Home /News /lifestyle /

Causes of diabetes: ડાયાબિટીસ કઈ રીતે થાય છે? કયા કારણો ડાયાબિટીસ પાછળ છે જવાબદાર?

Causes of diabetes: ડાયાબિટીસ કઈ રીતે થાય છે? કયા કારણો ડાયાબિટીસ પાછળ છે જવાબદાર?

ડાયાબિટીસ કઈ રીતે થાય છે?

Diabetes patient in India: ડાયાબિટીસ એ એક એવી સ્થિતિ છે, જે શરીરની લોહીમાં ગ્લુકોઝને પ્રોસેસ કરવાની ક્ષમતાને નબળી પાડે છે. જે બ્લડ શુગર તરીકે ઓળખાય છે.

    ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ (Diabetes patient in India)ની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસના વધતા કેસ પાછળ વર્તમાન સમયની વ્યસ્ત જીવનશૈલી (Lifestyle in diabetes) અને આનુવંશિક જેવા ઘણા કારણો જવાબદાર છે. ડાયાબિટીસ (diabetes)એ એક એવી સ્થિતિ છે, જે શરીરની લોહીમાં ગ્લુકોઝને પ્રોસેસ કરવાની ક્ષમતાને નબળી પાડે છે. જે બ્લડ શુગર તરીકે ઓળખાય છે. ડાયાબિટીસના ઘણા પ્રકારો છે. જેની અલગ અલગ રીતે સારવાર થઈ શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ શા કારણે થાય છે? તે અંગે જાણવું જરૂરી બની છે.

    ડાયાબિટીસ શા માટે અને કેવી રીતે થાય છે?


    ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તે ટાઈપ 1માં તમારી રોગપ્રતિકારક શક્તિ તમારા સ્વાદુપિંડના ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોને નષ્ટ કરવાનું શરૂ કરતી હોવાની વાત સામે આવી છે. ડાયાબિટીસમાં આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોને કારણે સ્વાદુપિંડ પૂરતું ઈન્સ્યુલિન બનાવતું નથી.

    આ પણ વાંચો: સ્તનપાન કરાવતી મહિલાઓએ આ વસ્તુનું ન કરવું જોઈએ સેવન, બાળકના આરોગ્યને થશે નુકસાન

    ટાઈપ 1 ડાયાબિટીસના કારણો (Causes of Type 1 Diabetes)


    ટાઈપ 1 ડાયાબિટીસનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, એ વાતની પુષ્ટિ થઈ છે કે, સામાન્ય રીતે ખતરનાક બેક્ટેરિયા અને વાયરસ સામે લડતી તમારી રોગપ્રતિકારક શક્તિ ડાયાબિટીસમાં તમારા માટે જોખમી નીવડે છે.

    રોગપ્રતિકારક શક્તિ તમારા સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોને નષ્ટ કરવાનું શરૂ કરે છે. પરિણામે તમારા શરીરમાં ખૂબ જ ઓછું અથવા જરાક પણ ઈન્સ્યુલિન બાકી રહેતું નથી. જેના કારણે શુગર કોષોમાં જવાને બદલે લોહીમાં જમા થવા લાગે છે. ટાઈપ 1 ડાયાબિટીસ આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોના સંયોજનને કારણે હોવાનું માનવામાં આવે છે. જો કે, તેના ઘણા પરિબળો હજુ અસ્પષ્ટ છે.

    ટાઈપ 2 ડાયાબિટીસના કારણો (Causes of Type 2 Diabetes)


    ટાઈપ 2 ડાયાબિટીસમાં તમારા કોષો ઇન્સ્યુલિનની ક્રિયામાં દખલ કરવાનું શરૂ કરે છે અને તમારા સ્વાદુપિંડ આ અવરોધને દૂર કરવા માટે પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. કોષોમાં જવાને બદલે તમારા લોહીમાં શુગર જમા થવા લાગે છે.

    ટાઇપ 2 ડાયાબિટીસનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે તે આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોને કારણે થઈ શકે છે. ટાઇપ 2 ડાયાબિટીસ અને વધુ વજન એકબીજા સાથે સંબંધિત છે, પરંતુ તેનાથી પીડાતા દરેકનું વજન વધારે હોતું નથી.

    ગેસ્ટેશનલ ડાયાબિટીસ


    ડાયાબિટીસના આ પ્રકારમાં સગર્ભાવસ્થાને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે પ્લેસેન્ટા ચોક્કસ હોર્મોન્સ બનાવે છે. જે કોષોને ઈન્સ્યુલિનની ક્રિયામાં દખલ કરે છે.

    સામાન્ય રીતે, આના જવાબમાં તમારું સ્વાદુપિંડ વધારાની ઇન્સ્યુલિનની પૂરતી માત્રા બનાવતું હોય છે. જો કે કેટલીકવાર સ્વાદુપિંડ આમ કરવામાં અસમર્થ રહે છે. જ્યારે આવું થાય છે, ત્યારે ખૂબ ઓછું ગ્લુકોઝ તમારા કોષોમાં જાય છે અને ખૂબ જ વધારે ગ્લુકોઝ લોહીમાં રહે છે. પરિણામે ગેસ્ટેશનલ ડાયાબિટીસ થાય છે.

    આ પણ વાંચો:  Filtered vs Boiled water: ઉકાળેલું પાણી કે ફિલ્ટર્ડ પાણી આ બેમાંથી સ્વાસ્થ્ય માટે કયું પાણી વધુ લાભદાયી છે?

    • ડાયાબિટીસના જોખમી પરિબળો શું છે?



    • 1) ટાઈપ 1 ડાયાબિટીસ માટે જોખમ પરિબળો

    • - ખોરાક: ખોરાકમાં વિટામિન ડીનું ઓછું પ્રમાણ અને બાળકને ખૂબ વહેલું ગાયનું દૂધ આપવું.

    • - કૌટુંબિક પરિબળો - જો તમારા માતા-પિતા અથવા ભાઈ-બહેનને ટાઈપ 1 ડાયાબિટીસ હોય, તો તમને તે થવાનું જોખમ પણ વધે છે.

    • - પર્યાવરણીય પરિબળો - વાયરલ રોગ થવાથી ટાઈપ 1 ડાયાબિટીસ થઈ શકે છે.

    • 2) પ્રકાર 2 ડાયાબિટીસ માટે જોખમ પરિબળો

    • - વજન - તમારી પેશીઓ જેટલી જાડી હોય, તમારા કોષો ઇન્સ્યુલિનના કાર્યમાં વધુ દખલ કરે છે.

    • - કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર - જો તમારા શરીરમાં સારા કોલેસ્ટ્રોલ અથવા ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય, તો તમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે. ટ્રાઇગ્લિસેરાઇડનું ઊંચું સ્તર પણ ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે.

    • - બેઠાડું જીવન - તમે જેટલા ઓછા શારીરિક રીતે સક્રિય હોવ, ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ તેટલું વધારે છે. શારીરિક પ્રવૃત્તિ કરવાથી વજન નિયંત્રિત થાય છે અને ગ્લુકોઝનો ઊર્જા તરીકે ઉપયોગ થાય છે.

    • - હાઈ બ્લડ પ્રેશર - 140/90mmHg કરતા વધારે બ્લડ પ્રેશર ટાઇપ 2 ડાયાબિટીસ તરફ દોરી શકે છે.

    • - કૌટુંબિક પરિબળો - ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા માતાપિતા અથવા ભાઈ-બહેન હોવાને કારણે આ ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધે છે.

    • - PCOS - સ્ત્રીઓમાં, PCOS થવાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.

    • - ઉંમર - ઉંમર સાથે ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.

    • - ગર્ભાવસ્થા - ગર્ભાવસ્થાને કારણે પણ તમને ટાઇપ 2 ડાયાબિટીસ થઈ શકે છે.

    • 3) ગેસ્ટેશનલ ડાયાબિટીસના જોખમી પરિબળો:

    • કોઈપણ વયની સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાનું જોખમ હોય છે, પરંતુ કેટલીક સ્ત્રીઓને વધુ જોખમ હોય છે.

    • - ઉંમર - 25 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સગર્ભાવસ્થા ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે.

    • - વજન - સગર્ભાવસ્થા પહેલા વધુ વજન હોવાને કારણે સગર્ભાવસ્થા ડાયાબિટીસનું જોખમ વધે છે.

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય, ડાયાબીટીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन