Home /News /lifestyle /

Health: પેશાબનો રંગ જો આ હોય તો થઈ જાઓ સાવધાન! જલ્દી ડોક્ટરનો કરો સંપર્ક

Health: પેશાબનો રંગ જો આ હોય તો થઈ જાઓ સાવધાન! જલ્દી ડોક્ટરનો કરો સંપર્ક

પેશાબનો રંગ જો આ હોય તો થઈ જાઓ સાવધાન!

What Color urine is healthy? આમ જોવા જઈએ તો પેશાબ (urine)નો રંગ પીળાશ પડતો હોય છે. પરંતુ આજે અહી અમે એક ચોંકાવનારા અભ્યાસની વાત કરીશું જેમાં જાણવા મળ્યું છે કે જો પેશાબનો કલર આ હશે તો તમને કોઈ સ્વાસ્થય સબંધિત ખતરનાક સમસ્યા થવા જઈ રહી છે. ચાલો જાણીએ યુરીનનો કેવો રંગ આપે છે ખતરનાક સંકેત?

વધુ જુઓ ...
  What color of urine is unhealthy: શરીરને હાઈડ્રેટ રાખવું એ આપની હેલ્થ માટે ઘણું જ જરૂરી છે. આમ ન કરવાથી આપણને સ્વાસ્થય સબંધિત ઘણી સમસ્યાઓ સામે આવે છે. સામાન્ય રીતે ગરમીઓની સિઝનમાં આપણને ઘણો પરસેવો વડે છે જેને લઈને શરીરમાં પાણીની ઉણપ અનુભવાય છે. આ કારણે આપણને હિટ સ્ટ્રોક અને લૂ લાગવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. તમે હાઇડ્રેટેડ છો કે નહીં તે જાણવાની શ્રેષ્ઠ રીત તમારા પેશાબનો રંગ છે. પેશાબનો ઘાટો રંગ એટલે કે તમે ડિહાઈડ્રેટ છો. તે જ સમયે, પેશાબનો રંગ હળવો હોય તો એવું માનવામાં આવે છે કે તમે હાઇડ્રેટેડ છો.

  આજતકમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ સામાન્ય રીતે બધા લોકોનું માનવું હોય છે કે જ્યારે પેશાબનો રંગ સંપૂર્ણપણે ક્લિયર હોય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તમે સંપૂર્ણપણે હાઇડ્રેટેડ છો, પરંતુ તાજેતરમાં જ એક આરોગ્ય નિષ્ણાતે આ વિશે ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે પેશાબનો રંગ ક્લિયર હોવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  આ પણ વાંચો: Platelet Count: પ્લેટલેટ્સ ઓછા થવા પર કરો આ વસ્તુઓનું સેવન, તમને થશે જલ્દી ફાયદો

  ડો. માર્ગારેટ મેકકાર્ટનીએ કહ્યું કે પેશાબનો રંગ સ્પષ્ટપણે જણાવતો નથી કે તમે હાઇડ્રેટેડ છો કે નહીં. ટેલિગ્રાફને જણાવતા તેમણે કહ્યું કે એવી ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓ છે જે માને છે કે પેશાબના રંગ અને હાઇડ્રેશન વચ્ચે સંબંધ છે. પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે.

  તંદુરસ્ત વ્યક્તિમાં, પેશાબનો પીળો રંગ એ સંકેત છે કે તમારી કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે. તે જ સમયે, જો તમારા પેશાબનો રંગ સંપૂર્ણપણે ક્લિયર છે, તો તેનો અર્થ એ છે કે તમે જરૂરિયાત કરતા વધુ પ્રવાહીનું સેવન કરી રહ્યા છો, જેની તમારા શરીરને જરૂર નથી.

  તેમણે વધુમાં કહ્યું કે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે અને તે પ્રમાણે દરેકના શરીર માટે પાણીની જરૂરિયાત પણ અલગ-અલગ હોય છે. ઉપરાંત, તમારા શરીરને કેટલું પાણી જોઈએ છે, તે તમે કેવા પ્રકારનું કામ કરી રહ્યા છો તેના પર પણ નિર્ભર કરે છે. ડો. માર્ગારેટ મેકકાર્ટનીએ કહ્યું કે પેશાબ પાણી અને અનેક પ્રકારના રસાયણોથી બનેલો છે.

  આ પણ વાંચો: Morning walk benefits: રોજ સવાર સાંજ ચાલવાથી થાય છે આટલા ફાયદા, બ્રેસ્ટ કેન્સર સહિત આ બીમારીઓનું ઘટે છે જોખમ

  પેશાબમાં ચેપ, કિડની અને મૂત્રાશયમાં પથરી, કેન્સર અને બ્લેડર સિન્ડ્રોમ હોય, તો પેશાબનો રંગ લાલ અને ભૂરા દેખાય છે. તે જ સમયે, જો પેશાબનો રંગ નારંગી દેખાય છે, તો તે લીવર રોગ સૂચવે છે.

  પેશાબ પાણીની જેમ ક્લિયર હોવો એ સૂચવે છે કે તમે જરૂર કરતાં વધુ પાણી પી રહ્યા છો. ચોખ્ખો પેશાબ કિડની રોગની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમને તમારા પેશાબનો રંગ સતત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, તો તમારે ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन