Home /News /lifestyle /

દુબળા-પાતળા બાળકોને હેલ્થી બનાવવા શું ખવડાવશો? જાણો અહી

દુબળા-પાતળા બાળકોને હેલ્થી બનાવવા શું ખવડાવશો? જાણો અહી

દુબળા-પાતળા બાળકોને હેલ્થી બનાવવા શું ખવડાવશો?

Healthy diet for weak child: જો તમારા બાળકનું પણ ઉમર પ્રમાણે વજન ઓછું હોય અને કઈક વધારે જ દુબળા-પાતળા અને કમજોર લાગતાં હોય તો આજે અહી અમે આપને એવા ખોરાક વિશે જણાવા જય રહ્યા છીએ કે જે તમારા બાળકોના આહારમાં સામેલ કરવાથી ઘણો ફાયદો થશે.

વધુ જુઓ ...
  Food for underweight child : વયસ્ક લોકો હંમેશા પોતાના વાધેલા વજનને લઈને ચિંતિત હોય છે. પરંતુ જ્યારે બાળકોનો વજન તેની ઉંમર પ્રમાણે જેટલો હોવો જોઈએ તેના કરતાં જો ઓછો હોય ત્યારે માં-બાપ માટે ચિંતાનો વિષય બની જતો હોય છે. ઓછું વજન ધરાવતા બાળકો દુબળા-પાતળા લાગતાં હોય છે અને ઘણીવાર આ સમસ્યા તેની કમજોરીનુ કારણ પણ બની જતું હોય છે. જો તમારું બાળક પણ ઓછું વજન ધરાવતું હોય તો તમે તેને ડ્રાયફ્રૂટ્સ, ચણા, ડેરી ઉત્પાદનો અને કેળા ખવડાવી શકો છો. આ બધાનો નિયમિત આહારમાં સમાવેશ કરવાથી બાળકને તમામ વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન મળશે. આ સાથે તેનું વજન પણ ધીમે ધીમે વધવા લાગશે. આજે અમે અહી આપને એવા ખોરાક વિશે જણાવીશું કે જે તમારા બાળકને કુદરતી રીતે હેલ્થી બનાવવામાં મદદ કરશે.

  ઓન્લી માય હેલ્થ ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર ડાયેટિશિયન ડૉ. સુગીતા મુત્રેજા બાળકો માટે એવા આહારનું સૂચન કરે છે જેને ખોરાકમાં સામેલ કરવાથી બાળકોને તંદુરસ્ત રાખી શકાય છે.

  આ પણ વાંચો: કિડનીની ગંદકીને દૂર કરશે આ ડિટોક્સ વોટર, અનેક બીમારીઓથી બચાવશે

  કાળા ચણા


  કાળા ચણામાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો તમારું બાળક ખૂબ જ પાતળું છે, તો તમે ચણા ખવડાવી શકો છો. આ માટે તમે કાળા ચણા લો, તેને આખી રાત પલાળી દો. તે પછી તેને અંકુરિત થવા માટે રાખો. રોજ અંકુરિત ચણા ખવડાવવાથી બાળકોનું વજન વધારી શકાય છે. તમે ચાહો તો ચણામાં પનીર, મગફળી અને દાણા પણ ઉમેરી શકો છો.

  નોનવેજ


  તમારું બાળક જો નોન-વેજ ખાવાનું પસંદ કરે છે, તો તમે તેને વિવિધ હેલ્થી ખોરાક આપી શકો છો જેમ કે ચિકન, માંસ અથવા સી ફૂડ (Sea Food) પણ ખવડાવી શકો છો. નોન વેજ ખવડાવવાથી બાળકને જરૂરી તમામ પોષક તત્વો મળે છે. તેનાથી તેમનું વજન પણ વધી શકે છે. તમે તેને સૂપ, સલાડ, પાસ્તા વગેરેમાં નોન-વેજ મિક્સ કરીને બાળકોને આપી શકો છો. આ સિવાય વજન વધારવા માટે બાળકોને દરરોજ ઈંડા પણ ખવડાવી શકાય છે.

  સૂકા મેવા (Dry Fruits)


  જો તમારું બાળક દૂબળું-પાતળું છે, તો તમે તેને સૂકા મેવા ખવડાવી શકો છો. ડ્રાયફ્રૂટ્સ ખાવાથી બાળકોનું વજન વધે છે. આ માટે તમે બાળકોને બદામ, કિસમિસ, કાજુ અને અખરોટ ખવડાવી શકો છો. મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ લો, તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. રોજ ખાલી પેટ ડ્રાયફ્રુટ્સ ખાવાથી બાળકોનું વજન વધારી શકાય છે. આ સિવાય દૂધમાં ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને પીવાથી વધુ ફાયદો થઈ શકે છે.

  ફલફળાદી અને શાકભાજી


  ફળો અને શાકભાજીમાં તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. ફળોમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જો તમે તમારા બાળકનું વજન વધારવા માંગતા હોવ તો તેના આહારમાં ફળો અને શાકભાજી ઉમેરવાનું શરૂ કરો. તમે બાળકને કેળા, કેરી, કીવી અને અંજીર જેવા ફળો ખવડાવી શકો છો. આ સાથે બટેટા, શક્કરિયા અને રીંગણ જેવા શાકભાજી પણ બાળકોને ખવડાવી શકાય છે.

  આ પણ વાંચો: ડાયાબિટીસમાં મેથીના સેવન થશે અદ્ભુત લાભ, જાણો મેથીના ફાયદા અને ઉપયોગની રીત

  ડેરી પ્રોડક્ટસ


  દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી બાળકોની માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. આ સાથે તેમના સ્નાયુઓનો પણ વિકાસ થશે. બાળકોના શાકભાજી અને કઠોળને પણ ઘીમાં અવશ્ય ઉમેરવું જોઈએ. વજન વધારવા માટે બાળકને પનીર પણ ખવડાવી શકાય છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन