Home /News /lifestyle /

Health Tips: કિશમિસ જેવી મુનક્કાનું દૂધ સાથે કરો સેવન, શરીરને થશે ચમત્કારિક લાભ

Health Tips: કિશમિસ જેવી મુનક્કાનું દૂધ સાથે કરો સેવન, શરીરને થશે ચમત્કારિક લાભ

Benefits of Raisins with Milk: મુનક્કા કિશમિશ જેવું જ હોય છે. પાકી ગયેલ મોટી દ્રાક્ષને સુકવીને મુનક્કા બનાવવામાં આવે છે. આયુર્વેદમાં સદીઓથી મુનક્કાનો ઉપયોગ પાચનની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે.

Benefits of Raisins with Milk: મુનક્કા કિશમિશ જેવું જ હોય છે. પાકી ગયેલ મોટી દ્રાક્ષને સુકવીને મુનક્કા બનાવવામાં આવે છે. આયુર્વેદમાં સદીઓથી મુનક્કાનો ઉપયોગ પાચનની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે.

    Milk and Raisins: દૂધ અને મુનક્કા (સૂકી દ્રાક્ષ) પોષકતત્વોથી ભરપૂર આહાર છે. દૂધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન ડી રહેલા હોય છે. જ્યારે મુનક્કામાં ફાઈબર, કાર્બ્સ, આયર્ન પોટેશિયમ તથા અન્ય પોષકતત્વો રહેલા છે. દૂધમાં મુનક્કા નાખીને ખાવાથી શું ફાયદો થાય છે તે વિશે અહીંયા તમને વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    અહી ઉલ્લેખનિય છે કે, મુનક્કા કિશમિશ જેવું જ હોય છે. પાકી ગયેલ મોટી દ્રાક્ષને સુકવીને મુનક્કા બનાવવામાં આવે છે. આયુર્વેદમાં સદીઓથી મુનક્કાનો ઉપયોગ પાચનની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે.

    આ પણ વાંચો: Mosquito Bites: ડુંગળી અને લસણની મદદથી પણ મચ્છરથી મળશે છુટકારો, આ રહ્યા મચ્છર ભગાડવાના ઘરેલુ નુસ્ખા

    તણાવ દૂર થાય છે

    દરરોજ દૂધમાં મુનક્કા નાખીને તેનું સેવન કરવાથી તણાવ, માનસિક પ્રેશર જેવી બિમારીઓમાં રાહત મળે છે. દૂધનું આ પ્રકારે સેવન કરવાથી દિમાગની કાર્યશૈલીમાં પણ સુધારો થાય છે અને યાદશક્તિ મજબૂત થાય છે.

    ઊંઘ સંબંધિત સમસ્યા માટે લાભદાયી

    રાત્રે સૂતા પહેલા દૂધમાં મુનક્કા નાખીને તેનું સેવન કરવાથી ઊંધ સંબંધિત સમસ્યાઓમાં સુધારો આવે છે.

    એનીમિયાની સમસ્યા દૂર થાય છે

    મુનક્કામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે વ્યક્તિને એનીમિયાની સમસ્યા હોય તેણે દરરોજ સવારે દૂધ અને મુનક્કાનું સેવન કરવું જોઈએ. તેનાથી લોહીની ઊણપ થતી નથી.

    બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે

    મુનક્કામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને ખરાબ કોલસ્ટ્રોલને ઓછું કરે છે. દૂધ અને મુનક્કાનું સેવન કરવાથી હ્રદયરોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

    હાડકા મજબૂત થાય છે

    દૂધમાં મુનક્કા નાખીને તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. દૂધમાં કેલ્શિયમ હોય છે અને મુનક્કામાં બોરોન નામનું તત્વ હોય છે, જે હાડકાંને મજબૂત કરે છે. જે લોકોને ગઠિયાની સમસ્યા હોય તે લોકોને ખાસ કરીને આ મિશ્રણ આપવામાં આવે છે.

    રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે

    વારંવાર બિમાર પડતાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેથી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ એક ગ્લાસમાં મુનક્કા નાખીને તેનું સેવન કરવું જોઈએ.

    આંખો માટે લાભદાયી

    મુનક્કામાં બીટા કેરોટીન રહેલું હોય છે. નિયમિતરૂપે દૂધમાં મુનક્કા નાખીને તેનું સેવન કરવાથી આંખોની રોશની તેજ થાય છે.

    આ પણ વાંચો: લાંબા અને ઘટાદાર વાળ માટે ઘરે જ બનાવો નારિયેળ તેલનું શેમ્પૂ , આ રહી સરળ રીત

    વજન વધે છે

    શારીરિક રીતે નબળા લોકો માટે દૂધ અને મુનક્કા લાભદાયી છે. આ કારણોસર વજન વધારવા ઈચ્છતા લોકોએ રોજ એક ગ્લાસમાં 4-5 મુનક્કા નાખીને તેનું સેવન કરવું જોઈએ.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन