Home /News /lifestyle /

Menstrual products: પીરિયડ્સ દરમિયાન વાપરો આ રીયુઝેબલ પ્રોડક્ટ્સ, પર્યાવરણને પણ નહીં કરે નુકસાન

Menstrual products: પીરિયડ્સ દરમિયાન વાપરો આ રીયુઝેબલ પ્રોડક્ટ્સ, પર્યાવરણને પણ નહીં કરે નુકસાન

પીરિયડ્સ દરમિયાન વાપરો આ રીયુઝેબલ પ્રોડક્ટ્સ, પર્યાવરણને પણ નહીં કરે નુકસાન

કોઈ પણ મહિલા પીરિયડ્સ દરમિયાન ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનો (Eco-Friendly Periods Product) ઉપયોગ કરીને પર્યાવરણમાં મોટો ફેરફાર લાવી શકે છે. જો તમે તમારા પીરિયડ્સને કેવી રીતે સસ્ટેનેબલ બનાવવા તે અંગે મૂંઝવણમાં છો, તો અહીં તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવી અમુક પ્રોડક્ટ્સની લીસ્ટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

વધુ જુઓ ...
  છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા પર્યાવરણમાં પ્રદૂષણ (degradation of our environment) ચિંતાજનક દરે વધ્યું છે. એવી ઘણી સંસ્થાઓ છે જે પૃથ્વીને બચાવવા અને સ્વચ્છ વાતાવરણ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ દિશામાં આપણે પણ યોગદાન આપવું જોઇએ અને આપણી આસપાસના વાતવરણને સ્વચ્છ રાખવા માટે શક્ય હોય તેટલું કરવું જોઇએ. જેમ કે ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ્સ બંધ (lights off) કરવાથી માંડીને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનો ઉપયોગ (Use Eco-Friendly Products) કરવા સુધી અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આમાં મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પીરિયડ્સ સંબંધિત પ્રોડક્ટ્સ (Periods Products) પણ સામેલ છે. તેથી કોઈ પણ મહિલા પીરિયડ્સ દરમિયાન ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનો (Eco-Friendly Periods Product) ઉપયોગ કરીને પણ મોટો ફેરફાર લાવી શકે છે. જો તમે તમારા પીરિયડ્સને કેવી રીતે સસ્ટેનેબલ બનાવવા તે અંગે મૂંઝવણમાં છો, તો અહીં તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવી અમુક પ્રોડક્ટ્સની લીસ્ટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  મેન્સ્ટ્રુઅલ કપ્સ (Menstrual cups)


  મેન્સ્ટ્રુઅલ કપ એ ફરીથી વાપરી શકાય તેવી પ્રોડક્ટ છે. જે તમને પૈસા બચાવવામાં અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. એક જ કપનો ઉપયોગ એકથી વધુ વખત કરી શકાય છે અને તે 12 કલાક સુધી પહેરી શકાય છે. મેન્સ્ટ્રુઅલ કપ્સ તમને સરળતાથી ઓનલાઇન અથવા મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ બની રહે છે.

  તેમ છતાં, મેન્સ્ટ્રુઅલ કપ્સના ઉપયોગ વિશે ઘણી ગેરસમજો આજકાલ પ્રવર્તી રહી છે. પરંતુ અભ્યાસો સૂચવે છે કે તેનો ઉપયોગ કરવો સલામત છે અને તેને સરળતાથી સાફ કરી શકાય છે.

  આ પણ વાંચો: રાતના 10 વાગ્યા બાદ હવે નહીં થઈ શકે કોઈ લગ્ન સમારંભ! જાણો કયા શહેરમાં લાગુ કરવામાં આવ્યો આ નિયમ?

  રીયુઝેબલ સેનેટરી પેડ્સ (Reusable sanitary pads)


  તમે એકથી વધુ વખત એક જ પેડનો ઉપયોગ કરી શકો છો. ફરીથી વાપરી શકાય તેવા સેનિટરી પેડ્સ સાથે તમારા નિયમિત પેડ્સને રીપ્લેસ કરો. રીયુઝેબલ પેડ્સને ધોઇ શકાય છે, અસરકારક અને સિંગલ-યુઝ સેનિટરી નેપકિન્સ કરતા ઘણા નરમ હોય છે.

  આ પેડ્સ ઓર્ગેનિક મટીરિયલથી બનેલા હોય છે અને રેગ્યુલર પેડની જેમ જ કામ કરે છે. આ સાથે તમારે તેને વારંવાર ખરીદવાની જરૂર પણ રહેતી નથી. એક વખત ઉપયોગમાં લીધા બાદ તમે પેડ્સને સાબુ ને ગરમ પાણી વડે સાફ કરી શકો છો, જેથી તમને ઇન્ફેક્શનનો ડર ન રહે અને તમારા આગામી પીરિયડ્સ માટે તમે એકદમ તૈયાર રહો.

  પીરિયડ અન્ડરવેર (Period underwear)


  કોઇ જ વધારાની પ્રોડક્ટ, અનકમ્ફર્ટેબલ પેડ્સ અને લીકેજના ડર વગર પીરિયડ્સ અન્ડરવેર ભવિષ્યની પીરિયડ્સ પ્રોડક્ટ પૈકી એક છે. તેને તમે ધોઇને ફરીથી ઉપયોગમાં લઇ શકો છો અને તેનું ફેબ્રિક પણ એકદમ નરમ હોય છે. એટલું જ નહીં તમારી પીરિયડ્સ લીકેજની ચિંતા પણ દૂર થઇ જશે.

  આ પણ વાંચો: Summer Beauty Tips: ઉનાળામાં ચીકણી ત્વચાને ફ્રેશ અને ચમકદાર બનાવવા કરો નારિયેળ પાણીનો ઉપયોગ

  તે અન્ડરવેર અને સેનેટરી પેડ્સને મિક્સ કરીને બનાવવામાં આવે છે પણ તે રેગ્યુલર નેપકિન કરતા થોડુ અલગ હોય છે. જોકે, શરૂઆતમાં તમે પીરિયડ્સ દરમિયાન પેડ્સ કે અન્ય કોઇ વસ્તુ વગર રહેવામાં થોડું અસહજ અનુભવી શકો છો. પરંતુ એક વખત તમે ઉપયોગ કરશો તો તમને પસંદ પણ આવવા લાગશે.
  Published by:Rahul Vegda
  First published:

  આગામી સમાચાર