Home /News /lifestyle /

Regular workout benefits: નિયમિત 40 મિનિટ સુધી વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી, વજન અને તણાવમાં થશે ઘટાડો

Regular workout benefits: નિયમિત 40 મિનિટ સુધી વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી, વજન અને તણાવમાં થશે ઘટાડો

નિયમિત 40 મિનિટ સુધી વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી, જાણો કેમ?

Regular workout benefits: ન્યુટ્રીશનિસ્ટ નમામિ અગ્રવાલે આ મામલે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને જાણકારી આપી છે. તેમણે દરરોજ 40 મિનિટ સુધી કસરત કરવી જરૂરી હોવાની વાતને સારી રીતે સમજાવી છે. ચાલો જાણીએ શું છે રેગ્યુલર કસરત કરવાના ફાયદા?

વધુ જુઓ ...
    Yoga Benefits: આરોગ્ય નિષ્ણાંતો, જીમ ટ્રેઈનર અને ન્યુટ્રીશનિસ્ટ સમયાંતરે દૈનિક દિનચર્યામાં શારીરિક એક્ટિવિટી કરવા માટે જણાવે છે. જેના કારણે તન અને મનને ઘણા ફાયદા થાય છે. દૈનિક દિનચર્યામાં 40 મિનિટનું વર્કઆઉટ શામેલ કરવું જ જોઈએ, જેનાથી આરોગ્ય સંપૂર્ણપણે નિરોગી રહે છે.

    ન્યુટ્રીશનિસ્ટ નમામિ અગ્રવાલે આ મામલે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને જાણકારી આપી છે. તેમણે દરરોજ 40 મિનિટ સુધી કસરત કરવી જરૂરી હોવાની વાતને સારી રીતે સમજાવી છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, દરરોજ 40 મિનિટ સુધી વર્કઆઉટ કરવું જરૂરી છે. વિડીયોમાં જણાવ્યું છે કે, તમે જ્યારે વર્કઆઉટની શરૂઆત કરો છો ત્યારે, શરૂઆતની 20 મિનિટને વોર્મઅપ (initial 20 mins of your workout) ગણવામાં આવે છે. ત્યારબાદ શરીરની ચરબી ઓગળવા (after 20 minutes body starts burning fat)નું શરૂ થાય છે.

    આ પણ વાંચો: Vastu Tips: ભૂલથી પણ જૂની સાવરણીને આ જગ્યા પર ન રાખશો, નહીં તો થશે આ મોટું નુકસાન









    View this post on Instagram






    A post shared by Nmami (@nmamiagarwal)






    નમામિ અગ્રવાલ જણાવે છે કે, શરીરની ચરબી દૂર કરવા માટે ઓછામાં ઓછી 40 મિનિટ કસરત કરવી જ જોઈએ. જો તમે વજન ઓછું કરવાનું વિચારો છો તો, 40 મિનિટ સુધી કસરત કરવી જરૂરી છે. કસરતની શરૂઆતની 20 મિનિટ તમારા શરીર માટે વોર્મ અપ ગણવામાં આવે છે. 20 મિનિટ બાદ શરીરની ચરબી ઓગળવાની શરૂઆત થાય છે.

    આ કારણોસર જો તમે એવું વિચારી રહ્યા છો કે, તમે 30 મિનિટ સુધી વર્કઆઉટ કર્યું તો તમે આ બાબતે સંપૂર્ણપણે ખોટા છો. તમે માત્ર 10 મિનિટ વર્કઆઉટ કર્યું છે, ઓછામાં ઓછી 40 મિનિટ તો વર્કઆઉટ કરવું જ જોઈએ.

    કસરત માત્ર વજન ઓછું કરવા માટે જ કરવામાં આવે તે જરૂરી નથી. કસરત કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. હેલ્થલાઈન અનુસાર, એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, નિયમિત કસરત કરવાથી ચિંતા, થાક અને તણાવમાં ઘટાડો થાય છે.

    આ પણ વાંચો: Mary Kom injured: બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમને થઇ હતી ACL ઇજા, જાણો શું છે ACL વિશે?

    આ સ્ટડી 24 મહિલાઓ પર કરવામાં આવી હતી (study done on 24 women with depression). આ 24 મહિલાઓ ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી. આ મહિલાઓએ નિયમિત કસરત કરવાનું શરૂ કરતા ડિપ્રેશનમાં ઘટાડો (decrease in depression) જોવા મળ્યો હતો. ઉપરાંત નિયમિત કસરત કરવાથી અને ફિઝિકલી એક્ટીવ રહેવાથી સારી અને પૂરતી ઊંઘ આવે છે.
    First published:

    Tags: Lifestyle

    આગામી સમાચાર