બેઠાબેઠા પગ હલાવવાની આદત છે? તો હ્રદયરોગનું છે જોખમ, 35 વર્ષથી વધુ ઉંમરના રહે સાવધાન
બેઠાબેઠા પગ હલાવવાની આદત છે? તો હ્રદયરોગનું છે જોખમ, 35 વર્ષથી વધુ ઉંમરના રહે સાવધાન
બેઠાબેઠા પગ હલાવવાની આદત છે? તો આ બિમારીનું થશે જોખમ
લોકોને બેઠા બેઠા પગ હલાવવાની આદત હોય છે (Habit of moving legs). શું તમને પણ આવી કોઇ ટેવ છે? આ ટેવ ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. પગ હલાવવાની ટેવ ધરાવતા લોકોમાં આયર્નની ઉણપ હોય છે. આયર્નની ઉણપના કારણે લોકો પગ હલાવે છે, તેમના પગમાં તમરી અથવા કીડીઓ ચાલતી હોય તેવું લાગે છે. આ સમસ્યાને મેડિકલ ભાષામાં રેસ્ટલેસ સિંડ્રોમ (Restless Syndrome) કહેવાય છે
Restless Syndrome: અમુક લોકોને બેઠા બેઠા પગ હલાવવાની આદત હોય છે (Habit of moving legs). શું તમને પણ આવી કોઇ ટેવ છે? આ ટેવ ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. પગ હલાવવાની ટેવ ધરાવતા લોકોમાં આયર્નની ઉણપ હોય છે. આયર્નની ઉણપના કારણે લોકો પગ હલાવે છે, તેમના પગમાં તમરી અથવા કીડીઓ ચાલતી હોય તેવું લાગે છે. આ સમસ્યાને મેડિકલ ભાષામાં રેસ્ટલેસ સિંડ્રોમ (Restless Syndrome) કહેવાય છે.
શું છે આ રેસ્ટલેસ સિંડ્રોમ?
રેસ્ટલેસ સિંડ્રોમ બીમારી (Health Problem)માં વ્યક્તિ એક જગ્યાએ બેઠા બેઠા પોતાના પગ હલાવ્યા કરે છે. આ સમસ્યા મોટાભાગે 35 વર્ષથી વધુની ઉંમરના લોકોનો હોય છે. હાલમાં જ થયેલ એક શોધમાં સામે આવ્યું છે કે, આ પ્રકારે પગ હલાવવાથી હાર્ટ એટેક આવવાનો ખતરો વધી જાય છે. એટલું જ નહીં આ સિંડ્રોમના કારણે અન્ય બીજી સમસ્યાઓ પણ થઇ શકે છે.
આ સમસ્યાનું મુખ્ય કારણ તમારા શરીરમાં આયર્નની કમી છે. એટલું જ નહીં કિડની, પાર્કિસન્સથી પીડાય રહેલા દર્દીઓ અને ગર્ભવતી મહિલામાં ડિલિવરીના અંતિમ દિવસોમાં હોર્મોનલ પરીવર્તનના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ સિવાય દારૂનું સેવન કરતાં અથવા એલર્જી કે શરદીની દવાઓ લેતા લોકોને પણ રેસ્ટલેસ સિન્ડ્રોમ થઇ શકે છે. આ ઉપરાંત શુગર, બીપી અને હ્રયદ સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોમાં પણ આ સમસ્યા થઇ શકે છે.
આવા લક્ષણો જણાય તો સાવધાન
પગમાં ઝનઝનાટ મહેસૂસ થતી હોય અથવા પગમાં કીડીઓ ચાલી રહી હોવાનું અનુભવાતું હોય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત જે લોકો વધુ ચિંતા કરે છે કે તણાવમાં રહે છે, તેમને પણ સમસ્યા પોતાનો શિકાર બનાવે છે.
રેસ્ટલેસ સિંડ્રોમની સારવાર
જો કોઇને આ સમસ્યા હોય તો તેમણે આયર્ન યુક્ત ખોરાક લેવો જોઇએ. ભરપૂર માત્રામાં આયર્ન મળે તેવા શાકભાજી અને ફળોને ડાયટમા સામેલ કરવા જોઇએ. આ સિવાય તમે અમુક કસરતો કરીને પણ આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
તમે ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો. જોકે, આ સ્થિતિમાં સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવી સૌથી સમજદારીભર્યુ કામ છે. કારણ કે યોગ્ય ચેક અપ બાદ તમને અમુક દવાઓ પણ આપી શકે છે અને તેથી તમે જલદી જ આ બીમારીમાંથી મુક્ત બની શકો છો.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર