Home /News /lifestyle /શરીરમાં લોહીની ઊણપ હોય તો આ લક્ષણોથી પડે છે ખબર, ઉપાય માટે આટલું કરો
શરીરમાં લોહીની ઊણપ હોય તો આ લક્ષણોથી પડે છે ખબર, ઉપાય માટે આટલું કરો
પ્રતીકાત્મક તસવીર
Iron deficiency anemia: આ સમસ્યાનો યોગ્ય ઈલાજ ન કરાવવા પર ગંભીર બીમારી (Serious disease)ઓ થઈ શકે છે. શરીરમાં આયર્નની ઊણપ થવા પર આ પ્રકારની સમસ્યા સર્જાય છે.
નવી દિલ્હી: શરીરમાં જ્યારે લાલ રક્તકણ (Red blood cells) ઓછા થાય છે, ત્યારે લોહીની ઊણપ સર્જાય છે. આ સમસ્યાને એનીમિયા (anemia)ની સમસ્યા કહેવામાં આવે છે. હેલ્થલાઈન અનુસાર લોહીની ઊણપ થવા પર ચક્કર આવે છે, નબળાઈ વર્તાય છે, બેભાન અવસ્થા જેવી સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનો યોગ્ય ઈલાજ ન કરાવવા પર ગંભીર બીમારી (Serious disease)ઓ થઈ શકે છે. શરીરમાં આયર્નની ઊણપ થવા પર આ પ્રકારની સમસ્યા સર્જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World health organisation) અનુસાર દુનિયામાં 80% ટકા લોકોમાં આયર્નની ઊણપ છે અને જેમાંથી 30 ટકા લોકો એનીમિયાથી પીડાઈ રહ્યા છે.
લોહીની ઊણપ દૂર કરવા માટે 4થી 5 કિસમિસને હુંફાળા પાણીમાં સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ દૂધમાં કિસમિસ નાંખીને દૂધને ઉકાળી લો. ત્યારબાદ દૂધ હુંફાળું થાય ત્યારે તેનું સેવન કરો. દિવસમાં બેવાર કિશમિશયુક્ત દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અધિક લાભ થાય છે. કિસમિસ લોહી બનાવવામાં મદદ કરે છે અને તેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે, જે શરીરમાં લોહીની ઊણપ દૂર કરવામાં લાભદાયી છે. પાલકનું શાક બનાવીને તેનું સેવન કરી શકાય છે. પાલકને પાણીમાં ઉકાળીને સૂપ પણ બનાવીને તેનું સેવન કરી શકો છે.