Home /News /lifestyle /

શું ડાયાબિટીસના દર્દી જિમમાં એક્સરસાઇઝ કરી શકે? ડોક્ટરની સલાહ

શું ડાયાબિટીસના દર્દી જિમમાં એક્સરસાઇઝ કરી શકે? ડોક્ટરની સલાહ

હેલ્થી ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા તેને અમુક હદ સુધી રોકી શકાય છે

Health Tips: હવે સૌથી મોટો પ્રશ્ન છે કે શું ડાયાબિટીસના દર્દી જિમમાં જઇને કસરત કરી શકે છે? આપણે એક્સપર્ટ પાસેથી આ સવાલનો જવાબ જાણીશું.

    મુંબઇ: દેશમાં મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીસ (diabetes)નો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો માટે પોતાને ફિટ રાખવો મોટો પડકાર છે. ડાયાબિટીસના અમુક દર્દીઓ ઘરે કસરત કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો જિમ (gym) જવા માગે છે. હવે સૌથી મોટો પ્રશ્ન છે કે શું ડાયાબિટીસના દર્દી જિમમાં જઇને કસરત કરી શકે છે? આપણે એક્સપર્ટ (expert advice) પાસેથી આ સવાલનો જવાબ જાણીશું. સાથે જ જાણીશું કે ડાયાબિટીસના દર્દીએ કસરત દરમિયાન કઇ-કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

    શું કહે છે ડોક્ટર?

    સીનિયર કન્સલ્ટન્ટ મેડિસિન એન્ડ ડાયાબિટીસ એક્સપર્ટ ડૉ. લલિત કૌશિક કહે છે કે, ડાયાબિટીસના દર્દીઓ (diabetic patient)એ કન્ટ્રોલ એનવાયરમેન્ટમાં સપ્તાહમાં 1થી 3 દિવસ જિમ જવું જોઇએ. જેથી શરીરને રિપેર થવાનો સમય મળી રહે. ડાયાબિટીસ દર્દીએ કાર્ડિયો એક્સરસાઇઝ કરવી જોઇએ નહીં, જેનાથી હાર્ટ પર ઇફેક્ટ પડે છે. કાર્ડિયોમાં ટ્રેડમિલ રનિંગ, સાઇકલિંગ અને દોરડા કૂદવા જેવી એક્સરસાઇઝનો સમાવેશ થાય છે. તેમના માટે કભા, પેટ અને પગની એક્સરસાઇઝ કરવી લાભદાયી છે. ડાયાબિટીસના દર્દીએ હેવી એક્સરસાઇઝ કરતાં પહેલાં ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઇએ, જેથી ઘણી વખત શુગર ડાઉન થવાનો ખતરો રહે છે.

    આ પણ વાંચો: કોરોનાની મગજ પર ગંભીર અસર થાય છે? શું કહે છે ડોક્ટર્સ

    એક્સરસાઇઝથી થઇ શકે છે લાભ

    ડૉ. લલિત કૌશિક અનુસાર, યોગ્ય રીતે એક્સરસાઇઝ કરવાથી ડાયાબિટીસની દવાઓ ઘટી જાય છે અને હાર્ટ સંબંધિત મુશ્કેલીઓનો ખતરો પણ એક હદ સુધી ઘટી જાય છે. ડાયાબિટીસના લીધે દર્દીના હાડકાં નબળા પડવા લાગે છે અને હેલ્થી ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા તેને અમુક હદ સુધી રોકી શકાય છે. જે લોકો પાર્કમાં જઇને રનિંગ અથવા વોકિંગ કરે છે, તેનાથી પણ શરીરને ફાયદો થાય છે. નિષ્ણાતના મતે, લોકોએ રોજિંદા કાર્યોમાં એક્સરસાઇઝને સ્થાન આપવું જોઇએ.

    ડોક્ટર્સના મતે, ડાયાબિટીસના દર્દીએ જિમમાં એક્સરસાઇઝ દરમિયાન પોતાની સાથે કેળા રાખવા જોઇએ. જો કસરત બાદ શુગર લેવલ ઘટી જાય તો કેળા લઇ શકો છો. એક્સરસાઇઝ કરતાં પહેલાં અને પછી તમામ દર્દીએ પોતાનું શુગર લેવલ જરૂર તપાસવું જોઇએ. જો તેમાં વધુ પડતો ફેરફાર જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Diabetes care, Health Tips, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन