Home /News /lifestyle /

Dengue: ચોમાસામાં વધી શકે છે ડેન્ગ્યુનો ખતરો, જો દેખાય આટલા લક્ષણ તો તુરંત ડોક્ટરની મુલાકાત લો

Dengue: ચોમાસામાં વધી શકે છે ડેન્ગ્યુનો ખતરો, જો દેખાય આટલા લક્ષણ તો તુરંત ડોક્ટરની મુલાકાત લો

ચોમાસામાં વધી શકે છે ડેન્ગ્યુનો ખતરો

how to protect from dengue: ડેન્ગ્યુ મોટે ભાગે ગંદકીવાળા વિસ્તારમાં અથવા મચ્છરો વધુ જોવા મળે એવા વિસ્તારો થાય છે. ડેન્ગ્યુથી તીવ્ર તાવ (Dengue fever) અને શરીરમાં દુઃખાવો જેવા લક્ષણો સામે આવે છે. આ સ્થિતિમાં તીવ્ર તાવની સાથે બ્લડપ્રેશરમાં પણ અચાનક ઘટાડો થાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે.

વધુ જુઓ ...

    Symptoms Of Dengue: મચ્છરો (Mosquitos)ની ઉત્પત્તિ વધતા જ ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગો (Mosquito-borne diseases)નું પ્રમાણ ખૂબ વધી જાય છે. ખાસ કરીને ડેન્ગ્યુ (Dengue)માં યોગ્ય કાળજી ન લેવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. ડેન્ગ્યુ મોટે ભાગે ગંદકીવાળા વિસ્તારમાં અથવા મચ્છરો વધુ જોવા મળે એવા વિસ્તારો થાય છે. ડેન્ગ્યુથી તીવ્ર તાવ (Dengue fever) અને શરીરમાં દુઃખાવો જેવા લક્ષણો સામે આવે છે. આ સ્થિતિમાં તીવ્ર તાવની સાથે બ્લડપ્રેશરમાં પણ અચાનક ઘટાડો થાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે.


    દર વર્ષે ડેન્ગ્યુના લાખો કેસ નોંધાય છે. ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુનો રોગ હવે સર્વત્ર ફેલાઈ રહ્યો છે. જેથી ખાસ કાળજી લેવી જોઈએ અને લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. ડેન્ગ્યુના તાવને રોકવાનો મચ્છરના કરડવાથી બચવું જરૂરી છે. આ માટે મચ્છરોની સંખ્યા ઘટાડવાની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.



    ડેન્ગ્યુના લક્ષણો


    મોટાભાગના લોકો ડેન્ગ્યુ તાવના લક્ષણોને સમજી શકતા નથી. જ્યારે ડેન્ગ્યૂ તાવના લક્ષણો જોવા મળે છે ત્યારે લોકો તેને ફ્લૂ જેવા અન્ય રોગોના લક્ષણ માને છે. તાવ સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર દ્વારા કરડ્યા પછી 4થી 10 દિવસ પછી શરૂ થાય છે. ત્યારે આ રોગના લક્ષણો સમજવા જરૂરી છે. my.clevelandclinic.orgના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુના લક્ષણો નીચે મુજબ છે.


    - શરીર પર ફોલ્લીઓ.


    - આંખોની પાછળ દુ:ખાવો.


    - ઊલટી કે ઉબકા.


    - માંસપેશીઓ, હાડકાં કે સાંધાઓમાં દુ:ખાવો થવો.


    ગંભીર સ્થિતિમાં પેટમાં દુ:ખાવો, વારંવાર ઉલટી થવી, મળ કે ઉલટીમાં લોહી નીકળવું, નાકમાંથી કે પેઢામાંથી લોહી નીકળવું, ચિડચિડાપણું, ખૂબ થાક લાગવો વગેરે લક્ષણો જોવા મળે છે.



    ડેન્ગ્યુ થાય તો શું કરવું?


    ડેન્ગ્યુના આવા લક્ષણ અનુભવાય તો જરાક પણ બેદરકારી દાખવવી નહીં અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. બહોળા પ્રમાણમાં પાણી પીવો અને હાઇડ્રેટ રહો. આ બીમારીમાં આરામ કરવો ખૂબ જરૂરી છે અને આઈબુપ્રોફૈન જેવી દવાઓથી દુર રહેવું જોઈએ. તેનાથી લક્ષણો વધી જવાનું જોખમ રહેલું છે.


    મચ્છરથી આવી રીતે બચો


    1) મચ્છર રાત્રે સક્રિય થાય છે તેથી રાત્રે તમારા બારી - દરવાજા ખુલ્લા રાખશો નહીં.


    2) મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમ લગાવો અને મચ્છરદામાં સુવો.


    3) તમારા ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખો.


    4) સાંજના સમયે હાથ-પગ ઢાંકવા માટે લાંબી બાંયના કપડાં પહેરો.


    First published:

    Tags: Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन