઈનસ ઈન્ફેક્શન થાય નુક્શાન પહોંચી શકે છે. બળતરા અને સોજાને કારણે તમારા સાઈનસમાં દુ:ખાવો થઈ શકે છે.

આ પણ વાંચો: Weird: મહિલાને છે અજાણ્યાના અંતિમ સંસ્કારમાં જવાનો શોખ! 150 શોક સભામાં હાજરી આપી ચૂકી છે

આવી અસર થઈ શકે

  • તમારા માથાના ભાગે

  • તમારા નાકની કોઈપણ બાજુમાં

  • ઉપરના જડબામાં અને દાંતોમાં

  • તમારી આંખોની વચ્ચે અનુભવાઈ શકે છે.


ચહેરાની સંવેદનશીલ ત્વચા


સાઈનસને કારણે તમારા ચહેરા પર પ્રેશરમાં વધારો થાય છે જેને કારણે તમારા ચહેરાની ત્વચા સંવેદનશીલ બને છે. મોટાભાગે આવું તમારા નોઝબ્રિજ અને આંખોની નીચે થતું હોય છે. કેટલીક વખત આ સંવેદનશીલતા માથાના ભાગે અને ગાલ પર પણ જોવા મળતી હોય છે.

વહેતું નાક અને પોસ્ટનઝલ ડ્રિપ


જ્યારે પણ તમને સીનસ ઈન્ફેક્શન થાય છે, તો તમારી નાકમાંથી સતત પ્રવાહી વહ્યા કરે છે. આ પ્રવાહીનો રંગ સફેદ, પીળો અથવા લીલો હોઈ શકે છે. આ પ્રવાહી તમારા ઈન્ફેક્શન યુક્ત સાઈનસમાંથી નીકળી તમારા નાકના રસ્તે બહાર આવે છે.

આ પણ વાંચો: Omicron and antiviral medicine: શું કોરોનાની દવા Omicron પર કામ કરશે? કંપનીએ કર્યો આ દાવો

કેટલીક વખત આ પ્રવાહી તમારા ગળાના માર્ગે પણ બહાર નીકળે છે. તેના કારણે તમને ગળામાં સોજો અને ઉધરસ પણ આવી શકે છે. આને પોસ્ટનઝલ ડ્રિપ કહેવામાં આવે છે. આવું મોટાભાગે રાતના સમયે થતું હોય છે.

બંધ નાક


તમારા સાઈનસનું ઈન્ફેક્શન તમારા નાસિકા છિદ્રે બંધ કરી તમને શ્વાસ લેવામાં પણ અવરોધ પેદા કરી શકે છે. આ ઈન્ફએક્શનને કારણે તમારા નાકના રસ્તામાં સોજો આવી જાય છે અને તમને નાક બંધ થઈ જવાનો અનુભવ થાય છે. આ પ્રકારે નાક બંધ થઈ જવાથી તમે સામાન્ય સ્થિતિની જેમ સુંધવા અને ટેસ્ટ કરી શકતા નથી. આને કારણે તમારો અવાજ પણ બદલાઈ જાય છે.

માથાનો દુ:ખાવો


તમારા સાયનસ પર રહેતો સળંગ સોજો અને પ્રેશર તમને માતાનો દુ:ખાવો પેદા કરી શકે છે. સાયનસ ઈન્ફેક્શનને કારણે તમને માત્ર માથાનો જ નહી પણ નાકનો દુ:ખાવો પણ થઈ શકે છે. આ સાથે જ તમને દાંત, ગાલ અને જડબામાં પણ દુ:ખાવાનો અહેસાસ થઈ શકે છે. મોટાભાગે સવારના સમયે સાઈનસનો દુ:ખાવો વધુ જોવા મળતો હોય છે. કેમ કે રાત્રિના સમય દરમિયાન તેમાં મોટા પ્રમાણમાં પ્રવાહી ભેગો થઈ જાય છે. જ્યારે તમારા આસપાસનું વાતાવરણ બદલાય ત્યારે તમારા માથાને અચાનક ફેરવો તો આ દુ:ખાવો વધી શકે છે.

આ પણ વાંચો: Juices For Healthy Liver: લીવરને સ્વસ્થ રાખવા અને શરીરને ડિટોક્સ કરવા માટે પીઓ આ જ્યુસ

ગળામાં દુ:ખાવો અને ઉધરસ


સાઈનસમાંથી નિકળતો પ્રવાહી તમારા ગળામાં આવે છે, જેના કારણે તમારા ગળામાં સોજો આવે છે અને વારંવાર ઉધરસની ફરિયાદ થાય છે. સુતા સમયે આ સમસ્યામાં વધારો થતો હોય છે. ઘણી વખત આ સમસ્યાનો કારણે દર્દી ઉંધી શકતો પણ નથી.

ગળામાં સોજો અને અવાજ બેસી જવો


પોસ્ટનઝલ ડ્રિપને કારણે ગળામાં ખંજવાળ અને દુ:ખાવો થાય છે, જેને કારણે ગળામાં સોજો પણ આવી જતો હોય છે. આ ઈન્ફેક્શન ઘણા લંબા સમય સુધી રહે છે. વારંવાર ઉધરસ અને ગળું સાફ કરવાને કારણે તમને ઉધરસની સમસ્યા પણ થઈ શકે છે.

તાવ


કેટલાક કિસ્સાઓમાં સાઈનસને કારણે ફિવર પણ જોવા મળતો હોય છે. અલગ અલગ પ્રકારના ઈન્ફેક્શનને કારણે સમસ્યા થતી હોય છે. આ પ્રકારના ઈન્ફેક્શનને કારણે થતો તાવ ઓછો હોય છે. આ તાવ 38 to 39.4°C વચ્ચે રહેતો હોય છે.

શ્વાસમાં દુર્ગંધ


સાઈનસમાં ઈન્ફેક્શન પેદા કરતો મ્યુકસ શ્વાસમાં દુર્ગંઘનું કારણ પણ બની શકે છે. જો આવું થતું હોય તો ખૂબ વધુ પ્રમાણમાં પાણી પીવું અને વારંવાર કોગળા કરવા. તમારી જીભ સાફ કરવાથી પણ આ સમસ્યામાં રાહત મળી શકે છે.

આ પણ વાંચો: Haircare Tips: શિયાળામાં તમારા શુષ્ક વાળમાં ચમક લાવશે આ 4 હોમમેડ કંડિશનર

સાઈનસ ઈન્ફેક્શમાં ક્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે


જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણો તમને વધુ લાંબા સમય સુધી રહે છે તો તમારે ડોક્ટટરનો સંપર્ક કરવો જરૂરી છે. જો 10 દિવસથી વધુ સમય સુધી પણ આ સમસ્યાઓમાં કોઈ પ્રકારની રાહત અથવા સુધારો જોવા મળતો નથી, તો તમે કાન નાક અને ગળાના (ENT) સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરી સાઈનસ ઈન્ફેક્શનની સારવાર કરાવો તે જરૂરી બને છે. ડેક્ટર તમારી તપાસ કરી તમારી સમસ્યાનું સમયસરને યોગ્ય નિદાન કરી શકે છે.

આ સિવાય જો તમને

  • 103°F (39.4°C)થી વધુ તાવ રહેતો હોય

  • સમજણ શક્તિમાં ઘટાડો

  • ગરદન જકડાઈ જવી

  • દ્રષ્ટિમાં ફેરફાર


વગેરે જેવી સમસ્યાઓ સતાવતી હોય તો કોઈપણ રાહ જોયા વગર ત્વરિત ધોરણે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
First published:

Tags: Good Health, Healthy life, Lifestyle News